જે ઉમેદવાર વિરુદ્ધ વોટ માગવા જઇ રહ્યા હતા રાહુલ, મંચ પર તેમની જ લાગી તસવીર

લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન મધ્ય પ્રદેશથી આવેલી એક તસવીર ચર્ચામાં છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મંડલામાં ચૂંટણી સભાના બરાબર પહેલા મુખ્ય મંચ પર ફ્લેક્સમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તેની તસવીર આપવામાં આવી હતી. જો કે, તેમાં કુલસ્તેનું નામ લખેલું નહોતું. આ ફ્લેક્સમાં અન્ય કોંગ્રેસી નેતાઓના પણ નામ લખ્યા વિના તસવીરો લગાવવામાં આવી હતી.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે મંડલા લોકસભા ક્ષેત્રના ધનોરા ગામમાં જનસભાને સંબોધિત કરશે અને કોંગ્રેસ ઉમેદવાર ઓમકાર સિંહ મરકામના પક્ષમાં માહોલ બનાવશે.

અહી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ચૂંટણી સંબોધન અગાઉ મુખ્ય મંચ પર જે ફ્લેક્સ લગાવવામાં આવ્યું છે, તેમાં કોંગ્રેસ નેતાઓ સાથે કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર ફગ્ગન સિંહ કુલસ્તેની તસવીર પણ લગાવી હતી. ત્યારબાદ ભૂલ સામે આવી તો ઉતાવળમાં મંચ પર લાગેલા ફ્લેક્સમાં ભાજપના નેતા કુલસ્તેની તસવીર ઢાંકી દેવામાં આવી અને એ ફ્રેમમાં કોંગ્રેસના ધારાસભ્ય રજનીશ હરવંશ સિંહનું પોસ્ટર લગાવી દીધું. ઉલ્લેખનીય છે કે, સોમવારે રાહુલ ગાંધી મધ્ય પ્રદેશના પ્રવાસે છે.

તેઓ આજે ધનોરા (સિવની) અને બાણગંગા મેળા ગ્રાઉન્ડ (શાહડોલ)માં જનસભાને સંબોધિત કરશે. રાહુલ ગાંધી બપોરે 2:00 વાગ્યે સિવની પહોંચશે. ત્યારબાદ સાંજે 4:00 વાગ્યે શાહડોલની રેલીમાં સામેલ થશે. મંડલા સીટ પર ભાજપે ફરી એક વખત ફગ્ગન સિંહ પર દાવ લગાવ્યો છે. જો કે, ફગ્ગન સિંહ હાલમાં જ નિવાસ સીટથી વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. કુલસ્તે મંડલા સીટથી 6 વખત લોકસભાના સાંસદ રહ્યા છે. તેઓ એક વખત રાજ્યસભાના સભ્ય પણ રહ્યા છે.

વર્ષ 2019ની ચૂંટણીમાં તેમણે લગભગ 98 હજાર વૉટથી ચૂંટણી જીતી હતી અને કોંગ્રેસના ઉમેદવાર કમલસિંહ મરાવીને હરાવ્યા હતા. કોંગ્રેસે આ વખત અહીથી ઓમકાર સિંહ મરકામને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ઓમકાર સિંહ મરકામી વર્ષ 2023ની વિધાનસભાની ચૂંટણીમાં ડિંડોરી સીટથી જીત હાંસલ કરી છે. મરકામ કોંગ્રેસની રાજ્ય સરકારમાં મંત્રી પણ રહ્યા છે અને 4 વખતના ધારાસભ્ય છે. વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં કુલસ્તે વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.

Related Posts

Top News

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્ય...
Gujarat 
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા...
Politics 
AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા

કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક...
World 
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.