ગુજરાત સહિત અનેક જગ્યાએ મયૂર ગ્રુપ પર ITની રેડ, 3 કરોડ રોકડ, આટલું સોનું મળ્યું

On

આયકર વિભાગની ટીમના 150 અધિકારીઓએ મયૂર ગ્રુપ પર ઘણાં રાજ્યોમાં એકસાથે રેડ કરી. આ રેડ કાનપુર સહિત મુંબઈ, સુરત, દિલ્હી અને મધ્ય પ્રદેશના 20 ઠેકાણાઓમાં કરવામાં આવી છે. આયકર વિભાગની ટીમે પહેલા દિવસની કાર્યવાહીમાં 3 કરોડ રોકડ અને 3 કરોડનું ગોલ્ડ જપ્ત કર્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે આયકર વિભાગની ટીમને મયૂર ગ્રુપના માલિક મનોજ ગુપ્તાના કાનપુર સ્થિત એમરલ્ડ સોસાયટીના એક ફ્લેટમાં સિક્રેટ રૂમ પણ મળ્યો છે. જેમાં કેશ અને ગોલ્ડના સિક્કા મળી આવ્યા છે. મયૂર ગ્રુર વનસ્પતિ તેલ, ફૂડ આઇટમ્સ અને પેકેજિંગનું કામ કરે છે.

સ્લાઇડર મિરરની પાછળ સિક્રેટ રૂમ

આયકર અધિકારી જ્યારે ઘરની દરેક વસતુઓ તપાસી રહ્યા હતા, ત્યારે તેમને એક રૂમમાં મોટો અરીસા દેખાયો. જ્યારે તેને હલાવ્યો તો જાણ થઇ કે તે એક સ્લાઇડર મિરર છે. મિરર સ્લાઇડ કરી અધિકારી અંદર ગયા તો નજારો જોઇ ચોંકી ગયા. તે એક સિક્રેટ રૂમ હતો. જેમાં મોટી માત્રામાં રોકડ અને અન્ય કિંમતી વસ્તુઓ રાખવામાં આવી હતી.

મયૂર ગ્રુપે એક એવી કંપની પાસેથી 25 કરોડ રૂપિયા લોન લીધી છે એવું દેખાડ્યું છે જે હકીકતમાં છે જ નહીં. રેકોર્ડ્સ અનુસાર, મયૂર ગ્રપે કોલકાતા, મુંબઈ વગેરે જગ્યાઓ પર શેલ કંપનીઓ પાસેથી લોન લીધી છે તેવું દેખાડ્યું છે. તેની સાથે જ એવી કંપનીઓ પાસેથી પણ ખરીદારી દેખાડી છે જે ખરેખર મોજૂદ જ નથી. આરોપ છે કે, કંપની પોતાનાં બ્લેક મનીને રિયસ એસ્ટેટમાં ખપાવી રહી હતી.

રેડમાં શરૂઆતી રીતે એવા પુરાવા મળ્યા છે, જેમાં જાણ થઇ કે કંપની કસ્ટમ ડ્યૂટી બચાવવા માટે SAFTA કરારનું ઉલ્લંઘન કરી રહી હતી. આગળની કાર્યવાહી વધુ તપાસ પછી હાથે ધરાશે.

આયકર વિભાગે ગુરુવારે મયૂર ગ્રુપના 20થી વધુ ઠેકાણાઓ પર એક સાથે કાર્યવાહી કરી. લગભગ 150થી વધારે અધિકારીઓએ કાનપુર સહિત મધ્ય પ્રદેશ, દિલ્હી, મુંબઈ, ગુજરાત, પશ્ચિમ બંગાળના અલગ અલગ સ્થળોએ છાપેમારી કરી.

મયૂર ગ્રુપનો બિઝનેસ 5 રાજ્યોમાં ફેલાયેલો છે. જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડ સામેલ છે. આ ઉપરાંત દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં ઓફિસ છે.

Top News

ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

છેવટે, કોણ ધનવાન બનવા નથી માંગતું? પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તે સ્તર સુધી પહોંચે. બચત...
Business 
ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હરિયાણાના હિસારની રહેવાસી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરા અને તેના પતિ દીપક હુડ્ડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. પોલીસમાં...
National 
દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત વકીલ એલિના હુબ્બાને ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે...
World 
હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

કોમેડિયન કુણાલ કામરાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તે ઘણા દિવસ સુધી ચર્ચામાં રહ્યો હતો, સોશિયલ મીડિયા...
Entertainment 
આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

Opinion

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે...
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.