- National
- બાજુમાં પડ્યું હતું પતિનું શબ અને પત્ની સાથે આરોપી કરી રહ્યો હતો બળાત્કાર
બાજુમાં પડ્યું હતું પતિનું શબ અને પત્ની સાથે આરોપી કરી રહ્યો હતો બળાત્કાર
છત્તીસગઢના અંબિકાપુરથી એક રૂવાડા ઊભા કરી દેનારી ઘટના સામે આવી છે. જ્યાં એક બદમાશે પહેલા એક યુવકને મોતને ઘાટ ઉતારી દીધો અને પછી તેની પત્ની સાથે રેપ કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી સોમવારે અડધી રાત્રે દંપતીના ઘરે પહોંચ્યો હતો અને યુવકને કહેવા લાગ્યો કે તેની પત્ની સાથે તેના આડા સંબંધ છે. આ વાત પર બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. વાત એટલી વધી ગઈ કે આરોપીએ દંડાથી મહિલાના પતિના માથા પર વાર કર્યો અને તેનું મોત થઈ ગયું, પછી આરોપીએ પતિના શબની બાજુમાં તેની પત્નીને ડરાવી ધમકાવીને રેપ કર્યો.

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી. શબને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી. મૃતકની પત્નીની ફરિયાદના આધાર પર પોલીસે હત્યા અને રેપનો કેસ નોંધી લીધો અને મહિલાને મેડિકલ માટે મોકલી. પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 302, 376 અને 506 હેઠળ કેસ નોંધી લીધો છે. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આ ઘટના શહેરના મણિપુર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત થઈ.
દર્રીપારા સ્થિત નિર્માણાધીન મકાનમાં ઝુંપડી બનાવીને જશપુરનો રહેવાસી 42 વર્ષીય સુખલાલ રહેતો હતો. આ દરમિયાન રાત્રે લગભગ 12:00 વાગ્યે પૂર્વ પરિસચિત કાર્તિક કોરવા (ઉંમર 21 વર્ષ) સુખલાલ ઝુંપડીએ પહોંચ્યો અને દંપતી સાથે ગેરવર્તન કરવા લાગ્યો. આરોપી કાર્તિકે સુખલાલને કહ્યું કે તેની પત્ની સાથે તેના આડા સંબંધ છે. એ વાતને લઈને બંને વચ્ચે વિવાદ થવા લાગ્યો. પછી કાર્તિકે દંડાથી જોરદાર વાર કરીને સુખલાલને મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસનું કહેવું છે કે, આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ, જ્યારે કાર્તિક મોડી રાત્રે દંપતીના ઘરમાં ઘૂસ્યો તો દંપતી વચ્ચે બહેસ છેડાઈ. સુખલાલ પોતાની પત્ની પર કાર્તિક સાથે સંબંધ હોવાની આશંકા હતી. ત્યારબાદ ઝઘડાએ ભયાનક સ્વરૂપ લઈ લીધું અને કાર્તિકે સુખલાલને મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસે મહિલાની ફરિયાદના આધાર પર આરોપી વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. તો આરોપીએ પોલીસ કસ્ટડીમાં ગુનો કબૂલી લીધો છે. ત્યારબાદ પોલીસે IPCની સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધીને તેને જેલ મોકલી આપ્યો છે.

