- National
- તાજેતરમા થયેલા સર્વે પરથી જાણો બિહારમાં કોણ બનાવશે સરકાર? અહીં જુઓ કોણ કેટલી બેઠકો જીતશે
તાજેતરમા થયેલા સર્વે પરથી જાણો બિહારમાં કોણ બનાવશે સરકાર? અહીં જુઓ કોણ કેટલી બેઠકો જીતશે
બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, જેના પરિણામો 14 નવેમ્બરે જાહેર થશે. આ વખતે, NDA અને મહાગઠબંધન ઉપરાંત, પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે, જેના કારણે બિહારની ચૂંટણીઓ રસપ્રદ બની ગઈ છે. આવામાં બરાબર ચૂંટણી પહેલા, એક ઓપિનિયન પોલ બહાર પડ્યો છે, જે દર્શાવે છે કે બિહારમાં કોની સરકાર બની શકે છે.

ટાઈમ્સ નાઉ JVC ઓપિનિયન પોલ સૂચવે છે કે, NDA બિહારમાં સરકાર બનાવે તેવી શક્યતા છે. NDA 120-140 બેઠકો જીતી શકે છે, જ્યારે મહાગઠબંધનને 93-112 બેઠકો પર સંતોષ માનવો પડી શકે છે. ચૂંટણીના સર્વે મુજબ, BJP 70-81 બેઠકો, JDU 42-48, LJP (રામવિલાસ) 5-7, HAM 2 અને RLM 2 બેઠકો જીતવાનો અંદાજ લગાવી શકાય છે.
આ ઉપરાંત, મહાગઠબંધનની વાત કરીએ તો, RJD 69-78 બેઠકો જીતવાનો અંદાજ છે. કોંગ્રેસને 9-17 બેઠકો, CPI(ML)ને 12-14, CPI 1 અને CPI(M)ને 1થી 2 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે, પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીની વાત કરીએ તો તેને સર્વેમાં ફક્ત એક બેઠક મળવાનો અંદાજ છે. આ ઉપરાંત, AIMIM, BSP અને અન્ય પાર્ટીઓને 8થી 10 બેઠકો મળી શકે છે.

બિહાર વિધાનસભામાં કુલ બેઠકો: 243- NDA: 120-140-BJP: 70-81, JDU: 42-48, LJP (રામવિલાસ): 5-7, HAM: 2, RLM: 1-2.
મહાગઠબંધન: 93-112- RJD: 69-78, કોંગ્રેસ: 9-17, CPI(ML): 12-14, CPI: 1, CPI(M): 1-2, જન સુરાજ: 1.
મત ટકાવારીની વાત કરીએ તો, NDAને મહાગઠબંધન કરતાં 2 ટકા વધુ મત મળવાનો અંદાજ છે. સર્વે મુજબ, NDAને 41-43 ટકા મત મળવાની ધારણા છે, જ્યારે મહાગઠબંધનને 39-41 ટકા મત મળવાની ધારણા છે. જનસુરાજને 6થી 7 ટકા મત મળી શકે છે, જ્યારે અન્યને 10-11 ટકા મત મળી શકે છે.

અહીં તમને જણાવી દઈએ કે, બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે, જ્યારે બહુમતીનો આંકડો 122 છે. પાંચ વર્ષ પહેલાં, NDAએ વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવી હતી, ત્યારે RJD સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. RJDએ 75 બેઠકો જીતી હતી, જ્યારે BJPએ 74, JDUએ 43, કોંગ્રેસે 19, LJPએ 1 અને અન્યોએ 31 બેઠકો જીતી હતી.

