- National
- Video: જ્યારે ટીના ડાબીની સામે બિહારના DMએ ગાયુ હતું ગીત- સંભાલો મુજકો...
Video: જ્યારે ટીના ડાબીની સામે બિહારના DMએ ગાયુ હતું ગીત- સંભાલો મુજકો...

બિહારના એક યુવા IAS ઓફિસર દ્વારા ગાયેલું એક ગીત આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબજ વાયરલ થઈ રહ્યું છે. 2016 બેચના IAS અધિકારી રિચી પાંડે, જહાનાબાદના DM છે. ફેમસ IAS ટીના ડાબી પણ સાથે છે, જેમણે ગીત પર ડાન્સ કર્યો હતો. આ વીડિયો હાલમાં જ સામે આવ્યો છે. DM રિચી પાંડેએ એક ન્યુઝમાં કહ્યું હતું કે, આ વીડિયો IAS ટ્રેનીંગ સેન્ટર મસુરીના ફેરવેલનો છે. તેમની સાથે સ્ટેજ પર જોવા મળતી મહિલા IAS ટીના ડાબી છે. ટીના હાલ રાજસ્થાનના જેસલમેરની DM છે.
મજબૂત શૈલી અને સુરીલા અવાજથી સમૃદ્ધ એવા 2016ના બેચના યુવા IAS ઓફિસર રિચી પાંડેની જનાહાબાદમાં 11 મે, 2022ના રોજ જિલ્લા અધિકારી તરીકેની પોસ્ટિંગ કરવામાં આવી હતી. રિચી પાંડેની ઓળખ જિલ્લામાં એક કડક અને ઈમાનદાર જિલ્લાધિકારીના રૂપમાં છે. આ પદ સંભાળ્યા બાદથી, રિચી પાંડે જિલ્લાના વહિવટી તંત્રને સુધારવા અને વિકાસની ગતિને નવી ધાર આપવા માટે સતત કાર્યશીલ રહ્યા છે. તેઓ કાર્ય સંસ્કૃતિમાં પરિવર્તન લાવવા માટે કર્મચારીઓ અને અધિકારીઓને ફટકાર પણ લગાવે છે. આ પહેલા પણ રિચી પાંડેના ઘણા વીડિયો વાયરલ થયા છે.
जहानाबाद के डीएम रिची पांडेय का एक और वीडियो देखिए.... मसूरी में आईएएस ट्रेनिंग सेंटर में फेयरवेल के समय किस तरह शमा बांधा गया है. इस वीडियो में उनके साथ स्टेज शेयर कर रही चर्चित आईएएस टीना डाबी हैं. pic.twitter.com/YjJcu22Xb3
— Prakash Kumar (@kumarprakash4u) August 1, 2022
IAS ઓફિસર રિચી પાંડેની પત્ની તાવિશી બહલ પાંડે IFS ઓફિસર છે. પટનાના પાસપોર્ટ કાર્યાલયમાં તે સેવા બજાવી રહી છે. તાવિશી બહલ પાંડે પણ સહજ અને સરળ હોવાની સાથે સાથે સામાજિક ગતિવિધિઓમાં પણ હંમેશાં સક્રિય રહે છે. જોકે, રિચી પાંડેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં રિચી પાંડે ગાતા જોવા મળી રહ્યા છે. 'સંભાલો મુજકો ઓ મેરે યારોં'... આ દરમિયાન ટીના ડાબી પણ ગીત ગાય છે. રિચી પાંડેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ગાય છે, 'હર પલ યહાં જી ભર જીયો'. આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પટનામાં ડીસીસી રહેતા એક તહેવાર દરમિયાન અધિકારીઓ સાથેનો છે.
Related Posts
Top News
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Opinion
-copy.jpg)