દુકાનવાળો 1 લાખના સિક્કા લઈ ગયો, ચેન લઈ પત્નીને સરપ્રાઈઝ આપવા માંગતો હતો, સોનીએ ગણ્યા વગર ચેઈન આપી

ઉત્તર પ્રદેશના કાનપુરથી એક એવી વાત બહાર આવી છે, જે લોકોના દિલને સ્પર્શી ગઈ છે. 22 વર્ષનો એક પાન વેચનાર તેની પત્નીને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માંગતો હતો. આ માટે તેણે એક વર્ષ સુધી સખત મહેનત કરીને 20 રૂપિયાના સિક્કા ભેગા કર્યા અને પુરા 1 લાખ રૂપિયા ભેગા કર્યા. તે આ સિક્કાઓ લઈને સોનીની દુકાને પહોંચ્યો. યુવકનું સ્વપ્ન હતું કે તે તેની પત્નીને સોનાની ચેઈન ભેટમાં આપે. જોકે તેની પત્નીએ ક્યારેય તે માંગી ન હતી, તે પત્નીની દિલની ઇચ્છા સમજી શકતો હતો.

કાનપુરના HAL ચાર રસ્તા પર પાનની દુકાન ચલાવતા અભિષેક યાદવના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. તેની નાની દુકાનમાંથી જ્યાં ઘર ખર્ચ ચલાવવો મુશ્કેલ હતો, તેથી પત્નીએ ક્યારેય તેની પાસે કંઈ માંગતી ન હતી. પરંતુ તેના મનમાં સોનાની ચેઈન પહેરવાની ઇચ્છા હતી, અને અભિષેક તેની તે ઈચ્છા જાણો ગયો અને તેને પુરી કરવા માંગતો હતો.

Kanpur-Paan-Shopkeeper.jpg-2

તેની પત્નીને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માંગતા, અભિષેકે તેની દુકાનમાં આવતા 20 રૂપિયાના સિક્કાને ભેગા કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેણે એક વર્ષમાં 1 લાખ રૂપિયાના સિક્કા ભેગા કરી લીધા.

ત્યાર પછી, અભિષેકે 20 રૂપિયાના સિક્કાઓથી એક થેલી ભરી અને અહિરવાન વિસ્તારના સોનાના વેપારી મહેશ વર્માની દુકાને ગયો. તેણે સિક્કાઓ સોનીના ટેબલ પર ગોઠવી દીધા અને કહ્યું, 'ભાઈ, હું મારી પત્નીને સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે સોનાની ચેઇન આપવા માંગુ છું. આ 1 લાખ રૂપિયાના સિક્કા છે જે મેં છેલ્લા એક વર્ષમાં એકત્રિત કર્યા છે. મહેરબાની કરીને તમે આને લઇ લેશો.'

Kanpur Shopkeeper.jpg-3

શરૂઆતમાં, મહેશ વર્માએ આટલા બધા સિક્કા સ્વીકારવાનો ઇનકાર કર્યો, અને કહ્યું કે બેંકો પણ આટલી મોટી માત્રામાં સ્વીકારતી નથી. પરંતુ જ્યારે અભિષેકે હાથ જોડીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી, ત્યારે સોની ભાવુક થઈ ગયો.

અભિષેકે કહ્યું, 'હું મારી પત્નીને સરપ્રાઈઝ આપવા માંગુ છું. તેણે ક્યારેય કોઈ વસ્તુ માંગી નથી અને તે  સોનાની ચેઇન ઇચ્છે છે, પરંતુ મારી નાની પાનની દુકાન જોઈને, તે તેની પણ માંગણી કરતી નથી. મેં એક વર્ષ દરમિયાન આ 1 લાખ સિક્કા ભેગા કર્યા છે.' તેની પત્ની પ્રત્યેનો પ્રેમ જોઈને, સોની મહેશ વર્માએ સિક્કા સ્વીકાર્યા અને તેને સોનાની ચેઇન આપી દીધી.

Kanpur-Paan-Shopkeeper.jpg-4

અભિષેક દિવાળી પહેલા કરવા ચોથ પર તેની પત્નીને સોનાની ચેઈન ભેટમાં આપવા માંગતો હતો. પરંતુ જ્યારે સોનાનો ભાવ એક લાખને વટાવી ગયો, ત્યારે તે હિંમત હારી ગયો. તેમ છતાં, તેણે સિક્કા એકઠા કરવાનું ચાલુ રાખ્યું. જ્યારે તેની પાસે એક લાખ સિક્કા થઇ ગયા, ત્યારે તે બધા એક થેલીમાં પેક કરીને દુકાને ગયો.

અભિષેકનો તેની પત્ની પ્રત્યેનો પ્રેમ જોઈને, સોની સંમત થયો. તેણે બધા સિક્કા ગણ્યા વિના એક થેલીમાં મૂકી દીધા અને અભિષેકને લગભગ એક લાખ રૂપિયાની સોનાની ચેઈન આપી દીધી. મહેશ વર્મા કહે છે, 'જ્વેલર્સની દુકાનમાં મારા આટલા વર્ષોમાં, મેં ક્યારેય કોઈને આ રીતે ચેઈન ખરીદતા જોયા નથી. મને લાગ્યું કે હું પણ મારી પત્નીને પ્રેમ કરું છું. પરંતુ તેના પત્ની પ્રત્યેના પ્રેમને જોઈને, મને લાગ્યું કે મારે તેની વિનંતી પૂરી કરવી જોઈએ. હું ગમે તે રીતે આ સિક્કાઓને ક્યાંક એડજસ્ટ કરી લઈશ.'

Kanpur-Paan-Shopkeeper.jpg-5

મહેશ વર્માએ કહ્યું, 'મેં ક્યારેય આટલી સાચી લાગણી અને પ્રેમ જોયો નથી. પૈસાને તો પાછળથી પણ જોઈ લઈશ, પણ હું એવું ઇચ્છતો ન હતો કે તેની ઇચ્છા અધૂરી રહે.' ત્યારપછી અભિષેકે તેની પાનની દુકાન બંધ કરી અને તેની પત્નીને લેવા તેના સાસરિયાના ઘરે નીકળી ગયો. તે એવું ઈચ્છતો હતો કે, તેની પત્નીના પિયરમાં જ તેને આ સોનાની ચેઇન ભેટમાં આપીને તેની ખુશીને વધારવા માંગતો હતો.

About The Author

Related Posts

Top News

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ )...
Lifestyle 
આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર
Copyright (c) Khabarchhe All Rights Reserved.