- National
- UPની યુનિવર્સિટીમાં ABVPની મારામારી, VC અને પોલીસની કરી ધોલાઈ, જુઓ વીડિયો
UPની યુનિવર્સિટીમાં ABVPની મારામારી, VC અને પોલીસની કરી ધોલાઈ, જુઓ વીડિયો

દીનદયાલ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટીમાં ધરણા પર બેઠેલા ABVPન વિદ્યાર્થીઓએ શુક્રવારે વાઈસ ચાંસલર અને પોલીસની સાથે મારામારીની સાથે ધક્કામુક્કી કરી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓની ગુંડાગીરી જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથે ધરવામાં આવી છે.
ABVPના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના કેમ્પસમાં ફી વધારાને લઇ પોતાની માંગોને લઇ ઘણાં દિવસોથી ધરણા પર છે. એક અઠવાડિયા પહેલા પણ વિદ્યાર્થીઓએ ચીફ પ્રોક્ટરની સાથે મારામારી કરી હતી. જેમાં 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો હવે ABVPના વિદ્યાર્થીઓએ વાઈસ ચાંસલર, રજિસ્ટ્રાર અને પોલીસની સાથે મારામારી કરી છે.
શુક્રવારે બપોરે વિદ્યાર્થીઓ વાઈસ ચાંસલરને મળવા જઇ રહ્યા હતા. એવામાં તેમને રોકવા રજિસ્ટ્રાર ત્યાં પહોંચ્યા તો વિદ્યાર્થીઓ ગુસ્સે થઇ ગયા અને ધક્કામુક્કી શરૂ કરી દીધી. ઘટના સ્થળે મોજૂદ પોલીસે વિદ્યાર્થીઓને રોકવાની કોશિશ કરી તો તેમની સાથે પણ ABVPના વિદ્યાર્થીઓ બાખડી પડ્યા. ત્યાર પછી પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
VCનું ગળુ પકડી ધક્કામુક્કી કરી
આ ઘટનાને લઈ યુનિવર્સિટી કેમ્પસમાં હંમાગો શરૂ થઇ ગયો. ABVP કાર્યકર્તાઓએ વાઈસ ચાંસલરની ઓફિસમાં ઘૂસીને તોડફોડ પણ કરી. દરવાજો ઉખાડીને ફેંકી દેવામા આવ્યો. આ ઘટના અંગે સૂચના મળતા જ ભારે ફોર્સમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ. કાર્યકર્તાઓએ પોલીસ સાથે પણ મારપીટ કરી. જ્યારે બપોરે 3 વાગે VC પોલીસના સુરક્ષા ઘેરામાં તેમની ઓફિસમાંથી બહાર નિકળ્યા તો કાર્યકર્તાઓને લાગ્યુ કે તેઓ વાત કરવા આવી રહ્યા છે. પણ જેવા તે લિફ્ટ તરફ ગયા તો નારાજ કાર્યકર્તાઓએ હુમલો કરી દીધો. પોલીસનો સુરક્ષા ઘેરો તોડીને કાર્યકર્તાઓએ વાઈસ ચાંસલરની ગર્દન પકડી લીધી. ત્યાર પછી ધક્કામુક્કી કરવા લાગ્યા.
ANI wants to put out a clarification. But is confused whether to put out clarification by ABVP or Gorakhpur Police. https://t.co/g5yjj2kj1l
— Mohammed Zubair (@zoo_bear) July 21, 2023
ઘટનાની જાણકારી આપતા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રણધીર મિશ્રાએ જણાવ્યું કે બંને પક્ષોની વાત સાંભળવામાં આવી છે. સીસીટીવ ફૂટેજ જોઈ રહ્યા છીએ. વીડિયોમાં મારપીટ કરી રહેવા વિદ્યાર્થીઓની ઓળખ કરી લેવામાં આવી છે. તપાસ કરી દોષીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં ઉપરી અધિકારીઓ સાથે પણ વાત કરવામાં આવી રહી છે.