આપણા દેશના રાક્ષસો જોઈ લો ભારતમાં હોળી રમવા આવેલી જાપાનની મહિલાને ગમે ત્યા અડ્યા

યુવકોના એક ગ્રુપ દ્વારા ઉત્પીડનનો સામનો કર્યા બાદ ભારતમાં એક 22 વર્ષીય જાપાની મહિલા માટે હોળી સમારોહ એક ભયાનક યાદ બનીને રહી ગયો. પીડિત મહિલાએ એક વીડિયો ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. જોકે, બાદમાં તેણે આ વીડિયો હટાવી દીધો. વીડિયોમાં યુવકોનું એક ગ્રુપ યુવતીના ચેહરા પર જબરદસ્તી રંગ લગાવતું દેખાઈ રહ્યું છે. આ દરમિયાન મહિલા સાથે યુવકોએ અસભ્ય વર્તન પણ કર્યું. એટલું જ નહીં, શરમજનક આ વીડિયોમાં એક વ્યક્તિ તેના માથા પર એક ઈંડુ ફોડતો દેખાઇ રહ્યો છે. આ વીડિયોને જોઈ લોકો ગુસ્સે થઈ ગયા અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

વીડિયોમાં દેખાય છે તેમ એક યુવતીને કઈ રીતે પહેલા એક છોકરો જબરદસ્તી રંગ લગાવી રહ્યો છે. ત્યારબાદ ત્યાં કેટલાક અન્ય છોકરાઓ પણ પહોંચી જાય છે અને રંગ લગાવવાના નામ પર મહિલા સાથે અસભ્ય વર્તન કરવા માંડે છે. આ દરમિયાન મહિલા તેમનાથી બચવાનો પ્રયત્ન કરે છે પરંતુ, છોકરાઓ તેને છોડવાનું નામ નથી લેતા. દરમિયાન, ગ્રુપમાં સામેલ એક છોકરાએ મહિલાના માથા પર ઈંડુ ફોડી દીધુ. જોકે, બાદમાં મહિલા કોઈક રીતે યુવકોના ચંગુલમાંથી બચી નીકળે છે પરંતુ, બાદમાં એક અન્ય યુવક તેના ગાલ પર રંગ લગાવવાનો પ્રયત્ન કરે છે. પછી મહિલા તેને એક તમાચો મારી દે છે અને ત્યાંથી ચાલી જાય છે.

વાયરલ વીડિયોમાં મહિલા વારંવાર બાય, બાય કહેતી સંભળાઇ રહી છે. તે અનિયંત્રિત ગ્રુપમાંથી પોતાને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી હતી. નાનકડી ક્લિપમાં હોલી હૈ, હોલી હૈના નારા પણ સંભળાઇ રહ્યા છે. જ્યારે મહિલા અંતમાં ગ્રુપમાંથી બહાર નીકળવામાં સફળ રહી, તો તેનો તરત એક વ્યક્તિ સાથે સામનો થયો, જેણે હેપ્પી હોલી બૂમ પાડતા તેના ચેહરા પર રંગ લગાવવાનો પ્રયત્ન કર્યો.

જબદરસ્તી ઉત્પીડનના આ વીડિયોને લઈ સોશિયલ મીડિયામાં ગુસ્સો જોવા મળી રહ્યો છે અને લોકો તે યુવકોના આ ગ્રુપની ઓળખ કરીને તેમને સજા આપવાની માંગ કરી રહ્યા છે. કેટલાક લોકોએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર બનેલી આ ઘટનાની ટીકા કરી છે.

 

બોલિવુડ અભિનેત્રી ઋચા ચઢ્ઢા એ લોકોમાં સામેલ હતી, જેમણે આ છોકરાઓને જેલમાં મોકલવાની માંગ કરી. 22 વર્ષીય જાપાની પર્યટક છેલ્લાં કેટલાક મહિનાઓથી ભારતમાં એકલી યાત્રા કરી રહી છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે તેણે હોળીની ઉજવણી ક્યાં કરી અને આ વીડિયો કયા રાજ્યનો છે.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.