બે પત્નીઓએ વહેંચી લીધો પતિ, 3-3 દિવસ બંને સાથે રહેશે, એક દિવસ તેની પસંદનો

મુરાદાબાદમાં, એક પુરુષની બે પત્નીઓએ તેમના પતિ સાથે રહેવા માટે અઠવાડિયામાં ત્રણ દિવસ વહેંચ્યા છે. વિભાજનની આ સ્થિતિ ત્યારે આવી જ્યારે પરિવારમાં વિવાદ ઘણો વધી ગયો અને એક પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી. આ પછી મામલો કાઉન્સેલિંગ માટે નારી ઉત્થાન કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો.

નારી ઉત્થાન કેન્દ્રમાં પરિવારની હાજરીમાં સમજૂતી નક્કી કરવામાં આવી છે, જેના પર ત્રણેય સંમત થયા છે. આ કરાર હેઠળ બંને પત્નીઓ તેમના સાસરિયાના ઘરે રહેશે અને પતિ ત્રણ-ત્રણ દિવસ તેમની સાથે રહેશે.

સોમવારથી બુધવાર સુધી પતિ પ્રથમ પત્ની સાથે રહેશે. જ્યારે ગુરુવારથી શનિવાર સુધી તે બીજી પત્ની સાથે રહેશે. અઠવાડિયામાં એક દિવસ, રવિવારે, પતિ તેની પસંદની કોઈપણ પત્ની સાથે રહી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુરાદાબાદ શહેરમાં રહેતી એક મહિલાએ SSP ઓફિસમાં ફરિયાદ નોંધાવી હતી કે, 2017માં તેના લગ્ન બાદ પતિ તેને તેના સાસરે ન લઈ ગયો અને તેને શહેરમાં એક ભાડાનું મકાનમાં રહેવા માટે આપી દીધું. મહિલાના જણાવ્યા પ્રમાણે જ્યારે તેણે સાસરે જવાની જીદ કરી તો પતિએ તેને લઈ જવાની ના પાડી દીધી અને થોડા દિવસો પછી પતિ અચાનક ગાયબ થઈ ગયો.

પતિની શોધ કરતી વખતે મહિલા તેના સાસરે પહોંચી, જ્યાં તેને ખબર પડી કે પતિ પહેલેથી જ પરિણીત છે અને તેની પહેલી પત્નીથી ત્રણ બાળકો છે. આ પછી મહિલાએ SSP ઓફિસમાં હાજર થઈને ફરિયાદ કરી હતી. ત્યાર પછી પોલીસે કાર્યવાહી કરી અને ત્રણેયને કાઉન્સેલિંગ માટે નારી ઉત્થાન કેન્દ્ર મોકલી દીધા.

બીજી તરફ પતિએ આરોપ લગાવ્યો છે કે, તેનો તેની પત્ની સાથે કોઈ વિવાદ નથી. બીજી પત્નીથી એક પુત્રી છે. પરંતુ તેના સાસરિયાઓ તેની પત્નીને ઉશ્કેરે છે અને વિવાદ કરાવે છે.

મહિલાના ફરિયાદ પત્રને ધ્યાને લઈ બંને પક્ષોને કાઉન્સેલિંગ માટે નારી ઉત્થાન કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. નારી ઉત્થાન કેન્દ્રના કાઉન્સેલર MP સિંહે પત્ની અને પતિ બંનેને ફોન કરીને વાતચીત કરી હતી. આ દરમિયાન ખબર પડી કે, બીજી પત્નીને પતિના પહેલા લગ્નની જાણ હતી.

વર્ષ 2017માં અજાણ્યા નંબર પર વાતચીત દરમિયાન બંને મિત્રો બન્યા હતા. પતિ પોતે યુવતીના ઘરે ગયો હતો અને લગ્નની જાણકારી આપી હતી. પરિવારની સંમતિથી પતિએ બીજા લગ્ન કર્યા હતા. પતિનો આરોપ છે કે, તેનો તેની પત્ની સાથે કોઈ વિવાદ નથી. બીજી પત્નીથી એક પુત્રી છે. પરંતુ તેના સાસરીયાઓ પત્નીને ઉશ્કેરે છે અને વિવાદ ઉભો કરે છે. તેણે કહ્યું કે, તે બીજી પત્ની રાખવા તૈયાર છે. આ માટે તે જેવરમાં જ ભાડાનો રૂમ શોધી રહ્યો છે.

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.