ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ, 25 લાખ કરિયાવર લીધુ અને એરપોર્ટ પહોંચતા જ વર ભાગ્યો

મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા ઓળખાણ થઇ. છોકરા અને છોકરીના પરિવારે સંબંધ પાક્કો કર્યો. એ નક્કી થયું કે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ થશે. શેડ્યૂલ મુજબ લગ્ન એક મોંઘા રિસોર્ટમાં થયા. પરંતુ લગ્ન બાદ વર તેની દુલ્હનને ગોવાના એરપોર્ટ પર જ છોડીને ભાગી ગયો હતો. આ ફરિયાદ કન્યાના પિતાએ નોંધાવી છે. મીડિયાના સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલો હરિયાણાનો છે. દુલ્હનનો પરિવાર હરિયાણાના ફરીદાબાદમાં રહે છે અને વરનો પરિવાર હિસારમાં રહે છે.

દુલ્હનના પિતાએ જણાવ્યું કે, એક મેટ્રિમોનિયલ સાઈટ દ્વારા તેમણે તેમની દીકરીના લગ્ન હિસારના ડોક્ટર પરિવારમાં ગોઠવ્યા હતા. છોકરો અબીર નેપાળમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે. તેના પિતા અરવિંદ ગુપ્તા અને માતા આભા ગુપ્તા ડોક્ટર છે. બંને હિસારમાં હોસ્પિટલ ચલાવે છે. દુલ્હનના પિતાએ કહ્યું, 'અબીરના માતા-પિતાએ કહ્યું કે, તેઓ તેમના એકમાત્ર પુત્રના ડેસ્ટિનેશન વેડિંગ કરાવવા માંગે છે. તેઓએ લગ્ન માટે ગોવામાં મોંઘુ રિસોર્ટ પસંદ કર્યું. સગાઈ પછી છોકરાઓની ડિમાન્ડ સામે આવવા લાગી. અમે તેમની નાની-નાની માંગણીઓ પૂરી કરવા લાગ્યા.

કન્યાના પિતાએ જણાવ્યું કે, રિસોર્ટનો ખર્ચ બંને પક્ષો ઉઠાવશે તેવી ચર્ચા થઈ હતી. બંને પક્ષો જાન્યુઆરીમાં લગ્ન માટે ગોવા પહોંચ્યા હતા. છોકરીના પિતાના કહેવા પ્રમાણે, પેમેન્ટ આવ્યું નથી તેમ કહીને, લગ્ન પહેલા છોકરાઓએ તેમની પાસેથી પહેલા 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પછી સાત ફેરાના ટાઈમ પર, તે લોકોએ BMW માંગવાનું શરૂ કર્યું. છોકરીના પિતાએ એમ બતાવ્યું હતું.

છોકરાવાળાઓએ એમ કહેવાનું શરૂ કર્યું કે, જ્યારે તેમની માંગણી પૂરી થશે ત્યારે જ તેઓ કન્યાને સાથે લઈ જશે. મેં તેને દિલ્હી પહોંચીને બે-ચાર મહિનામાં તેમની માંગણી પૂરી કરવા કહ્યું. ત્યાર પછી છોકરીના લગ્ન અને વિદાય થઈ. પણ છોકરાવાળા, અમને મળ્યા વગર ચૂપચાપ રિસોર્ટમાંથી નીકળી ગયા. તેઓએ રિસોર્ટમાં પોતાના હિસ્સાની રકમ પણ નહોતી ચૂકવી. રિસોર્ટના લોકોએ અમને બંદી બનાવી લીધા. કોઈક રીતે અમારા સંબંધીઓને કહીને 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી અને ત્યાં જમા કરાવ્યા હતા.

આ કિસ્સામાં, એક આશ્ચર્યજનક ઘટના ત્યારે બની કે જ્યારે વરરાજા દુલ્હન સાથે એરપોર્ટ પર પહોંચ્યો. ત્યાં તેણે તેને કહ્યું કે, રાહ જુઓ, હું હમણાં આવું છું, પરંતુ તે પાછો આવ્યો જ નહીં. મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો. દરમિયાન અબીરની માતા એરપોર્ટ પર પહોંચી હતી અને તેની પુત્રી પાસેથી ઘરેણાં ભરેલી બેગ આંચકીને ભાગી ગઈ હતી. આ પછી પુત્રીએ ફોન કરીને સમગ્ર મામલો જણાવ્યો હતો.

દીકરીની વાત સાંભળીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઝડપથી સ્થળ પર પહોંચી અબીરની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન તે CCTV કેમેરામાં દોડતો જોવા મળ્યો હતો. આ પછી, કેટલાક લોકોની મદદથી, તેને પકડવામાં આવ્યો અને ગોવા પોલીસને ફરિયાદ કરવામાં આવી. પરંતુ પોલીસે મદદ કરી ન હતી.

હવે ફરીદાબાદના સેક્ટર-8 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તે કહે છે કે લગ્નથી લઈને અત્યાર સુધી તેણે લગભગ 2 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. દહેજના લોભી સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

આ ચોંકાવનારા મામલામાં સેક્ટર-8 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ નવીન કૌશિકનું કહેવું છે કે, પીડિત પક્ષની ફરિયાદના આધારે આરોપી વરરાજા, તેના માતા-પિતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે, તપાસ કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.