ક્યાંક ખુશ ચહેરા તો ક્યાંક વધી મુશ્કેલી... કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાના કારણે જનજીવન ખોરવાયું

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે પર્વતો અને ખીણો સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. જનજીવન ખોરવાઈ ગયું છે, રસ્તાઓ જામ થઈ ગયા છે અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. પ્રવાસીઓ પર્યટન સ્થળો પર બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે. વહીવટીતંત્રએ ચેતવણી આપી છે કે, લોકોએ સતર્ક રહેવું, મુસાફરી કરતી વખતે સાવધાની રાખવા અને જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન નીકળવાનું ટાળવાની વિનંતી કરી છે. આ હિમવર્ષાથી માત્ર સુંદર દૃશ્યો જ નહીં પરંતુ ટ્રાફિક અને સલામતી પર પણ ગંભીર અસર પડી છે.

Heavy-snowfall6
financialexpress.com

હિમાચલ પ્રદેશમાં, ઠંડા પવનો સાથે બરફવર્ષાએ રસ્તાઓ અને ટેકરીઓ ઢાંકી દીધી છે. પ્રવાસીઓ અને સ્થાનિક લોકો સફેદ બરફની સુંદરતાનો આનંદ માણી રહ્યા છે, પરંતુ વહીવટીતંત્રએ સાવચેતી રાખવા અને મુસાફરી કરતી વખતે સતર્ક રહેવાની ચેતવણી જાહેર કરી છે. હિમાચલ પરદેશમાં લાંબા સૂકા સમયગાળા બાદ હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાથી ખેડૂતો અને માળીઓને રાહત થઈ છે, પરંતુ તેનાથી જનજીવન અને વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. રાજ્યભરના રસ્તાઓ બંધ છે, વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને પ્રવાસન સ્થળો પર ટ્રાફિક જામની પરિસ્થિતી છે.

શિમલાથી સોલન, સિરમૌરથી મનાલી અને ધર્મશાલા સુધી, હિમાચલ પ્રદેશની ખીણો બરફની સફેદ ચાદરથી ઢંકાયેલી છે. શિમલાના રિજ મેદાન પર જામેલો મોટો બરફ, ફસાયેલા વાહનો અને JCB મશીનોથી બરફ દૂર કરતા કામદારો પરિસ્થિતિ દર્શાવે છે. રાજ્યમાં વ્યાપક હિમવર્ષાને કારણે, 1291 રસ્તાઓ ટ્રાફિક માટે અવરજવર માટે બાધિત થઈ ગયા છે, જ્યારે 4,800 પાવર ટ્રાન્સફોર્મર ઠપ્પ થઈ ગયા છે. જાહેર બાંધકામ વિભાગે પરિસ્થિતિનો સામનો કરવા માટે 385 મશીનો તૈનાત કર્યા છે.

જાહેર બાંધકામ મંત્રી વિક્રમાદિત્ય સિંહે આને રાજ્ય માટે ખૂબ જ જરૂરી બરફવર્ષા ગણાવી અને રસ્તાઓ પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપી. બીજી તરફ, સોલનના પ્રખ્યાત પર્યટન સ્થળ ચાયલમાં હિમવર્ષાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. ચાયલ હાઇવે સ્લિપ ઝોનમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે ઘણા કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો છે. કલાકો સુધી જામમાં ફસાયેલા પ્રવાસીઓ અસુવિધા છતા વાતાવરણનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. કેટલાક બરફ સાથે રમી રહ્યા છે, કેટલાક ફોટા અને વીડિયો લઈ રહ્યા છે, જ્યારે કેટલાક નાના ગેસ સ્ટવ પર મેગી રાંધતા અને ઇંડા ઉકાળતા જોવા મળી રહ્યા છે. ઠંડીથી બચવા માટે અગ્નિ પ્રગટાવવામાં આવી છે.

