- Astro and Religion
- પ્રેમાનંદ મહારાજે કહ્યું- ‘બધુ જ વેચીને પણ વ્યક્તિ નહીં ખરીદી શકે આ એક વસ્તુ'
પ્રેમાનંદ મહારાજે કહ્યું- ‘બધુ જ વેચીને પણ વ્યક્તિ નહીં ખરીદી શકે આ એક વસ્તુ'
પ્રેમાનંદ મહારાજના ઉપદેશો હવે વૃંદાવનની ગલીઓ સુધી મર્યાદિત નથી રહ્યા. સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર દેશ અને દુનિયા સુધી પહોંચી ગયા છે. પ્રેમાનંદ મહારાજ કહે છે કે ભગવાનને પ્રાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો નામજપ છે. જે લોકો નામજપ કરીને ભગવાનના શરણમાં આવે છે તેમનો નિશ્ચિત ઉદ્ધાર થઈ જાય છે. તાજેતરમાં, પ્રેમાનંદ મહારાજનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ બધું વેચી દે તો પણ તે એક વસ્તુ ખરીદી નહીં શકે. ચાલો જાણીએ કે તે વસ્તુ શું છે.
પ્રેમાનંદ મહારાજે વૃંદાવનમાં લોકોને સંબોધતા કહ્યું કે, ‘માનવ શ્વાસ ખૂબ જ કિંમતી છે. જો કોઈ વ્યક્તિ 50 વર્ષની ઉંમર સુધીમાં કમાયેલા બધા પૈસા, ઘર, મિલકત વગેરે વેચી દે તો પણ તે એક વધારા શ્વાસનો ખરીદી શકતો નથી. એટલે બધાને પ્રાર્થના છે કે, પોતાના દરેક શ્વાસમાં રાધાનું નામ જપ કરો. તેના માટે કોઈ મહેનતની જરૂર નથી. એક પણ રૂપિયો ખર્ચ થતો નથી.’
તેમણે કહ્યું કે રાધાનું નામ જપવાથી તમારું પરમ કલ્યાણ થશે. જો કોઈ કારણોસર તમને રાધા નામ પ્રિય ન હોય, તો તમે તમારી ઇચ્છા મુજબ રામ, કૃષ્ણ, હરિ અથવા અન્ય કોઈ દેવતાનું નામ લઈ શકો છો. જે લોકો ભગવાનનું નામ લઈને આગળ વધે છે, તેમનું જીવન સાર્થક થઈ જાય છે.
પ્રેમાનંદ મહારાજે આગળ કહ્યું કે, ‘શરીર છોડ્યા બાદ, વ્યક્તિ કંઈપણ પોતાની સાથે લઈ જતો નથી. શ્વાસ છોડતા જ શરીર, ઘર, પત્ની, પુત્ર, પરિવાર અને દરેક ભૌતિક સુખ-સુવિધા અહીં જ રહી જાય છે. ત્યારબાદ વ્યક્તિને પાપ-પુણ્યના આધારે પ્રાણી, પક્ષી અથવા અન્ય કોઈ બીજી યોનિમાં જન્મ મળે છે. કોઈને ખબર નથી કે તેનો પુનર્જન્મ ક્યાં અને કયા સ્વરૂપમાં થશે. એટલે પોતાના દરેક શ્વાસમાં ભગવાનનું નામ સ્મરણ કરો. દુનિયામાં એવા લાખો લોકો છે જેમણે રાધા નામ અપનાવીને ખરાબ આચરણનો ત્યાગ કર્યો છે.’

