જસ્ટિસ વર્મા વિરુદ્ધ લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવ મંજૂર, સ્પીકર ઓમ બિરલાએ બનાવી કમિટી, સભ્યોના નામ પણ જાહેર કરાયા

અલ્લાહબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માની રોકડ કાંડ કેસમાં મુશ્કેલીઓ વધતી નજરે પડી રહી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે (12 ઓગસ્ટ) તેમની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ, કુલ 146 સભ્યોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓનો સામેલ છે. લોકસભાના સ્પીકરે એક તપાસ સમિતિની પણ રચના કરી છે. આ સમિતિમાં સામે ન્યાયાધીશોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.

om-birla
en.etemaaddaily.com

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બનાવેલી તપાસ સમિતિમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના 1-1 ન્યાયાધીશને સામેલ કરવામાં આવ્યો છે. તો, આ સમિતિમાં એક કાયદાકીય નિષ્ણાતને પણ સામેલ કરવામાં આવ્યા છે. તપાસ સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી મહાભિયોગ પ્રસ્તાવ પેન્ડિંગ રહેશે. સમિતિની વાત કરીએ તો, તેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમાર, કર્ણાટક હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ બીબી આચાર્ય અને મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ મણીન્દ્ર મોહન શ્રીવાસ્તવને સામેલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 14 માર્ચે જસ્ટિસ વર્માના સરકારી નિવાસસ્થાનમાં આગ લાગી ગઈ હતી. ત્યારે તેઓ દિલ્હી હાઈકોર્ટમાં હતા. માહિતી મળ્યા બાદ દિલ્હી ફાયર સર્વિસની ટીમ તેમના ઘરે પહોંચી હતી. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો, પરંતુ ત્યારબાદ એક ચોંકાવનારો નજારો જોવા મળ્યો. જસ્ટિસ વર્માના સ્ટોર રૂમમાંથી 500-500 રૂપિયાની બળી ગયેલી નોટોના બંડલ મળી આવ્યા, જેને એક કોથળામાં રાખવામાં આવ્યા હતા. જસ્ટિસ વર્માએ કહ્યું હતું કે, તેમના ઘર કે સ્ટોરમાં કોઈ રોકડ નથી. તેમને ષડયંત્ર હેઠળ ફસાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ 28 માર્ચે જસ્ટિસ વર્માને અલ્લાહબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.

justice-yashwant-varma1
newsarenaindia.com

હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવા માટે સંસદના બંને ગૃહોમાંથી કોઈપણમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકાય છે. મહાભિયોગ પ્રસ્તાવ સૌથી પહેલા રાજ્યસભાના અધ્યક્ષ અથવા લોકસભાના સ્પીકર સમક્ષ રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રસ્તાવની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવે છે. તેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને એક પ્રતિષ્ઠિત કાયદાના નિષ્ણાતને સામેલ કરવામાં આવે છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.