મિસ્ટર ઈન્ડિયા રહી ચૂકેલા ફેમસ બોડી બિલ્ડર પ્રેમરાજ અરોરાનું હાર્ટ એટેકથી મોત

રાજસ્થાનમાં રહેતા એક જાણીતો બોડી બિલ્ડરનું માત્ર 42 વર્ષની વયે હાર્ટએટેકને કારણે મોત થયું. છેલ્લાં ઘણા સમયથી હાર્ટ એટેકના ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. બુધવારે ટીવી અભિનેતા નેતિશ પાંડેનું પણ હાર્ટ એટેકને કારણે મોત થયું હતું.

દેશના પ્રખ્યાત બોડી બિલ્ડર અને મિસ્ટર ઇન્ડિયા રહી ચૂકેલા પ્રેમરાજ અરોરાનું સાયલન્ટ એટેકથી મોત થયું છે. તેમની ઉંમર માત્ર 42 વર્ષની હતી. પ્રેમરાજ અરોરાને ગેસ્ટ્રિકની સમસ્યા બાદ છાતીમાં દુખાવો થતો હતો. જ્યારે પરિવારના સભ્યો તેમને હોસ્પિટલ લઈ ગયા ત્યારે જાણવા મળ્યું કે પ્રેમરાજને સાયલન્ટ એટેક આવ્યો હતો. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા તેની 20 મિનિટ પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું. પ્રેમરાજ અરોરા બોડી બિલ્ડરના શોખીન હતા અને સાથે જ તેઓ અરોરા સમાજના પ્રમુખ પણ હતા.

પ્રેમરાજ અરોરોના રાજસ્થાનના કોટામાં ત્રણ જીમ ચાલે છે. આ સાથે પ્રેમરાજ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરતા હતા.તેમનું ઘર કોટાના કૈથુનીપોલ વિસ્તારમાં છે. ડઝનેક એવોર્ડ જીતી ચૂકેલા પ્રેમરાજ મિસ્ટર ઈન્ડિયા પણ રહી ચૂક્યા છે. પ્રેમરાજના પરિવારમાં માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની અને ત્રણ બાળકો છે, જેમાં બે છોકરીઓ અને એક છોકરો છે.

પ્રેમરાજ અરોરાના નાના ભાઈ રાહુલે જણાવ્યું કે વર્ષ 1993માં જીમિંગ શરૂ કર્યા બાદ ભાઈ પ્રારંભિક તબક્કામાં રાજ્ય સ્તર અને સિટી લેવલની સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા. તેમણે જીતેલા પુરસ્કારોથી આખો રૂમ ભરાઈ ગયો છે. ભાઈ ઘણી વખત મિસ્ટર કોટા અને મિસ્ટર હડોટી પણ રહી ચૂક્યા છે. પાવર લિફ્ટિંગમાં પગલું મુક્યા પછી તેમણે2016 થી 2018 સુધી મિસ્ટર રાજસ્થાનનો ખિતાબ જીત્યો અને ગોલ્ડ મેડલ જીત્યો. પાવર લિફ્ટિંગ અને બોડી બિલ્ડિંગમાં સમગ્ર દેશમાં તેમનું નામ હતું.

રાહુલના કહેવા પ્રમાણે, પ્રેમરાજને કોઈ મોટી બીમારી કે સમસ્યા નહોતી. પરંતુ, તેમને ક્યારેક એસિડિટીની સમસ્યા રહેતી હતી. રવિવારે સવારે એસિડિટીની ફરિયાદ બાદ ભાઈએ ગેસની દવા પી લીધી હતી. જે બાદ તેમની તબિયત લથડી હતી. જ્યારે અમે તેને હોસ્પિટલ લઈ ગયા ત્યારે તે પહેલાથી જ તેમનું મોત થઇ ચૂક્યું હતું.

પ્રેમરાજના મોટા ભાઈએ જણાવ્યું કે પ્રેમરાજ હંમેશા લોકોને ડ્રગ્સ છોડવાનો સંદેશ આપતો હતો. તે લોકોને કહેતો હતો કે પોતાને ફિટ રાખો, પોતાને ફિટ રાખવા માટે થોડો સમય કાઢો. તે બોડી બિલ્ડીંગ સ્પર્ધાઓ કરાવતો અને યુવાનોને ઈનામો આપતો. તાજેતરમાં એક નવું જિમ ખોલ્યું હતું.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.