- National
- દીકરી જીવે છે, 2 મહિના અગાઉ કન્યાદાન કર્યું, પણ હવે પિતાએ ફોટો પર ફૂલ-હાર ચઢાવીને, સ્વર્ગવાસી જાહેર
દીકરી જીવે છે, 2 મહિના અગાઉ કન્યાદાન કર્યું, પણ હવે પિતાએ ફોટો પર ફૂલ-હાર ચઢાવીને, સ્વર્ગવાસી જાહેર કરી દીધી
રાજસ્થાનના ઉદયપુરમાં, એક છોકરીના પિતાએ પ્રેમ લગ્ન કરનારી છોકરી સાથેના બધા સંબંધો ન માત્ર તોડી નાખ્યા, પરંતુ તેને મૃત માનતા શોક પત્રિકા પણ છપાવી દીધી અને નવમીની ધૂપ પણ આપી દીધી. શોક પત્રિકા દ્વારા, પિતાએ સમુદાયના લોકોને પોતાના ઘરે બોલાવ્યા અને જાહેરમાં પોતાની પુત્રીને મૃત જાહેર કરી. ત્યારબાદ, પિતાએ, સમગ્ર પરિવાર સહિત, નવમીની ધૂપ આપી દીધી અને જાહેરાત કરી કે હવે તેનું મારી સાથે કોઈ લેવાદેવા નથી.
શું છે આખો મામલો?
આ સમગ્ર ઘટના ઉદયપુર જિલ્લાના ‘માલ કી ટૂસ’ ગામ પંચાયતમાં બની હતી. પુષ્કર લોહારે 2 મહિના અગાઉ જ પોતાની પુત્રી કોમલ લોહારના લગ્ન પોતાના જ સમુદાયના એક યુવાન સાથે તમામ રીત- રિવાજો સાથે કર્યા હતા. તે સમયે, પુષ્કર લોહારે લગ્નમાં પોતાની ક્ષમતા કરતા વધુ ખર્ચ કર્યો અને પોતાની પુત્રીની દરેક ઇચ્છા પૂરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માત્ર બે મહિના બાદ, કોમલે પ્રેમ માટે બીજા પુરુષ સાથે લગ્ન કરીને તેના પિતા અને સાસરિયાઓ સાથે દગો કર્યો. તેણે બંને પરિવારો સાથેના બધા સંબંધો તોડી નાખ્યા અને તેની સાથે રહેવા લાગી.
જ્યારે કોમલના પિતાને આ વાતની જાણ થઈ, ત્યારે તે ખૂબ જ દુઃખી થઇ ગયો. પોતાની પુત્રી સાથેના બધા સંબંધો તોડી નાખવાનો નિર્ણય લેતા તેણે એક શોક પત્રિકા છપાવી. પુષ્કર લોહારે શોક પત્રિકામાં જાહેરાત કરી કે તેની પુત્રી કોમલ લોહારનું અવસાન થયું છે. ત્યારબાદ તેણે નવમીની ધુપનો સમાય નિર્ધારિત કરીને સમુદાયના તમામ લોકોને પોતાના ઘરે આમંત્રણ આપ્યું, અને બધાની સામે, તેણે કોમલના ફોટાને ફૂલોનો હાર અર્પણ કર્યો અને તેને મૃત જાહેર કરતા ધૂપ આપી દીધી.
ત્યારબાદ તેણે તેની પુત્રી સાથેના સંબંધો સંપૂર્ણપણે તોડી નાખવાની જાહેરાત કરી. પુષ્કર લોહારે જણાવ્યું કે તેણે પોતાની પુત્રીને ખૂબ પ્રેમથી ઉછેરી છે અને બધા રીત-રિવાજ અનુસાર લગ્ન કરાવ્યા, પરંતુ લગ્નના માત્ર બે મહિના બાદ તેણે બીજા સમુદાયના પુરુષ સાથે લગ્ન કરવાનું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે. તેના આ કૃત્યથી તે શરમ અનુભવે છે, એટલે પોતાની દીકરી કોમલ લોહાર સાથેના બધા સંબંધોનો અંત લાવી રહ્યો છે, ભવિષ્યમાં તેની સાથે કોઈ લેવા-દેવા નથી.
તમને જણાવી દઈએ કે મેવાડમાં એક પરંપરા છે કે કોઈ સ્ત્રી કે યુવતીના અવસાન બાદ, પિયરમાં તેના નામે ધૂપ ચઢાવવામાં આવે છે, આ પરંપરા ઘણા વર્ષોથી ચાલતી આવે છે અને આ પરંપરાના આધારે, ઉદયપુરના પુષ્કર લોહારે પોતાની પુત્રીની શોક પત્રિકા છપાવી અને સમાજના તમામ લોકોને પોતાના ઘરે બોલાવ્યા અને લોકો તેમના ઘરે પહોંચ્યા બાદ, તેમણે બધા સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી.

