દરરોજ એક ગ્લાસ દારૂ પીવાથી કંઇ નુક્સાન થતું નથી, શું સાચી છે આ વાત?

દારૂ સ્વાસ્થ્ય માટે સારો માનવામાં આવતો નથી, છતા કેટલાક લોકો રોજ દારૂ પીવે છે તો કેટલાક ક્યારેક ક્યારેક. હાલમાં જ થયેલી એક સ્ટડીમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે જે લોકો રોજ ઓછામાં ઓછું એક ડ્રિંકનું પણ સેવન કરે છે, તેમનું બ્લડ પ્રેશર તેજીથી વધી શકે છે. CNNના એક રિપોર્ટ મુજબ, હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાનો સામનો એ યુવકોને પણ કરવું પડે છે, જેમને પહેલાથી હાઇ બ્લડ પ્રેશરની ફરિયાદ નથી. આ રિસર્ચને અમેરિકન એસોસિએશન જર્નલ “હાઇપરટેન્શન”માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

વર્ષ 1997 થી લઈને વર્ષ 2021 સુધી 7 ઇન્ટરનેશનલ સ્ટડીઝના ડેટામાં જાણવા મળ્યું કે, લોકો રોજ માત્ર એક ગ્લાસ દારૂનું સેવન કરે છે તેમાં પણ ક્યારેક ક્યારેક દારૂનું સેવન કરનારા લોકોની તુલનામાં બ્લડ પ્રેશર વધવાનું જોખમ ખૂબ વધારે હોય છે. માયો ક્લિનિક મુજબ, હાઇ બ્લડ પ્રેશરના લક્ષણ સામે આવવા સુધી તે શરીરને અંદરથી નુકસાન પહોંચાડી ચૂક્યું હોય છે. જો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેતું નથી તો વિકલાંગતા, ખરાબ લાઈફ ક્વાલિટી અને અહીં સુધી કે હાર્ટ એટેક કે સ્ટ્રોકની સમસ્યા પણ આવી શકે છે.

રિસર્ચ સાથે જોડાયેલા સીનિયર રાઇટર ડૉ. મારકો વિસિટીએ કહ્યું કે, અમને એ જાણીને ખૂબ હેરાની થઈ કે ખૂબ ઓછી માત્રામાં દારૂ પીનારા યુવકોમાં બ્લડ પ્રેશરનું લેવલ વધારે હતું. જો કે, આ લોકોનું બ્લડ પ્રેશર ખૂબ વધારે માત્રામાં દારૂ પીનારા લોકોની તુલનામાં ખૂબ ઓછું હતું. બ્લડ પ્રેશરને મરકરી મિલીમીટર (mm Hg)ની બે સંખ્યાઓમાં માપવામાં આવે છે. ઉપરવાળા નંબરને (સિસ્ટોલિક) કહેવામાં આવે છે જે હૃદયની માંસપેશીઓને સંકોચવા અને બ્લડ પંપને માપે છે. તો નીચેવાળા નંબરને ડાયરેક્ટોલિક કહેવામાં આવે છે. જે હાર્ટ બીટ વચ્ચે દબાવને માપે છે.

સ્ટડીમાં જાણવા મળ્યું કે સિસ્ટોલિક બ્લડ પ્રેશર પર દારૂની નકારાત્મકતા એ પુરુષો અને મહિલાઓ પર પણ પડી રહી છે. જે રોજ ખૂબ ઓછી માત્રામાં દારૂનું સેવન કરે છે. આઉટલેટે સ્ટડીના કો-રાઇટર ડૉ. પોલ વ્હેલ્ટને કહ્યું કે, સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બંને રીડિંગ કાર્ડિયોવેસ્કુલર બીમારીનુ જોખમ વધારે છે, પરંતુ બંનેમાંથી યુવકોમાં સિસ્ટોલિક બ્લડ પ્રેશરનું જોખમ સૌથી વધુ હોય છે. અમેરિકન હાર્ટ એસોસિએશન મુજબ, સિસ્ટોલીક રીડિંગ 50 વર્ષથી વધારે ઉંમરના લોકોમાં કાર્ડિયોવેસ્કુલર રિસ્કને દર્શાવે છે.

નોર્મલ સિસ્ટોલિક રીડિંગ સામાન્ય રીતે 120 mm Hg કે તેનાથી ઓછી હોય છે, પરંતુ ઉંમર સાથે રક્ત વાહિકાઓ નબળી અને પાતળી હોવાના કારણે તે રીડિંગ વધી જાય છે.  તો નોર્મલ ડાયરેક્ટોલોજી રીડિંગ 80 mm Hgથી નીચે હોય છે, પરંતુ ઉંમર સાથે તેમાં કમી આવવા લાગે છે કેમ કે ધમનીઓ પોતાનું લચીલાપણું ગુમાવી દે છે અને કઠોર થઈ જાય છે. હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાનું સાઇલેન્ટ કિલરના રૂપમાં ગણવામાં આવે છે. શરીરમાં બ્લડ પ્રેશરનું લેવલ વધવાથી હાર્ટ એટેક, સ્ટ્રોક ક્રોનિક કિડની ડીસિઝ સહિત ઘણી બીમારીઓનું જોખમ ખૂબ વધી જાય છે.

About The Author

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.