મુલ્લાઓની વાત ન સાંભળો, મેં મોદીથી સારા વ્યક્તિ નથી જોયાઃ પૂર્વ કુલપતિ અબ્દુલ

On

ભારતીય જનતા પાર્ટી (BJP)એ લોકસભાની ચૂંટણી 2024 માટે 195 ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરી દીધી છે. તેમાં અબ્દુલ સલામ એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર છે. તેના કારણે તેઓ ખૂબ ચર્ચામાં છે કેમ કે વર્ષ 2019માં કોઈ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા નહોતા. અબ્દુલ સલામને કેરળની મલપ્પુરમ સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેઓ કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને મંત્રમુગ્ધ કરી દીધા છે.

કોણ છે અબ્દુલ સલામ?

અબ્દુલ સલામ 71 વર્ષના છે અને કેરળની ચૂંટણી રાજનીતિથી પરિચિત છે. વર્ષ 2016માં ભાજપે તેમને તિરૂર વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવ્યા હતા. જો કે, તેઓ ચૂંટણી હારી ગયા હતા, પરંતુ તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દા ચર્ચામાં રહ્યા. તેમણે શિક્ષણ ક્ષેત્રમાં લાંબો સમાય વિતાવ્યો છે. કરિયર દરમિયાન તેઓ HODથી લઈને એસોસિએટ ડીન જેવા મહત્ત્વના પદો પર પણ રહ્યા. 13 પુસ્તકો પ્રકાશિત કરનારા અબ્દુલ સલામ કાલિકટ યુનિવર્સિટીના કુલપતિ પણ રહ્યા.

એવા સમાચાર છે કે, તેઓ કુવૈત અને સુરીનામમાં વિઝિટિંગ પ્રોફેસર પણ રહ્યા. BBCના એક રિપોર્ટ મુજબ, અબ્દુલ સલામનું કહેવું છે કે તેઓ (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) એક એવા વ્યક્તિ છે, જેમણે મને મંત્રમુગ્ધ કરી દીધા છે. આખી દુનિયા મોદીજીની આસપાસ ફરી રહી છે. આ તેમનું વ્યક્તિત્વ, વિચાર, મિશન અને કામની તાકત છે. તેમના મનમાં બધાને સાથે લઈને ચાલવાના ભાવ છે. તેઓ આખા દેશને એક નજરથી જુએ છે. તમે એવા કોઈ બીજા નેતાનું નામ લઈ લો, હું તેમની સાથે ઊભો થઈ જઈશ. મેં 21 વર્ષોમાં તેમને ગુજરાતથી દિલ્હી પહોંચતા જોયા છે.

અબ્દુલ સલામ સ્થાનિક મૌલવીઓ પર પણ સવાલ ઉઠાવે છે. રિપોર્ટ્સ મુજબ, તેમણે કહ્યું કે, સ્થાનિક મુલ્લાઓની વાતો પર ધ્યાન આપવાની જરૂરિયાત નથી કે આ કાફિર કે ફલાણા. કાફિર શું હોય છે? જ્યાં સુધી તમે ઇસ્લામ સ્વીકાર્યો નહોતો ત્યાં સુધી તમે પણ કાફિર જ હતા. તેમને કાફિર રહેવા દો. મારું અસલી કામ મોદીની રોશનીમાં આ અજ્ઞાન સમાપ્ત કરવાનું છે. મારો મંત્ર છે, અલ્લાહ, કુરાન, બાઇબલ અને ભગવદ્ ગીતામાં ભરોસો રાખો. બધા ધાર્મિક ગ્રંથોને જુઓ, તો તમને નજરે પડશે કે દરેક જગ્યાએ પ્રેમ અને ખ્યાલ રાખવાની શિખામણ આપવામાં આવી છે. મોદી તેમાં જ વિશ્વાસ રાખે છે.

તેઓ કહે છે કે મેં મોદીથી સારા વ્યક્તિ જોયા નથી. તેઓ હિન્દુ હશે, પરંતુ આ તેમની અયોગ્યતા નથી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કથિત મુસ્લિમ વિરોધી છબીને લઈને કહ્યું કે, આ વિરોધીઓ દ્વારા ઘડવામાં આવેલું નેરેટિવ છે. રિપોર્ટ મુજબ, તેમણે કહ્યું એક, સાચી વાત તો એ છે કે આ બધુ નકલી છે. તેઓ કોઈ ઘટના માટે સીધી રીતે જવાબદાર નહોતા. બધુ કાલ્પનિક નેરેટિવ છે. તમે એ લોકો સાથે વાત કરો, જે એક તરફ ઝૂકેલા નથી અને તથ્યોને ધ્યાનમાં રાખીને વિશ્લેષણ કરો.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું પડશે, કારણ કે તેમાં ઘટાડો થવાની સંભાવના છે....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન
Copyright (c) Khabarchhe All Rights Reserved.