- National
- Farmer's Protest: મુંબઈમાં આજે ખેડૂતોની મહારેલી, બેકફૂટ પર ફડણવીસ સરકાર
Farmer's Protest: મુંબઈમાં આજે ખેડૂતોની મહારેલી, બેકફૂટ પર ફડણવીસ સરકાર

મહારાષ્ટ્રમાં ફરીથી હજારો ખેડૂતો રસ્તાઓ પર ઉતરી ચૂક્યા છે. બુધવારે 20 હજારથી વધારે ખેડૂતો પોતાનો બે દિવસનો આંદોલન શરૂ કરી ચૂક્યા છે. આજે એટલે ગુરૂવારે તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાનો ઘેરાવ કરશે. ખેડૂતો પોતાની કેટલીક માંગો માટે પ્રદર્શન કરી રહ્યાં છે. આમાથી દુષ્કાળ માટે વળતળ આપવા, દેવા માફી અને આદિવાસીઓને જમીનનો અધિકાર આપવાની માંગ સામેલ છે.
જણાવી દઈએ કે, હજારોની સંખ્યામાં ખેડૂતો અને આદિવાસીઓ બુધવારે થાણાથી મુંબઈ સુધી બે દિવસનું આંદોલન શરૂ કર્યો છે. પ્રદર્શનકારીઓ આઝાદ મેદાનમાં ભેગા થઈ રહ્યાં છે. ખેડૂતો અને આદિવાસીઓ પોતાના ખાવા-પીવાનો સામન પણ સાથે લઈને ચાલી રહ્યાં છે. આઠ મહિના પહેલા ખેડૂતોએ નાસિકથી આવો જ એક આંદોલન કર્યો હતો.
ખેડૂતો અને આદિવાસીઓના હિત માટે લડનાર લોક સંઘર્ષ મોર્ચા હેઠળ ખેડૂતો મોટા જથ્થામાં ગુરૂવારની સવારે 9 વાગ્યા સુધી દાદર પહોંચી ચૂક્યા છે. કલ્યાણથી શરૂ થયેલ આ મોર્ચો આઝાદ મેદાન તરફ વધી રહ્યો છે.
મેગ્સેસ પુરસ્કારથી સન્માનિત અને ભારતના જળ પુરૂષના નામથી ફેમસ ડો. રાજેન્દ્ર સિંહ પણ માર્ટ કરનારાઓમાં સામેલ છે. ખેડૂતોએ બુધવારે બપોરથી પદયાત્રા શરૂ કરી છે. માર્ચમાં સામેલ એક નેતાએ જણાવ્યું કે, ગુરૂવારે સવારે દક્ષિણ મુંબઈથી આઝાદ મેદાન પહોંચશે અને પછી તેઓ વિધાનભવન પાસે પ્રદર્શન કરશે. હાલમાં રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. માર્ચમાં ભાગ લેનારાઓમાં મોટાભાગના થાણા, ભુસાવલ અને મરાઠાવાડા વિસ્તાર સાથે જોડાયેલા છે.
Maharashtra: Lok Sangharsh Morcha that comprises of tribals and farmers across the state reaches Dadar. The Morcha that has begun from Kalyan yesterday is marching towards Azad Maidan in Mumbai. The farmers are demanding loan waiver and drought compensation among others. pic.twitter.com/K6c3RHp4jb
— ANI (@ANI) November 22, 2018
પ્રદર્શનનું આયોજન કરી રહેલા લોક સંઘર્ષ મોર્ચાના મહાસચિવ પ્રતિભા શિંદેએ કહ્યું, અમે રાજ્ય સરકારને સતત કહ્યું છે કે, લાંબા સમયથી ચાલી આવતી અમારી માંગેને પૂરી કરવામા આવે પરંતુ પ્રતિક્રિયા ઉદાસીન રહી છે. શિંદેએ કહ્યું, અમે લોકો વધારેમાં વધારે તે વાતનો ખ્યાલ રાખી રહ્યાં છીએ કે, મુંબઈના લોકોને આનાથી મુશ્કેલી ના પડે.
ખેડૂત સ્વામીનાથન રિપોર્ટને લાગૂં કરવાની માંગ કરી રહ્યાં છે. સ્વામીનાથન રિપોર્ટમાં તે સૂચનો આપવામા આવ્યા છે કે, જમીન અને પાણી જેવા સંસાધનો સુધી ખેડૂતોનો નિશ્ચિત રૂપથી પહોંચ અને નિયંત્રણ હોવો જોઈએ. તેઓ ન્યૂનતમ સપોર્ટ ભાવ વધારવા અને આને લાગૂ કરવા માટે ન્યાયિક તંત્રની પણ માંગ કરી રહ્યાં છે.
આ ખેડૂત કૃષિ સંકટ માટે લડવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે અને રાજ્યમાં બીજેપી સરકાર તરફથી પાછલા વર્ષો જાહેર દેવા માફી પેકેજને યોગ્ય રીતે લાગૂ કરવા માટે, ખેડૂતો માટે ભૂમિ અધિકારી અને ખેત મજૂરો માટે વળતરની માંગણી કરી રહ્યાં છે.
આ વર્ષે માર્ચમાં અખિલ ભારતીય ખેડૂત સભાના નેતૃત્વમાં હજારો ખેડૂતોએ પોતાની માંગને લઈને 180 કિલોમીટર લાંબી રેલીમાં ભાગ લીધો હતો.
Related Posts
Top News
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Opinion