સિરમૌરની પહાડીઓમાં ભારે હિમવર્ષાએ સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું છે. તો, મનાલીમાં અઢી ફૂટથી વધુ બરફ પડવાથી પ્રવાસીઓનો ઉત્સાહ વધી ગયો છે. ધર્મશાળાના મેકલિયોડગંજ, ધરમકોટ, નડ્ડી અને ઠાઠરના નીચલા વિસ્તારોમાં પણ હિમવર્ષાએ પ્રવાસનને વેગ આપ્યો છે. હિમવર્ષાએ હિમાચલ પ્રદેશની સુંદરતામાં વધારો તો કર્યો છે, પરંતુ તેણે વહીવટીતંત્ર માટે એક મહત્ત્વપૂર્ણ પડકાર પણ ઉભો કર્યો છે. રસ્તાઓ ફરીથી ચાલુ કરવાનું કાર્ય ચાલુ છે, અને પ્રવાસીઓ મુશ્કેલીઓ છતા આ સફેદ સ્વર્ગનો આનંદ માણી રહ્યા છે.

આ વર્ષે ઉત્તરાખંડમાં પણ ઠંડીએ માથું ઉંચક્યું છે. ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. પર્વતો સફેદ ચાદરમાં ઢંકાઈ ગયા છે, અને પ્રવાસીઓ સુંદરતાનો આનંદ માણી રહ્યા છે. વહીવટીતંત્રએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. ઉત્તરાખંડની ખીણોમાં શરૂ થયેલી હિમવર્ષાએ પર્વતોને સ્વપ્નભૂમિમાં ફેરવી દીધા છે. કેદારનાથમાં બરફવર્ષાનો નજારો ભવ્ય અને દિવ્ય છે. એવું લાગે છે કે કુદરતે પોતાને સફેદ ચાદરમાં લપેટી લીધું છે. આસપાસની શાંતિ અને બરફના ટુકડાઓની ચમક, આ દૃશ્યને સ્વર્ગ સમાન બનાવી રહ્યા છે. કેદારનાથ શહેર 4 ફૂટ સુધી બરફથી ઢંકાયેલું છે. મંદિર તરફ જતા બધા રસ્તાઓ બરફથી ઢંકાયેલા છે, અને બરફ દૂર કરવાનું કામ ચાલુ છે.

તો, રુદ્રપ્રયાગમાં શિવ પાર્વતી લગ્ન સ્થળ, ત્રિયુગી નારાયણ પણ બરફથી ઢંકાયેલું છે, અને આખી ખીણ બરફથી ઢંકાયેલી છે. હિમવર્ષાને કારણે ઉત્તરાખંડના રહેવાસીઓ અને પ્રવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાતી ખીણ અને હનુમાન ચટ્ટી નજીક યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે. ભારે હિમવર્ષાને કારણે ગંગોત્રી અને યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિવિધ સ્થળોએ બંધ છે. ધારસુ ફૂલ ચટ્ટી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે, જેના કારણે ઘણા વાહનો ફસાયેલા છે અને તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રસ્તાઓ પરથી બરફ દૂર કરવાનું કામ ચાલુ છે, અને લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

દેહરાદૂનનું લોકપ્રિય પર્યટન સ્થળ ચકરાતામાં ભારે હિમવર્ષાને કારણે, ચકરાતામાં પ્રવાસીઓનો ધસારો ઉમટી પડ્યો છે. પરિણામે, ચકરાતા જવાના મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી લાઇન લાગી ગઈ છે. ચકરાતા-કલસી માર્ગ સહિત અનેક રસ્તાઓ પર કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો, જે આખરે સાફ કરવામાં આવ્યો હતો. વર્ષની પહેલી હિમવર્ષા બાદ સરોવર નગરી નૈનિતાલ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું છે. પર્વતોમાં હિમવર્ષા બાદ, પ્રવાસીઓ હવે નૈનિતાલ અને આસપાસના પહાડી વિસ્તારોને જોવા માટે આવી રહ્યા છે, બરફનો આનંદ માણી રહ્યા છે.

