‘… તો અમે PM મોદી સાથે છીએ’, માયાવતીએ લખનૌ રેલીથી ખુલ્લા સમર્થનની કરી દીધી જાહેરાત

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ફરી એકવાર બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રમુખ માયાવતીના શક્તિ પ્રદર્શનનું સાક્ષી બન્યું. કાંશીરામની પુણ્યતિથિ પર કાંશીરામ મેમોરિયલ પાર્કમાં વિશાળ ભીડ એકઠી થઈ હતી. ઉત્તર પ્રદેશ જ નહીં, પરંતુ પડોશી રાજ્યોના BSP સમર્થકોએ પણ ભાગ લીધો હતો. મંચ પરથી માયાવતીએ સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તો, માયાવતીએ ફરી એકવાર ભાજપ પ્રત્યે નરમ વલણ બતાવ્યું. આટલું જ નહીં, તેમણે એક નિર્ણય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું સમર્થન પણ આપ્યું.

Mayawati
hindustantimes.com

માયાવતીએ પોતાની રેલીમાં કહ્યું કે, ‘જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલી ઘટનામાં ઘણી મહિલાઓના સિંદૂર ઉજડી ગયા, જે અત્યંત દુઃખદ છે. જો સુરક્ષા વ્યવસ્થા અગાઉથી કરવામાં આવી હોત, તો આ હુમલો અટકાવી શકાતો હતો. આ સાથે જ આપણી વિદેશ નીતિ પણ જનહિતમાં હોવી જોઈએ. કેન્દ્ર સરકારે પણ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફથી સતર્ક રહેવાની જરૂર છે. તાજેતરમાં જ, કેન્દ્ર સરકારે સ્વદેશીને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર થવાની વાત કરી છે. જો આ નિર્ણય પોકળ સાબિત ન થાય, તો અમારી પાર્ટી કેન્દ્ર સરકારના આ નિર્ણયનું સ્વાગત કરશે.

Mayawati1
theprint.in

લખનૌની રેલીમાં માયાવતીએ એમ પણ કહ્યું કે, ‘તેઓ 2027ની વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. વર્ષ 1993 અને વર્ષ 1996ની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા માયાવતીએ કહ્યું કે જ્યારે-જ્યારે BSPએ અન્ય પક્ષો સાથે ગઠબંધન કર્યું છે, ત્યારે પાર્ટીની બેઠકો અને વોટ શેર ઘટ્યો છે. ગઠબંધનમાં BSPના મત અન્ય પક્ષોમાં ટ્રાન્સફર થાય છે, પરંતુ તેમની પાર્ટીને ઉચ્ચ જાતિના સમાજના મત મળતા નથી. એટલે 2027ની વિધાનસભા ચૂંટણીમાં BSP એકલા હાથે લડશે.

અખિલેશ યાદવે BSP પ્રમુખ માયાવતીના આરોપોનો જવાબ આપ્યો છે. અખિલેશ યાદવે ભાજપ અને BSP વચ્ચે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો. માયાવતીએ ​​કાંશીરામની પુણ્યતિથિ પર SP પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે, અખિલેશ યાદવ એક બાદ એક તેમને જવાબ આપી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

બોલિવૂડ અભિનેતા સલમાન ખાને તેની આગામી સૂચિત ફિલ્મ ‘કાલા હિરન: ધ બેટલ ફોર લેગસી’ ના નિર્માતાઓ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી...
Entertainment 
સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે શેરબજારમાં અદભુત તેજી જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ હોવાના અહેવાલો વહેતા...
Business 
એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

પશ્ચિમ બંગાળના રાજકારણની અસર હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી શકે છે. તૃણમૂલ કોંગ્રેસમાં થયેલા આ ભંગાણના કારણે મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેની...
National 
TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો

બિહારમાં પુલ બનાવવાથી લઈને તેમના તૂટી પડવા સુધીની અનેક ગેરરીતિઓ જોવા મળી છે. તેનું તાજેતરનું ઉદાહરણ છે પૂર્વ ચંપારણ જિલ્લામાં...
National 
બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.