એક મેસેજથી બદલાઈ ગયો વરરાજો! મોટાભાઈની જગ્યાએ નાનાભાઈએ લગ્ન કરવા પડ્યા

બિહારના બગાહામાં એક લગ્નમાં હલ્દી સમારોહ દરમિયાન વરરાજાની કહેવાતી પહેલી સામે આવી હતી, ત્યારે એક હાઇ-વોલ્ટેજ ડ્રામા થતા સન્નાટો છવાઈ ગયો. કલાકો પહેલા જે ઘરમાં લગ્નના ગીતો ગુંજી રહ્યા હતા, તે ઘર પંચાયત, ચર્ચા અને સમાધાનના વાતાવરણમાં ફેરવાઈ ગયું. આ ઘટના ઠકરહા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નવકા ટોલા બેલવારીપટ્ટી ગામમાં બની હતી. ગામના રહેવાસી લલન ચૌધરીએ પોતાના મોટા દીકરાના લગ્ન ગોપાલગંજની એક યુવતી સાથે ગોઠવ્યા હતા. ઘરમાં હલ્દી લગાવવાનો સમારંભ ચાલી રહ્યો હતો, સંબંધીઓ અને મહેમાનો લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા, અને ત્યાર પછીના દિવસે લગ્નની જાન નીકળવાની હતી.

Groom-Brother1
timesofindia.indiatimes.com

પરંતુ અચાનક, કન્યાના મોબાઇલ ફોન પર એક વોટ્સએપ મેસેજ આવ્યો, જેના કારણે આખું વાતાવરણ બદલાઈ ગયું હતું. મેસેજ મોકલનાર મહિલાએ પોતાને વરરાજાની પહેલી પત્ની તરીકે ઓળખાણ આપી હતી. તેણે જેના લગ્ન થવાના હતા તે વરરાજા સાથેના પોતાના ફોટા, તેમના સંબંધોની વિગતો અને લગ્ન સંબંધિત કથિત પુરાવા પણ મોકલ્યા. મહિલાએ દાવો કર્યો હતો કે, તે લગભગ 9 વર્ષથી તે યુવક સાથે રહેતી હતી અને તેમને 3 પણ બાળકો છે. આ માહિતી કન્યાના પરિવાર સુધી પહોંચતાની સાથે જ લગનવાળા ઘરમાં અફરાતફરી મચી ગઈ.

કન્યાનો પરિવાર તાત્કાલિક ગામમાં પહોંચ્યો, અને પછી શરુ થઇ ગયો સવાલ-જવાબ, આરોપ-પ્રત્યારોપ અને પંચાયત બોલાવવાનું વાતાવરણ ઉભું થઇ ગયું. લગ્ન તૂટી જવા સુધીની વાત આવી ગઈ હતી. ગામલોકો, સંબંધીઓ અને બંને પરિવારોએ આ મામલો ઉકેલવા માટે કલાકો સુધી પ્રયાસ કર્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, છોકરાના પરિવારને પહેલાથી જ આ સંબંધની જાણ હતી, પરંતુ છોકરીના પરિવારને કોઈ ખબર નહોતી. યુવકની પત્ની હોવાનો દાવો કરતી મહિલાએ ન્યાયની માંગણી કરી અને પોલીસ ફરિયાદ નોંધાવવાની ધમકી પણ આપી.

Groom-Brother2
tv9hindi.com

કલાકો ચાલેલી પંચાયત મિટિંગ પછી, આખરે એક એવો નિર્ણય આવ્યો, જેણે બધાને ચોંકાવી દીધા. છોકરીના લગ્ન મોટા ભાઈને બદલે નાના ભાઈ સાથે કરાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. શરૂઆતમાં, છોકરીના પરિવારે આનો વિરોધ કર્યો, પરંતુ ત્યાર પછી, સામાજિક દબાણ અને પુત્રીના ભવિષ્યને કારણે, તેઓ સંમત થઇ ગયા.

આ પછી, લગ્નનું આખું સમીકરણ રાતોરાત બદલાઈ ગયું. જે યુવકના નામથી પહેલા જ હલ્દીનો સમારોહ થઇ ગયો હતો, તેના બદલે નાના ભાઈને વર બનાવવામાં આવ્યો. પછી, એ જ મંડપમાં, નાના ભાઈએ 'સેહરા' (પાઘડી) બાંધી અને લગ્નની જાન કન્યાના ઘરે લઈ ગયા. આ લગ્ન હવે ગામમાં ચર્ચાનો સૌથી મોટો વિષય બની ગયો છે. લોકો તેની તુલના ફિલ્મી વાર્તા સાથે કરી રહ્યા છે. આ બાજુ, પોલીસ કથિત પહેલી પત્નીના દાવાઓ અને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.