- National
- ભારતના આ શહેરને મળ્યો દુનિયાની પાંચમી બેસ્ટ સિટીનો એવોર્ડ
ભારતના આ શહેરને મળ્યો દુનિયાની પાંચમી બેસ્ટ સિટીનો એવોર્ડ
ટ્રાવેલ એન્ડ લીઝર મેગેઝિનના 2025ના સર્વેમાં દુનિયાના કેટલાક દેશોને વિવિધ કેટેગરીઓમાં એવોર્ડ્સ આપવામાં આવ્યા છે. બેસ્ટ હોટેલ એન્ડ સ્પા, સ્લેન્ડ્સ એન્ડ નેશનલ પાર્ક્સ, સફારી એન્ડ ટૂર ઓપરેટર્સ અને ટ્રાન્સપોર્ટેશન વગેરે કેટેગરીઓમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આજ કેટેગરીઓમાં એક કેટેગરી હતી, જેમાં દુનિયાના બેસ્ટ 25 શહેરો પસંદ કરવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં, ભારતના એક શહેરને 5મું સ્થાન મળ્યું છે. આ એ શહેર છે જેને પિંક સિટી કહેવામાં આવે છે. હવે તો તમે તેને ઓળખી જ ગયા હશે. રાજસ્થાનના જયપુર શહેરને ટ્રાવેલ એન્ડ લીઝર સર્વે 2025માં પાંચમા બેસ્ટ સિટીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
દુનિયાની બેસ્ટ 25 સિટી
ટ્રાવેલ એન્ડ લીઝર સર્વે 2025ની ટોપ 25 સીરિઝની લિસ્ટમાં, દુનિયાના વિવિધ શહેરોને તેમની સંસ્કૃતિ, સુંદરતા, ખરીદી, આકર્ષણો, હોટલ અને વર્લ્ડ ક્લાસ વાઈબ્સના આધારે પસંદ કરવામાં આવ્યા છે. જયપુર ઉપરાંત, આ લિસ્ટમાં ભારતના 2 વધુ શહેરોનો સમાવેશ થાય છે.
સાન મિગુએલ ડી એલેન્દે, મેક્સિકો
ચિયાંગ માઈ, થાઈલેન્ડ
ટોક્યો, જાપાન
બેંગકોક, થાઈલેન્ડ
જયપુર, ભારત
હોઈ એન, વિયેતનામ
મેક્સિકો સિટી, મેક્સિકો
ક્યોટો, જાપાન
ઉબુદ, બાલી
કુસ્કો, પેરુ
ફ્લોરેન્સ, ઇટાલી
સેવિલે, સ્પેન
ગ્રેનાડા, સ્પેન
ઇસ્તાંબુલ, તુર્કી
સિએમ રીપ, કંબોડિયા
મુંબઈ, ભારત
કેપ ટાઉન, દક્ષિણ આફ્રિકા
રોમ, ઇટાલી
સાન્તા ફે, ન્યૂ મેક્સિકો
આગ્રા, ભારત
ઓક્સાકા, મેક્સિકો
મેન્ડોઝા, આર્જેન્ટિના
સિએના, ઇટાલી
પોર્ટો, પોર્ટુગલ
મેરિડા, મેક્સિકો.
જયપુરમાં તમે ક્યાં-ક્યાં ફરી શકો છો તમે?
રાજસ્થાનના જયપુર શહેરને પાંચમી બેસ્ટ સિટી તેના સુંદર પ્રવાસન સ્થળો, એકથી એક ચઢિયાતી હોટલો, વર્લ્ડ ક્લાસ શૉપિંગ અને વાઈબ્રન્ટ કલ્ચરને જોતા આપવામાં આવ્યો છે. યુનેસ્કો દ્વારા જયપુર સિટીને વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ગુલાબી સિટી જયપુરનું અનોખું સ્થાપત્ય કળા અને ઐતિહાસિક મહત્ત્વ તેને અન્ય શહેરોથી અલગ બનાવે છે.
જો તમે જયપુર ફરવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો, તમે હવા મહેલ, અંબર પેલેસ, સિટી પેલેસ, શીશ મહેલ, જંતર મંતર, જલ મહેલ, નાહરગઢ કિલ્લો, જયગઢ કિલ્લો, આલ્બર્ટ હોલ મ્યુઝિયમ, પત્રિકા ગેટ અને વર્લ્ડ ટ્રેડ પાર્ક વગેરેની મુલાકાત લઈ શકો છો. શોપિંગ માટે તમે બાપુ બજારમાં જઈ શકો છો. અહીં તમને સુંદર હેન્ડક્રાફ્ટ કપડાં, બંગડીઓ, બેગ, પગરખાં અને મૂર્તિઓ વગેરે મળે છે.

