- Lifestyle
- મહિલાઓ માટે આખરે સેક્સ શા માટે છે જરૂરી?
મહિલાઓ માટે આખરે સેક્સ શા માટે છે જરૂરી?
આપણા કહેવાતા સભ્ય સમાજમાં સેક્સને એક ટેબૂ માનવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ આ વિષય પર વાત નથી કરી શકતી અથવા તો પોતાનો અભિપ્રાય કે પોતાની ઈચ્છા વ્યક્ત નથી કરી શકતી. મહિલાઓ જો સામે ચાલીને પોતાના પાર્ટનર પાસે સેક્સની માંગણી કરે તો તેને અસભ્ય ગણવામાં આવે છે. પણ હકીકત એ છે કે પુરુષોની જેમ મહિલાઓ માટે પણ સેક્સ એક શારીરિક જરૂરીયાત છે. મહિલાઓને સેક્સ અથવા ફિઝિકલ પ્લેઝરની જરૂર કયા કારણોસર હોય છે તેના વિશે આજે વાત કરવામાં આવી છે.

સમાજની દ્રષ્ટિએ મહિલાઓ શા માટે બનાવે છે ફિઝિકલ રિલેશન?
પોતાના પતિની સેવા કરવા માટે- પહેલું અને સૌથી જરૂરી કારણ છે કે મહિલાઓ સેક્સ માત્ર પોતાના પતિની સેવા માટે કરે છે.
બાળકોને જન્મ આપવા માટે- બીજું કારણ સમાજની દ્રષ્ટિએ એ છે કે, મહિલાઓને સેક્સની જરૂરિયાત માત્ર બાળકોને પેદા કરવા માટે હોય છે.
જો તે કેરેક્ટર લેસ છે તો- જો કોઈ મહિલાને સેક્સની ઇચ્છા થઈ રહી છે તો તે કેરેક્ટર લેસ હશે કારણ કે ઉપર જણાવવામાં આવેલા કારણો જ એક સભ્ય મહિલાને સૂટ કરે છે.

હકીકતમાં મહિલાઓને સેક્સની જરૂરિયાત શા માટે હોય છે?
અલગ-અલગ સાયન્ટિફિક રિપોર્ટ્સના આધારે નીચે જણાવેલા ફેક્ટ્સ આપવામાં આવ્યા છે કે આખરે મહિલાઓને ફિઝિકલ રિલેશનની જરૂરિયાત શા માટે હોય છે?
હોર્મોનલ સંતુલન માટે
ફિઝિકલ રિલેશન બનાવવાથી મહિલાઓના હોર્મોન્સ સંતુલિત રહે છે. તેનાથી શારીરિક બીમારીઓથી બચાવ થાય છે સાથે જ તેમનો મૂડ પણ સારો રહે છે.

પોતાની સેક્સુઆલિટીને એક્સપ્લોર કરવા માટે
મહિલાઓને પણ મન થઈ શકે છે કે તે પોતે પણ પોતાની સેક્સુઆલિટીને એક્સપ્લોર કરે. કેટલીક વસ્તુઓ તે પોતાના પ્લેઝર માટે પણ કરી શકે છે.
બાળકોને જન્મ આપવા માટે
કોઇ મહિલાનું પોતાનું મન પણ કરી શકે છે કે તે પોતાના સંતાનને જન્મ આપે. તે માત્ર પારિવારીક જવાબદારી પૂર્ણ કરવા માટે નથી હોતું.
સારી ઊંઘ માટે
ફિઝિકલ રિલેશન બનાવવાથી સારી ઊંઘ આવે છે તે માત્ર પુરુષો માટે જ સાચુ નથી પરંતુ, તે મહિલાઓ માટે પણ એટલું જ સાચુ હોય છે. આથી તેમને પણ ફિઝિકલ રિલેશન બનાવવાની જરૂરિયાત પડી શકે છે.
સ્ટ્રેસ ઓછો કરવા માટે
સેક્સુઅલ ડિઝાયર પૂરી થવા પર સ્ટ્રેસ રીલિઝ થાય છે અને એ વાતને નકારી ના શકાય. આથી એ જરૂરી છે કે, તે પોતાની ઇચ્છા અનુસાર ફિઝિકલ રિલેશન બનાવે. આ ઉપરાંત, મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ ઓછો કરવો, એન્ડોર્ફિન માટે, પોતાના શરીર માટે કોન્ફિડન્ટ થવા માટે પણ ફિઝિકલ રિલેશન બનાવવાની જરૂરિયાત હોઇ શકે છે. ફિઝિકલ રિલેશન મહિલાઓ બનાવે છે કારણ કે એ તેમની મરજી છે. કોઈ મહિલા પોતાની શારીરિક સમસ્યાઓ વિશે ખુલીને વાત કરે અથવા તો સેક્સુઅલ ફીલિંગ્સને જણાવે. કોઈ મહિલાની પોતાની મરજી હોઈ શકે છે અને તે મરજીનું સન્માન કરવુ જોઈએ.

