- National
- BJP સાંસદને ઘરે 10 વર્ષના બાળકની લટકતી લાશ મળી, MPએ જાણો શું કહ્યું
BJP સાંસદને ઘરે 10 વર્ષના બાળકની લટકતી લાશ મળી, MPએ જાણો શું કહ્યું
.jpg)
આસામના સિલચરમાં ભાજપના સાંસદ રાજદીપ રોયના ઘરે શનિવારે સાંજે એક 10 વર્ષના બાળકની લટકતી લાશ મળી છે. પોલીસે જાણકારી આપતા કહ્યું કે બાળકના મૃતદેહને પોસ્ટમોટમ માટે સિલચર મેડિકલ કોલેજમાં મોકલી આપવામાં આવ્યો છે. મરનાર બાળકનું નામ પણ રાજદીપ રોય જ હતું.
બાળકના પરિવારના લોકોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે તેઓ કછાર જિલ્લાના પાલોંગ ઘાટના રહેવાસી છે. મૃતક બાળકની માતા સાંસદ રાજદીપ રોયના ઘરે કામવાળી તરીકે કામ કરતીહતી. બાળકની માતા તેના બે સંતાનાનો ઉજ્જવળ ભવિષ્ય અને સારું શિક્ષણ મળી રહે તેના માટે સિલચર આવી હતી. તેણીનો બાળક 5માં ધોરણમાં ભણતો હતો અને દીકરી 8માં ધોરણમાં ભણતી હતી.
ઘરમાં કામ કરતી મહિલાના બાળકના મોતના સમાચારની જાણ થતા સાસંદ રાજદીપ રોય ઘરે પહોંચ્યા હતા અને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે જે રૂમમાંથી બાળકની લાશ મળી તે રૂમ અંદરથી બંધ હતો. પોલીસે જ્યારે દરવાજો તોડ્યો તો બાળક બેહોશ હતો, તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયું હતું. સાંસદે કહ્યું કે બાળક ભણવામાં ખુબ હોંશિયાર હતો. તેનું મોત મારા માટે વ્યક્તિગત નુકશાન છે.
Assam | A 10-year-old boy allegedly died by suicide by hanging himself. My staff called the police they broke open the locked room and took the body to the medical college, but he was declared dead. I immediately called SP Numal Mahatta and urged the police to follow SOPs for… pic.twitter.com/blbKG6KbOE
— ANI (@ANI) August 27, 2023
સાસંદે કહ્યુ કે કામવળી તેના પરિવાર સાથે પહેલા માળે રહેતી હતી. તેનો નાનો પુત્ર ભણવામાં હોંશિયાર હતો અને તેને સ્કુલમાં એડમિશન મેં જ અપાવ્યુ હતું.તેની માતા એક જવાબદાર પેરન્ટ છે.
સાસંદ રાજદીપ રોયે કહ્યું કે જ્યારે મરનાર બાળકની માતા તેની દીકરી સાથે બહાર જઇ રહી હતી ત્યારે એ બાળકે તેની માતા પાસે મોબાઇલ માંગ્યો હતો. જેને આપવાનો તેની માતાએ ઇન્કાર કરી દીધો હતો.તેમણે કહ્યું કે બાળકે આત્મહત્યા કરી હોય તેવું લાગે છે, પરંતુ હું એ વિશે ચોક્કસ કહી શકું નહીં. મે પોલીસને તપાસ કરવા કહ્યું છે.
પોલીસે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે.તેના પરિવારના લોકોએ કહ્યુ હતું કે બાળકે વીડિયો ગેમ રમવા માટે ફોન માંગ્યો હતો, પરંતુ પરિવારે ફોન આપવાનો ઇન્કાર કરી દીધો હતો એટલે બાળક નારાજ હતો. પોલીસે કહ્યું કે અમે ઘરની તપાસ કરી છે અમે દરેક બાબતને ગંભીરતાથી લઇને તપાસ કરવામાં આવી રહી છે.