કોકરોચ જનતા પાર્ટી ફાઉન્ડર ભારત આવશે: દિલ્હી એરપોર્ટ પર સમર્થકોને...

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે જાહેરાત કરતા જણાવ્યું છે કે, તે આગામી 6 જૂને ભારત પરત ફરશે. પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ અને છબરડાઓ મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે એક શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન શરૂ કરવા માટે તે ભારત આવી રહ્યો છે.

અભિજીત દીપકે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે આપણે બધાએ ભારતના બંધારણના માર્ગે ચાલીને એકસાથે આવવું પડશે અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ માટે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવવો પડશે. જો આપણે બધા સાથે મળીને અવાજ ઉઠાવીશું, તો તેમણે ચોક્કસપણે આપણો અવાજ સાંભળવો જ પડશે.

તેમણે પોતાના સમર્થકોને આગામી શનિવારે મોટી સંખ્યામાં એકઠા થવા વિનંતી કરી છે. દીપકેએ જણાવ્યું કે, મેં નક્કી કર્યું છે કે હું 6 જૂન, શનિવારની સવારે દિલ્હી પહોંચીશ. કૃપા કરીને તમે બધા મારી સાથે એરપોર્ટ પર જોડાઓ. ત્યાંથી આપણે બધા સાથે મળીને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જઈશું અને જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન (ધરણા) યોજવા માટેની સત્તાવાર મંજૂરી માંગીશું.

એક વીડિયો સંદેશમાં દીપકેએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, પરીક્ષાઓને લગતા વિવાદો અને વારંવાર થતા વિક્ષેપોને કારણે વિદ્યાર્થીઓ ભારે ચિંતા અને માનસિક તણાવમાં મુકાયા છે. આ પરિસ્થિતિ બદલ તેમણે સરકાર પાસે જવાબદારી અને એકાઉન્ટેબિલિટીની માંગ કરી છે.

Cockroach-Janta-Party1
hindustantimes.com

અભિજીત દીપક દ્વારા શરૂ કરાયેલી 'કોકરોચ જનતા પાર્ટી' એ યુવાનો દ્વારા સંચાલિત એક મોટું સોશિયલ મીડિયા આંદોલન અને મૂવમેન્ટ છે. તેની સ્થાપના થઈ ત્યારથી જ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે અને સમાજની ઘણી જાણીતી હસ્તીઓ (Public Figures) પણ આ મૂવમેન્ટ સાથે જોડાયેલી છે અને તેને સબ્સ્ક્રાઇબ કરી ચૂકી છે.

હવે જોવાનું એ રહેશે કે 6 જૂને તેમના ભારત આગમન બાદ દિલ્હીમાં આ વિરોધ પ્રદર્શન કેવું સ્વરૂપ ધારણ કરે છે.

About The Author

Related Posts

Top News

જેણે CBSEની પોલ ખોલેલી તે 19 વર્ષીય નિસર્ગ અધિકારીને IITએ નોકરી ઓફર કરી

CBSEની ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સિસ્ટમમાં નબળાઈઓ ઉજાગર કરનાર 19 વર્ષીય નિસર્ગ અધિકારીને IIT કાનપુરે નોકરી ઓફર કરી છે. ...
National 
જેણે CBSEની પોલ ખોલેલી તે 19 વર્ષીય નિસર્ગ અધિકારીને IITએ નોકરી ઓફર કરી

Tecnoએ 8000mAh બેટરીવાળો અનોખો લાઇટિંગ સ્માર્ટફોન લોન્ચ કર્યો

સ્માર્ટફોન માર્કેટમાં દરરોજ નવા ફોન લોન્ચ થતા રહે છે, પરંતુ આ વખતે, Tecnoએ એક એવો ફોન રજૂ...
Tech and Auto 
Tecnoએ 8000mAh બેટરીવાળો અનોખો લાઇટિંગ સ્માર્ટફોન લોન્ચ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -13-06-2026 વાર- શનિવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

બોલિવૂડ અભિનેતા સલમાન ખાને તેની આગામી સૂચિત ફિલ્મ ‘કાલા હિરન: ધ બેટલ ફોર લેગસી’ ના નિર્માતાઓ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી...
Entertainment 
સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.