યુનિફોર્મમાં પહેલીવાર માતાને મળવા પહોંચ્યો DSP દીકરો, ભાવુક વાતચીતનો Video વાયરલ

મધ્ય પ્રદેશ પોલીસના DSP સંતોષ પટેલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તેમણે એક નવો વીડિયો પોતાના ફેસબુક પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં મમ્મી સાથેની વાતચીત છે. DSP સંતોષ પટેલની મમ્મી ગામમાં રહે છે. તે ખેતરમાં પ્રાણીઓ માટે ચારો કાપી રહી હતી. આ દરમિયાન, DSP સંતોષ પટેલ પોતાની માતા પાસે પહોંચી ગયા. માતા સાથે તેમની દેશી અંદાજમાં વાતચીત શરૂ થઈ જાય છે. DSP પોતાની મમ્મીને કહે છે કે, હવે આ બધુ તમે શા માટે કરી રહ્યા છો. બધુ જ તો છે. માતા કહે છે કે, પછી શું કરીશ.

DSP સંતોષ પટેલ હંમેશાં લોકોની સાથે સંવાદ કરતો વીડિયો પોસ્ટ કરે છે. પહેલીવાર પોતાની માતા સાથે તેમણે વીડિયો પોસ્ટ કર્યો છે. સંતોષ પટેલે ફેસબુક પર લખ્યું કે, પાંચ વર્ષ DSP બન્યાને થઈ ગયા છે. પહેલીવાર યુનિફોર્મમાં પોતાની માતા પાસે પહોંચ્યો છું. મમ્મી જાનવરો માટે ઘાસ કાપી રહી હતી. DSPએ એ જોઈને મમ્મીને કહ્યું કે, આ બધુ શા માટે કરી રહ્યા છો, હવે આરામથી રહો, આ કામ કરવાની જરૂર હવે નથી. જવાબમાં મમ્મી બોલી કે, મારી મમતા નથી માનતી, પોતાના દીકરા માટે બે રૂપિયા જોડવા માંગુ છું.

માતાએ પોતાના દીકરાને ઉદાહરણ આપતા કહ્યું કે, ઘરે એક ભેંસ છે. તેને ખવડાવુ છું તો દૂધ મળે છે. તેના પર DSP દીકરાનો જવાબ હોય છે કે પૈસાથી ખરીદી લો. માતા કહે છે કે, પછી હું ઘરમાં બેસીને શું કરીશ. તેના પર DSP સંતોષ પટેલ કહે છે કે, તમે હવે ચાલો અને ગ્વાલિયર મારી સાથે રહો. તેના જવાબમાં મમ્મી કહે છે કે, અહીં બધુ કોણ જોશે. થોડાં પૈસા કમાઈ લઉં છું. મારો દીકરો હવે પોલીસવાળો થઈ ગયો છે.

તેના પર ત્યાં હાજર પરિવારનો એક વ્યક્તિ પૂછે છે કે, મોટી મમ્મી ભાઈ ખર્ચો આપશે. મમ્મી કહે છે, હાં ભાઈ આપશે. તે ખર્ચા પાણીના ઘણા રૂપિયા આપે છે. DSP પોતાની મમ્મીને કહે છે કે, જ્યારે તમને બધુ મળી રહ્યું છે તો આ કામ શા માટે કરો છો. ઘરે આરામથી બેસો. ત્યારબાદ, તે પોતાના દીકરાને કમાણીનો હિસાબ આપે છે. હું કઈ રીતે આ બધા દ્વારા કમાણી કરું છું. સંતોષ પટેલીની મમ્મી ગામમાં ખેતી પણ કરે છે. તેઓ કહે છે કે, છ વીંઘા જમીન મારી પાસે છે. ત્યારબાદ DSP પોતાની મમ્મીને પૂછે છે કે, જમીનમાં વધુ ફાયદો છે કે ભણતરમાં. મમ્મી કહે છે કે, ભણતરમાં વધુ ફાયદો છે. તેઓ દીકરાને કહે છે કે, ભણેલી વ્યક્તિ બધાને પછાડી દે છે. નોકરી કરનારો રાજા હોય છે.

પોતાના દીકરાને મા કહે છે કે, સરકારી નોકરીની આગળ બધુ નકામુ છે. નેતા-ધારાસભ્ય તો થોડાં દિવસ માટે બને છે. તેઓ કહે છે કે, નેતા-ધારાસભ્ય બનવા માટે હાથ જોડો. બની ગયા બાદ 50 લોકો ગાળો આપે છે. સૌથી મોટો રાજા નોકરી છે. મહેનત કરવા પર સફળતા મળે છે. DSP સંતોષ પટેલના આ વીડિયોને અત્યારસુધીમાં નવ હજાર કરતા વધુ લોકો શેર કરી ચુક્યા છે. સાથે પાંચ લાખ લોકોએ તેને લાઈક કર્યો છે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.