- National
- ટ્રેનમાં થયું કંઈક એવું કે ગુસ્સામાં બારીનો કાંચ તોડવા લાગી મહિલા, વીડિયો પર રેલવેએ આપી પ્રતિક્રિયા
ટ્રેનમાં થયું કંઈક એવું કે ગુસ્સામાં બારીનો કાંચ તોડવા લાગી મહિલા, વીડિયો પર રેલવેએ આપી પ્રતિક્રિયા
આજે પણ ભારતમાં મોટી વસ્તી એવી છે, જે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. તમે પણ કદાચ એવા લોકોમાંથી એક હશો, જે ટ્રેનને મુસાફરી માટે પોતાનો પહેલો વિકલ્પ માને છે. લોકો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે હંમેશાં પોતાના સામાનનું ખૂબ ધ્યાન રાખે છે. તેઓ હંમેશાં ડરતા હોય છે કે તેમનો સામાન ક્યાંક ચોરાઈ ન જાય, આવું એટલા માટે કેમ કે તેમની સાથે ક્યારેક ને ક્યારેક આવું થયું હશે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ચોરી પછીનો છે.

હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા બેઠી છે અને ત્યાં કાંચના ટુકડા પડ્યા છે. મહિલા પાસે પ્લાસ્ટિકની વસ્તુ હોય તેવું લાગે છે, જે કદાચ સીટો વચ્ચે આપવામાં આવેલું સ્ટેન્ડ છે. મહિલા એ જ વસ્તુથી બારીના કાચ તોડતી જોવા મળે છે. આ જોઈને વીડિયો બનાવનાર શખ્સે અથવા કોઈ બીજાએ તેને પૂછ્યું કે તેનું પર્સ કોણ લઈ ગયું? તો તે બોલે તેને ખબર નથી. ત્યારબાદ જ્યારે પૂછવામાં આવે છે કે, તે બારીના કાચ કેમ તોડી રહી છે, ત્યારે તે કહે છે કે તેને માત્ર તેનું પર્સ જોઈએ છે. તે વારંવાર આ RPFવાળાને બોલાવવાનું કહે છે.
https://twitter.com/Vakil_sahab029/status/1983360502932836379
આ વીડિયો X પ્લેટફોર્મ પર @Vakil_sahab029 નામના એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે, ‘ટ્રેન નંબર 20957 ઇન્દોરથી દિલ્હી, દિલ્હી પહોંચતા જ એક મહિલાનું પર્સ ચોરાઈ ગયું. પોલીસ અને વહીવટીતંત્ર તરફથી કોઈ મદદ ન મળવાથી હતાશ થઈને મહિલા AC કોચની બારીનો કાચ તોડીને પોતાનો ગુસ્સો ઉતારવા લાગી, જ્યાં તે બેઠી હતી.’ હવે, આ વીડિયો જોયા બાદ, રેલવે સેવા એકાઉન્ટે આ મામલે વધુ માહિતી માટે તેને પોસ્ટ કરનાર વ્યક્તિ પાસેથી મદદ માગી છે.

