- National
- ‘હનુમાનજી પહેલા અંતરિક્ષ યાત્રી હતા..’, BJP સાંસદે કેમ આવો જવાબ આપ્યો?
‘હનુમાનજી પહેલા અંતરિક્ષ યાત્રી હતા..’, BJP સાંસદે કેમ આવો જવાબ આપ્યો?
તાજેતરમાં અંતરિક્ષમાંથી પાછા ફરેલા અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લાને લઇને ખૂબ ચર્ચા થઈ રહી છે. દેશને તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ છે, આ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નેશનલ સ્પેસ ડેના અવસર પર ઉનામાં PM શ્રી સ્કૂલમાં બોલતા તેમણે કહ્યું હતું કે, ‘ભગવાન હનુમાનને અંતરિક્ષમાં જનારા પહેલા વ્યક્તિ માની શકાય. તેમણે આ સિવાય બીજું શું કહ્યું?
બાળકોને સંબોધિત કરતા ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે વિદ્યાર્થીઓને પૂછ્યું કે અંતરિક્ષમાં મુસાફરી કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? બાળકોએ તેના જવાબમાં કેટલાકે નીલ આર્મસ્ટ્રોંગનું નામ લીધું અને કેટલાકે કેટલાકે અન્ય અંતરિક્ષયાત્રીનું નામ લીધું. ત્યારબાદ હસતા-હસતા અનુરાગ ઠાકુરે કહ્યું કે, મને લાગે છે કે હનુમાનજી હતા. તેની પાછળ તેમણે તર્ક આપ્યો કે આપણે અત્યારે પણ પોતાને વર્તમાનમાં જોઈએ છીએ, જ્યાં સુધી આપણે આપણી હજારો વર્ષ જૂની પરંપરા, જ્ઞાન અને સંસ્કૃતિને નહીં જાણીએ, ત્યાં સુધી આપણે અંગ્રેજોએ આપણને બતાવ્યા મુજબ જ રહીશું.
https://twitter.com/ianuragthakur/status/1959262559770689891
તેમણે પોતાના X પર બાળકો સાથે વાતચીત કરવાનો આ વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ બાળકોને આ સવાલ પૂછતા જોવા મળે છે. આ અંગે ટિપ્પણી કરતા એક વ્યક્તિએ લખ્યું કે, ‘હનુમાનજી અગાઉ પણ ઘણા દેવી-દેવતાઓ અંતરિક્ષમાં મુસાફરી કરતા રહ્યા છે, ખાસ કરીને એ જેઓ અલગ-અલગ ગ્રહો પર વાયુ માર્ગથી આવતા-જતા હતા. તે સમયે ત્યાં રસ્તા અને રેલવે ટ્રેક નહોતા. વિજ્ઞાનના જ્ઞાનની સાથે ધાર્મિક જ્ઞાનની પણ જરૂરિયાત છે. નારદજી ત્રિલોક વિહારી છે અને તેમને દેવઋષિ બ્રહ્માજીના માનસ પુત્ર માનવામાં આવે છે, તેમનો જન્મ બ્રહ્માંડની રચનાની શરૂઆતી કાળમાં જ થયો હતો અને હનુમાનજીનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો.

