ભારતે તોડી સિંધુ જળ સંધિ, જાણો કેવી રીતે આ નિર્ણયથી પાકિસ્તાન બરબાદ થઈ શકે છે

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ફરી એકવાર પાકિસ્તાની ષડયંત્રની ગંધ આવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આતંકવાદી હુમલાનું ષડયંત્ર પાકિસ્તાનમાં રચવામાં આવ્યું હતું. હુમલા પાછળ હાફિઝ સઈદનો નજીકનો સૈફુલ્લાહ કસુરીનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવામાં ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ઘણા મોટા નિર્ણયો લીધા છે. તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય સિંધુ જળ સંધિ રદ કરવાનો છે. ભારતના આ નિર્ણયને કારણે પાકિસ્તાન પાણી માટે તરસી શકે છે.

તમને જણાવી દઈએ કે, પહેલગામ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરી જેમાં 26 લોકોના મોત થઈ ગયા, ત્યારબાદ આખો દેશ ભારત સરકારની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યો હતો. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં લેવાયેલા નિર્ણયમાં, 1960ની સિંધુ જળ સંધિ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવામાં, અમે તમને સિંધુ જળ સંધિ બાબતે જણાવીશું, જેને રદ કરીને, ભારત એક જ ઝટકામાં આખા પાકિસ્તાનને તરસ્યું મારી શકે છે.

Ishan-Kishan
mykhel.com

 

શું છે સિંધુ જળ સંધિ

ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ બંને દેશોની પાણીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ સંધિ કરવામાં આવી હતી. 19 સપ્ટેમ્બ 1960ના રોજ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને આ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ અંતર્ગત 6 નદીઓ બિયાસ, રાવી, સતલજ, સિંધુ, ચિનાબ અને ઝેલમના પાણીના ઉપયોગ માટે નિયમો બનાવવામાં આવ્યા હતા. આ સંધિ હેઠળ, પાકિસ્તાનને 3 પશ્ચિમી નદી ચિનાબ, ઝેલમ અને સિંધુનું સંપૂર્ણ જળ પ્રાપ્ત થશે. ભારતને સતલજ, બિયાસ અને રાવી નદીઓનું જળ પ્રાપ્ત થાય છે. તમને જણાવી દઈએ કે, આઝાદી બાદ પાકિસ્તાન સાથે ઘણા યુદ્ધો લડનાર ભારતે ક્યારેય આ સંધિ તોડી નથી અને ન તો પાકિસ્તાનનું પાણી રોક્યું નથી. જોકે, લાંબા સમયથી ભારતમાં આ જળ સંધિ તોડવાની માગ કરવામાં આવી રહી હતી. હવે ભારતે આખરે આ નિર્ણય લીધો છે.

indus-waters-treaty
businesstoday.in

 

વિશ્વ બેંકની લાંબી મધ્યસ્થતા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ થઈ હતી. આ સંધિ લાગૂ થવા અગાઉ, 1 એપ્રિલ 1948ના રોજ, ભારતે 2 મુખ્ય નહેરોનો પાણી પુરવઠો બંધ કરી દીધો હતો, જેના કારણે પાકિસ્તાની પંજાબમાં 17 લાખ એકર જમીન પાણી વિનાની રહી રહી ગઈ હતી. હવે આ સંધિને પૂરી રીતે રદ કર્યા બાદ, ભારતે પાકિસ્તાનની કમર તોડી નાખી છે. વાસ્તવમાં, પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતો પોતાની પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે ચિનાબ, ઝેલમ અને સિંધુ જેવી નદીઓના પાણી પર પૂરી રીતે નિર્ભર હતા, પરંતુ હવે પાકિસ્તાનને આ નદીઓમાંથી પાણી નહીં મળે.

Related Posts

Top News

‘રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઇએ..’, ખડગેએ કર્ણાટક સરકારને કેમ આપી ચીમકી?

કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર જાતિગત સર્વેક્ષણને લઈને ફૂંકી-ફૂંકીને પગલાં ભરી રહી છે. મુદ્દો પોતાના નેતા રાહુલ ગાંધીનો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન...
National  Politics 
‘રાહુલ ગાંધીનું નામ ખરાબ ન થવું જોઇએ..’, ખડગેએ કર્ણાટક સરકારને કેમ આપી ચીમકી?

દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, મુંબઈમાં નવજાત મળ્યું પોઝિટિવ, જાણો નવા વેરિયન્ટ JN.1 વિશે

કોરોના વાયરસની વાપસીના સમાચાર હવે વધારે ડરાવતા નથી, પરંતુ જે રીતે એશિયન દેશોમાં કેસ ઝડપથી વધ્યા છે, તે...
National  Health 
દેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, મુંબઈમાં નવજાત મળ્યું પોઝિટિવ, જાણો નવા વેરિયન્ટ JN.1 વિશે

ભાજપનો આરોપ, રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલે છે

ભાજપના નેતા અમીત માલવિયાએ સોશિયલ મીડિયા પર મુકેલી બે પોષ્ટ ચર્ચાનો વિષય બની ગઇ છે. એક પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ...
National 
ભાજપનો આરોપ, રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલે છે

મોરારજી દેસાઇને નિશાન-એ-પાકિસ્તાન સન્માન કેમ મળેલું

કોંગ્રેસ નેતા પવન ખેરાએ આરોપ લગાવ્યો કે વિદેશ મંત્રી એસ જયશંકરે ઓપરેશન સિંદુર પહેલા પાકિસ્તાનને ભારતની એર સ્ટ્રાઇક વિશે માહિતી...
National 
મોરારજી દેસાઇને નિશાન-એ-પાકિસ્તાન સન્માન કેમ મળેલું
Copyright (c) Khabarchhe All Rights Reserved.