- Lifestyle
- આપડું બધાને ગમે એવું જરૂરી નથી એટલે આપણે આપણી મોજમાં જીવી લેવું
આપડું બધાને ગમે એવું જરૂરી નથી એટલે આપણે આપણી મોજમાં જીવી લેવું

(UTKARSH PATEL)
મજાની વાત છેને!
પૂજ્ય મોરારીબાપુ જેમની જીહવામાં માતા સરસ્વતીનો વાસ છે તેમના દ્વારા કહેવામાં આવેલું કથન છે...
"આપડું બધાને ગમે એવું જરૂરી નથી એટલે આપણે આપણી મોજમાં જીવી લેવું..."
મારી મર્યાદિત સમજશક્તિ મુજબ થોડુક ઉમેરીને કહું તો "આપણે અને આપણું બધાને ગમે કે ના ગમે જો આપણને આપણા પર વિશ્વાસ હોયને તો કોઈની હડાબારી રાખ્યા વિના મોજથી જીવી લેવું."
પરમ પૂજનીય સાધુ સંતો મહંતો મહાત્માઓ અને સજ્જનો નો સંગ અને સત્સંગ કરતા કરતા મારા જીવનમાં અવિરત સદપરિવર્તન આવતું હોય છે એટલે સારા વિચારોનું અર્થઘટન અને સરળ સમજ હું મારા મુજબ મારા માટે તૈયાર કરી લેતો આવ્યો.
પૂજ્ય મોરારીબાપુની આ વાત મુજમાં સોસરવી ઉતરી ગઈ હતી. આપણે બીજાને શું ગમશે અને શું નહીં ગમે એ વિચારવાની જરૂર ક્યારે પડે? જો આપણને આપણા કર્મો પર શંકા હોય તો જરૂર પડે!!!
ખરું કે??
જો આપણે અંતરથી અને કર્મોથી સાથે સાથે વાણી વર્તન અને વ્યવહારથી જો સાચા અને સારા હોઈએ તો પછી ચિંતા શાની??!!! મોજમાં રહોને.
આપણો જન્મ અને આપણું મૃત્યુ ક્યારે કઈ તિથિમાં થશે એની આપણા જન્મદાતા અને આપણનેય ખબર નથી હોતી તો સમજી જવાનું હોયને કે આપણા હાથમાં કાઈજ નથી. ખોટી હડાબારી શું કામ કરવાની. પરમાત્માનું કામ પરમાત્મા પોતે કરશે અને આપણે આપણું કામ આપડી આવડત સંસ્કાર ઘડતર મુજબ કરીએ રાખવાનું.
કૂતરું ભસવાનું કે કરડવાનું છોડે?
ગધેડું લાત મારવાનું છોડે?
ખોટો ખોટું કરવાનું છોડે?
નથી છોડતાને અને મોજથી જીવે છેને લાજ શરમ વિના!!!!!
જો આપડે રહ્યા ખાનદાની સજ્જનો તો આપડે બીજું કઈ વિચારવાની જરૂર છેજ નહીં કે કોણ આપણા માટે શું વિચારે છે.
અગત્યનું:
જો આપણે સારા તો આપણે સારા છીએ એવા કોઈકના પ્રમાણપત્રની આપણે કોઈજ જરૂર હોતી નથી. જેમ સુવાસ અદ્રશ્ય હોય અને વાયરા સાથે ફેલાય તેમજ આપણા સારા સદ્ગુણો આપો આપ ફેલાતા રહેવાના.
સંસારી અને ગુણિયલ વ્યક્તિઓએ પોતાના માટે કોણ શું બોલે છે એની ક્યારેય ચિંતા કરવી જોઈએ નહીં.
જય સીયારામ