જોશીમઠથી ઔલી સુધી ભારે હિમવર્ષાને કારણે પ્રવાસીઓ, વ્યવસાયો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ છે. જોશીમઠ-ઔલી રૂટ પર પ્રવાસીઓની ભીડ છે, અને દરેક વ્યક્તિ ઔલી તરફ જઈ રહી છે. બીજી તરફ, બરફ પણ મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે. જોશીમઠથી ઔલી સુધીનો મોટરવે બરફથી ઢંકાયેલો છે, અને BRO દ્વારા JCB મશીનો અને મજૂરોની મદદથી તેને સાફ કરવાનું કામ કરી રહ્યું છે. જોકે, બરફ એટલો ભારે છે કે તેને સાફ કરવામાં સમય લાગી રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે ઔલી પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી ટેકરીઓ અને ખીણો સફેદ ચાદરમાં ઢંકાઈ ગયા છે. પર્વતીય પ્રદેશોમાં જનજીવન ખોરવાઈ ગયું છે, જ્યારે પ્રવાસીઓ બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે. વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરી છે. ભારે હિમવર્ષાથી પર્વતોથી ખીણો સુધીના હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આ લાંબા સમયથી રાહ જોવાતી હિમવર્ષાએ ઠંડીમાં વધારો કર્યો છે, પરંતુ તેનાથી કાશ્મીરની સુંદરતામાં પણ વધારો થયો છે.

જમ્મુ-કાશ્મીરના સોનમર્ગમાં થયેલી હિમવર્ષાએ લેન્ડસ્કેપને સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. કુદરતે આ વિસ્તારને સુંદર રીતે શણગાર્યો છે, જેના કારણે પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. પહેલાથી જ મોટી સંખ્યામાં લોકો સોનમર્ગ જઈ રહ્યા છે, જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો છે. જો કે, સોનમર્ગ પહોંચેલા પ્રવાસીઓ ખુશ છે અને તેનો આનંદ પણ માણી રહ્યા છે.

અનંતનાગમાં પણ ભારે હિમવર્ષાથી પ્રવાસીઓમાં પણ ભારે ઉત્સાહ છે. બરફથી ઢંકાયેલા વાતાવરણ વચ્ચે પ્રવાસીઓ ઉજવણી કરતા અને ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા હતા. બદલાતા હવામાને કાશ્મીરની ખીણોને એક સુંદર દૃશ્યમાં પરિવર્તિત કરી દીધી છે. અનંતનાગમાં થયેલી હિમવર્ષાએ માત્ર પ્રવાસીઓને જ નહીં પરંતુ ખેડૂતો અને વેપારીઓમાં પણ ખુશીની લહેર છે. તો, પૂંછના મંધાર વિસ્તારમાં, બરફવર્ષાથી આહલાદક દૃશ્ય સામે આવ્યું છે. ચારેય તરફ બરફ જામ્યો છે, પહાડી વિસ્તાર સફેદ ચાદરમાં ઢંકાઈ ગયો છે. હિમવર્ષાથી ભલે ઠંડી વધી ગઈ હોય, પરંતુ નજારા મનમોહક છે.

ડોડામાં લોકો ખુશ છે કે ઘણા મહિનાઓ બાદ આવી હિમવર્ષા થઈ છે. લોકોને કડકડતી ઠંડીથી થોડી રાહત મળી છે. ડોડાના ભલેશામાં પણ લોકો હિમવર્ષા બાદ  રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, કારણ કે તેનાથી તેમનો વર્ષભર પાણી પુરવઠો સુનિશ્ચિત થઇ ગયો છે, પાક માટે સરળતા થઈ છે.સાથે જ વ્યવસાયિક આવકમાં વધારો થયો છે. ભદ્રવાહમાં પણ આવું જ દૃશ્ય જોવા મળી રહ્યું છે, જ્યાં દરેક જગ્યાએ બરફ છે, અને વહીવટીતંત્ર લોકોને સતર્ક રહેવાની અપીલ કરી રહ્યું છે.

