ટિકિટ કપાયા બાદ વરુણ ગાંધી કોંગ્રેસની ટિકિટ પર આ સીટ પર ચૂંટણી લડે તેવી ચર્ચા

રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આઉટગોઇંગ સાંસદ સોનિયા ગાંધી આ વખતે અહીં ચૂંટણી લડી રહ્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને ટિકિટ આપી શકે છે. તેનો સામનો કરવા માટે BJPએ વરુણ ગાંધી સાથે વાત કરી છે. વરુણ ગાંધીએ નિર્ણય લેવા માટે સમય માંગ્યો છે.

લોકસભા ચૂંટણી 2024 માટે, રાયબરેલી અને કૈસરગંજ જ એવી બે બેઠકો છે જ્યાં BJP હજુ સુધી ઉમેદવારો ઉભા કરી શક્યું નથી. સૂત્રોનો દાવો છે કે, BJPના ટોચના નેતૃત્વએ વરુણ ગાંધી સાથે રાયબરેલીમાં ચૂંટણી લડવા અંગે વાત કરી છે. વરુણની ટિકિટ અગાઉ પીલીભીત સીટ પરથી રદ કરવામાં આવી હતી. એવી ચર્ચા છે કે, કોંગ્રેસ આ વખતે રાયબરેલીથી પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં વરુણે તેની પિતરાઈ બહેન સામે લડવું કે નહીં તે નક્કી કરવા માટે સમય માંગ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે વરુણ ગાંધીએ નક્કી કરવાનું છે કે તેમણે ચૂંટણી લડવી કે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે, પીલીભીતથી ટિકિટ ન મળતા વરુણ ગાંધીએ તેમના વિસ્તારના લોકોને એક ભાવુક પત્ર લખ્યો હતો. આમાં તેણે લખ્યું હતું કે, તે રાજકારણમાં સામાન્ય માણસનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે, પછી ભલે ગમે તેટલી કિંમત ચૂકવવી પડે. વરુણે લખ્યું, 'હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે, મને વર્ષો સુધી પીલીભીતના મહાન લોકોની સેવા કરવાનો મોકો મળ્યો. પીલીભીતમાંથી મને મળેલા આદર્શો અને સાદગીનો મારા ઉછેર અને વિકાસમાં માત્ર એક સાંસદ તરીકે જ નહીં પણ એક વ્યક્તિ તરીકે પણ મોટો ફાળો છે. તમારા પ્રતિનિધિ બનવું એ મારા જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે અને મેં હંમેશા તમારું સારું થાય તે માટે મારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ અવાજ ઉઠાવ્યો છે.'

એવી ચર્ચા ચાલી રહી છે કે, BJPએ રાયબરેલી લોકસભા સીટ પર સર્વે કર્યો હતો, જેમાં વરુણ ગાંધીનું નામ સૌથી આગળના ઉમેદવાર તરીકે સામે આવ્યું હતું. આ જ કારણ છે કે, BJPની ટોચની નેતાગીરીએ વરુણ ગાંધીને રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે તૈયાર કરવાના પ્રયાસો તેજ કર્યા છે. રાયબરેલી બેઠક કોંગ્રેસનો ગઢ છે. 2019માં કોંગ્રેસના ખાતામાં માત્ર એક જ સીટ આવી હતી. સોનિયા ગાંધી અહીંથી સતત સાંસદ તરીકે ચૂંટાયા છે. આ વખતે સોનિયા ગાંધી રાજસ્થાન ક્વોટામાંથી રાજ્યસભામાં ગયા છે.

About The Author

Related Posts

Top News

ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હોય કે તેમનું બોર્ડ, મોટા ભાગે કોઈક ને કોઈ વિવાદને કારણે ચર્ચામાં બન્યા રહે છે. આવો...
Sports 
ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ભાજપના ધારાસભ્યની ગુંડાગર્દીના એક સમાચાર સામે આવ્યા છે. વંદે ભારતમાં એક યાત્રીએ સીટ બદલવાનો ઇન્કાર કર્યો તો આ ધારાસભ્યોના સમર્થકોએ...
National 
ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ખેલાડીને ટેસ્ટમાં કાળા મોજા પહેરવા માટે સજા થઈ હોય! હવે એવું થતા કદાચ...
Sports 
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?

2 મહિનાથી વહુ ગૂમ હતી, ઘરની સામે ખાડો ખોદ્યો તો ખબર પડી સાસરિયાઓએ જ દાટી દીધેલી

હરિયાણાના ફરીદાબાદમાં એક મહિલાનો મૃતદેહ ઘરની સામે જ ખાડો ખોદીને શોધી કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી...
National 
2 મહિનાથી વહુ ગૂમ હતી, ઘરની સામે ખાડો ખોદ્યો તો ખબર પડી સાસરિયાઓએ જ દાટી દીધેલી
Copyright (c) Khabarchhe All Rights Reserved.