- National
- મહાકુંભે ભરી દીધી તિજોરી, અત્યાર સુધી થયો આટલા લાખ કરોડનો બિઝનેસ, અયોધ્યા-બનારસમાં પણ વરસ્યા લક્ષ્મી...
મહાકુંભે ભરી દીધી તિજોરી, અત્યાર સુધી થયો આટલા લાખ કરોડનો બિઝનેસ, અયોધ્યા-બનારસમાં પણ વરસ્યા લક્ષ્મી

મહાકુંભમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. આસ્થાથી અર્થવ્યવસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે. મહાકુંભ ભારતની સૌથી મોટી આર્થિક ઘટના બનીને ઉભરી આવ્યો છે. સ્થાનિક વેપારને જબરદસ્ત પ્રોત્સાહન મળ્યું છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ અનુસાર, માત્ર પ્રયાગરાજમાં જ નહીં, પરંતુ 150 કિલોમીટરના દાયરામાં વેપારમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. અયોધ્યા, વારાણસી અને અન્ય ધાર્મિક સ્થળોની સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ મજબૂતી મળી છે. મહાકુંભ આસ્થા અને અર્થવ્યવસ્થાવા ગાઢ સંબંધને દર્શાવે છે.
વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક આયોજન મહાકુંભે વેપાર અને અર્થવ્યવસ્થાના ક્ષેત્રમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) અનુસાર, આ વખત મહાંભે 3 લાખ કરોડ રૂપિયા (360 બિલિયન અમેરિકન ડોલર) કરતા વધુનો બિઝનેસ જનરેટ કર્યો છે. તે ભારતના સૌથી મોટા આર્થિક આયોજનોમાંથી એક બની ગયો છે. CAITના મહાસચિવ અને સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, આ આયોજન આસ્થા અને અર્થવ્યવસ્થાના ગાઢ સંબંધને દર્શાવે છે.
13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખંડેલવાલે જણાવ્યું કે શરૂઆતના અનુમાન મુજબ 40 કરોડ શ્રદ્વાળું આવવા અને 2 લાખ કરોડ રૂપિયાનો વેપાર થવાની સંભાવના હતી, પરંતુ દેશભરમાં આ આયોજનને લઈને અભૂતપૂર્વ ઉત્સાહને કારણે કુલ વેપાર 3 લાખ કરોડ રૂપિયાથી વધુ થવાની સંભાવના છે.
60 કરોડ શ્રદ્વાળુંઓના આવવાને કારણે મહાકુંભ દરમિયાન અનેક વેપારી ક્ષેત્રોમાં મોટી આર્થિક તેજી જોવા મળી. તેમાં મુખ્યત્વે પ્રવાસન, હૉટલ, આવાસ સેવાઓ, ફૂડ, પેય પદાર્થ ઉદ્યોગ, પરિવહન, લોજિસ્ટિક્સ, પૂજા સામગ્રી, ધાર્મિક વસ્ત્ર, હસ્તકલા, આરોગ્ય સંભાળ, વેલનેસ સેવાઓ, મીડિયા, જાહેરાત, મનોરંજન ઉદ્યોગ, સ્માર્ટ ટેક્નોલોજી, CCTV-ટેલિકોમ અને AI આધારિત સેવાઓ સામેલ છે.
મહા કુંભને કારણે માત્ર પ્રયાગરાજ જ નહીં, પરંતુ 150 કિલોમીટરના દાયરામાં આવેલા શહેરો અને નગરોમાં પણ વેપારમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. આ સિવાય અયોધ્યા, વારાણસી અને અન્ય ધાર્મિક સ્થળોએ પણ શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યાંની સ્થાનિક અર્થવ્યવસ્થા પણ મજબૂતી મળી છે.
ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 7500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. મહાકુંભને સફળ બનાવવા માટે, ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં રસ્તાઓ, ફ્લાયઓવર અને અંડરપાસના નિર્માણ અને સુધારણા પર 7500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ રકમમાંથી 1500 કરોડ રૂપિયા વિશેષ રૂપે મહાકુંભની વ્યવસ્થા માટે ફાળવવામાં આવ્યા હતા. તેનાથી માત્ર પ્રયાગરાજમાં જ નહીં, આસપાસના વિસ્તારોમાં પણ વાહનવ્યવહાર અને નાગરિક સુવિધાઓમાં સુધારો થયો છે.