- National
- UPમાં થઈ ગયું ફાઈનલ, SP-કોંગ્રેસ વચ્ચે થયું ગઠબંધન, કોંગ્રેસને મળી આટલી સીટ
UPમાં થઈ ગયું ફાઈનલ, SP-કોંગ્રેસ વચ્ચે થયું ગઠબંધન, કોંગ્રેસને મળી આટલી સીટ

કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન ફાઈનલ થઈ ગયું છે. અખિલેશ યાદવે અગાઉ કોંગ્રેસને 11 બેઠકોની ઓફર કરી હતી. હવે બંને પક્ષો વચ્ચે સીટની વહેંચણી પર સમજૂતી થઈ ગઈ છે. આજે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં કોંગ્રેસના નેતા અવિનાશ પાંડેએ કહ્યુ હતું કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડશે, બાકીની 63 સીટો પર ઈન્ડિયા ગઠબંધનની સમાજવાદી પાર્ટી અને અન્ય પાર્ટીઓ ચૂંટણી લડશે.
#WATCH | Congress Uttar Pradesh in-charge Avinash Pande says, "I am delighted to tell you that it has been decided that in Uttar Pradesh the INC will contest on 17 seats and the remaining 63 seats will have candidates of INDIA Alliance - from SP and other parties." pic.twitter.com/mRBa3ErTqQ
— ANI (@ANI) February 21, 2024
ઉત્તર પ્રદેશમાં, લોકસભા ચૂંટણી 2024 માટે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નક્કી થઈ ગયું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અખિલેશ યાદવ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વચ્ચે વાતચીત થઈ છે. બંને વચ્ચેની વાતચીત પછી ગઠબંધન અંગેનો વિવાદ ઉકેલાઈ ગયો છે. આ પછી ગઠબંધન અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સૂત્રોને ઉલ્લેખીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જ્યાં વિવાદ ઉગ્ર હતો તે એક બેઠક પર બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા પ્રથમ ગઠબંધન અંગે મોટા સંકેતો આપવામાં આવ્યા હતા. ત્યારે હવે અખિલેશ યાદવે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. મુરાદાબાદમાં જ્યારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને કોંગ્રેસ સાથે ગઠબંધન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ કહ્યું કે, ગઠબંધન થશે. જેનો અંત સારો તેનું બધું સારું, હવે કોઈ વિવાદ નથી રહ્યો.
હાલમાં જ અખિલેશ યાદવે આપેલા નિવેદન પર કહેવામાં આવ્યું હતું કે, બધી વસ્તુઓ જૂની થઈ ગઈ છે. અમે એકસાથે આવી રહ્યા છીએ. મીડિયાના સવાલોના જવાબ આપતા અખિલેશે કહ્યું કે, જેનો અંત સારો તેનું બધું જ સારું. તેના પર પૂછવામાં આવ્યું કે, આને શું સમજવું જોઈએ. અખિલેશે કહ્યું કે, તમે બુદ્ધિશાળી છો. પત્રકારોએ અખિલેશને પૂછ્યું કે, શું કોંગ્રેસ સાથે ગઠબંધન થશે? અખિલેશ યાદવે સ્પષ્ટ કર્યું કે ગઠબંધન થશે. તેમણે કહ્યું કે કોઈ વિવાદ નથી. ટૂંક સમયમાં જ તમારી સામે દરેક વાત સ્પષ્ટ થઈ જશે.
BSP માટે વિપક્ષી ગઠબંધનના દરવાજા ખુલ્લા રહેશે તેવા UP કોંગ્રેસના પ્રભારી અવિનાશ પાંડેના નિવેદન પર અખિલેશે કહ્યું કે, આ બધી વાતો જૂની થઈ ગઈ છે. અખિલેશ યાદવે આ નિવેદન દ્વારા સ્પષ્ટ કર્યું છે કે, આ ગઠબંધનમાં BSP માટે કોઈ સ્થાન નથી. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને SP એકસાથે આવશે. એવું માનવામાં આવે છે કે, સાંજે 5 વાગ્યે કોંગ્રેસ અને SPની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ગઠબંધનની જાહેરાત કરવામાં આવશે. આમાં સીટ શેરિંગની ફોર્મ્યુલા પણ બહાર પાડવામાં આવશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ અમેઠી, રાયબરેલી, પ્રયાગરાજ, વારાણસી, મહારાજગંજ, દેવરિયા, બાંસગાંવ, સીતાપુર, અમરોહા, બુલંદશહર, ગાઝિયાબાદ, કાનપુર, ઝાંસી, બારાબંકી, ફતેહપુર સીકરી, સહારનપુર અને મથુરાથી ચૂંટણી લડી શકે છે.