Heavy-snowfall3
aajtak.in

જમ્મુ-કાશ્મીરના રામબન અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષા નોંધાઈ છે, જેના કારણે આખો વિસ્તાર સફેદ થઈ ગયો છે. લોકો આ હિમવર્ષાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રાજૌરી જિલ્લામાં હિમવર્ષા બાદ લોકોના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. આનું કારણ એ છે કે સૂકી ઠંડીને કારણે તાપમાનમાં ભારે ઘટાડો થયો હતો. સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની આશંકા હતી, પરંતુ હિમવર્ષાથી દરેકના ચહેરા પર સ્મિત આવી ગયું છે. આશા છે કે આનાથી દરેકને ફાયદો થશે.

Heavy-snowfall4
aajtak.in

કુપવાડામાં પણ ભારે હિમવર્ષા થઈ છે. શરૂઆતમાં તો લોકોએ રસ્તા પરથી બરફ હટાવવાનું શરૂ કર્યું હતું. બાદમાં, વહીવટીતંત્ર મશીનરી સાથે પહોંચ્યું અને બરફ હટાવવાનું કામ તેજ થયું, જેના કારણે લોકોને રાહત મળી. શ્રીનગરમાં દાલ તળાવ પાસેનો નજારો ખૂબ જ સુંદર બની ગયો છે. શુક્રવારની હિમવર્ષા બાદ ઠંડી વધી હોવા છતા આ વિસ્તારના સુંદર દૃશ્યો જોવા અને શિકારા સવારીનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. જમ્મુમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે. માતા વૈષ્ણો દેવીના માર્ગ પર બરફ જામી ગયો છે, જેના કારણે યાત્રા રોકવી પડી છે. કટરામાં આ સિઝનની પહેલી બરફવર્ષા છે.

About The Author

Related Posts

Top News

ASP અનુજ ચૌધરી વિરુદ્ધ FIRનો આદેશ આપનારા જજનું 12 વર્ષમાં 15 ટ્રાન્સફર થયું છે

સંભલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) વિભાંશુ સુધીરની બદલીએ નોકરશાહી, રાજકારણ અને ન્યાયતંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. સંભલ હિંસા...
National 
ASP અનુજ ચૌધરી વિરુદ્ધ FIRનો આદેશ આપનારા જજનું 12 વર્ષમાં 15 ટ્રાન્સફર થયું છે

સેમસંગે 50MP કેમેરાવાળો સસ્તો ફોન લોન્ચ કર્યો, 2031 સુધી અપડેટ્સ મળતું રહેશે

સેમસંગે પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જે બજેટ અને એન્ટ્રી-લેવલ યુઝર્સને ટારગેટ કરે છે. કંપનીએ Samsung Galaxy A07...
Tech and Auto 
સેમસંગે 50MP કેમેરાવાળો સસ્તો ફોન લોન્ચ કર્યો, 2031 સુધી અપડેટ્સ મળતું રહેશે

કોણ છે દીપક, જેણે બજરંગ દળવાળાને મુસ્લિમની દુકાનમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યા?

ઉત્તરાખંડના કોટદ્વારમાં બજરંગ દળના લોકોએ એક મુસ્લિમ વ્યક્તિની દુકાનનું નામ બદલવાને લઇને હોબાળો કર્યો હતો. પટેલ માર્ગ પર આવેલી દુકાનના...
National 
કોણ છે દીપક, જેણે બજરંગ દળવાળાને મુસ્લિમની દુકાનમાંથી ધક્કા મારીને બહાર કાઢ્યા?

મહારાષ્ટ્રનામાં નવો અધ્યાય લખશે સુનેત્રા પવાર, શું શાસક-વિપક્ષ બંને માટે ચેતવણીની ઘંટડી સાબિત થશે?

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટું પરિવર્તન આવે તે અંગેની અટકળો ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રને આજે તેના...
National 
મહારાષ્ટ્રનામાં નવો અધ્યાય લખશે સુનેત્રા પવાર, શું શાસક-વિપક્ષ બંને માટે ચેતવણીની ઘંટડી સાબિત થશે?

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.