પુત્રી સાથે છેડતી, સુરક્ષા ગાર્ડને ધમકી... FIR નોંધાવવા મંત્રી રક્ષા ખડસે પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા

રવિવારે કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે પોતાની પુત્રીની સુરક્ષાને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રીની પુત્રી સાથે છેડતીની ઘટના બાદ મહારાષ્ટ્રમાં હોબાળો મચી ગયો છે. રક્ષા ખડસેએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા અને આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરી છે.

મુક્તાઈનગર તાલુકાના કોથલી ગામમાં સંત મુક્તાઈ યાત્રા દરમિયાન, કેટલાક ટપોરી છોકરાઓએ કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેની પુત્રી સહિત કેટલીક છોકરીઓની છેડતી કરી હતી, જેના માટે મંત્રી રક્ષા ખડસે ખુદ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

Raksha-Khadse1

છેડતીના આ કેસમાં, રક્ષા ખડસેના સુરક્ષા ગાર્ડની ફરિયાદ પર મુક્તાઈ નગર પોલીસ સ્ટેશનમાં ચાર યુવાનો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે તે ટપોરી યુવાનોની વહેલી તકે ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે.

Raksha-Khadse2

મળતી માહિતી મુજબ, ઘટના સમયે તેમની પુત્રી સાથે હાજર રહેલા સુરક્ષા ગાર્ડનો કોલર પકડીને યુવકોએ તેમને ધમકી આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ યુવાનોમાં કેટલાક ગુનાહિત પ્રકારના યુવાનો હતા, જે DyCM શિવસેના શિંદે જૂથના ધારાસભ્ય ચંદ્રકાંત પાટીલના કાર્યકરો હોવાનું કહેવાય છે.

Raksha-Khadse3

CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, 'દુર્ભાગ્યવશ આ ઘટનામાં એક ચોક્કસ પક્ષના કાર્યકરો સામેલ છે, જેમણે ગુનો કર્યો છે. પોલીસે કેસ નોંધ્યો છે. કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના ગુનેગારોની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. જાહેર સ્થળે છેડતીની ઘટના યોગ્ય નથી અને તેમાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે નહીં. તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.'

મુક્તાઈનગરના SDPO કૃષ્ણત પિંગળેએ જણાવ્યું હતું કે, '28 ફેબ્રુઆરી, 2025ના રોજ મુક્તાઈનગર તાલુકાના કોથલી ગામમાં એક યાત્રા હતી. મુક્તાઈનગર શહેરના અનિકેત ઘુઈ અને તેના 6 મિત્રો યાત્રામાં ભાગ લઈ રહ્યા હતા. એ જ યાત્રા દરમિયાન, અનિકેત ઘુઈ અને તેના મિત્રોએ 3-4 છોકરીઓનો પીછો કર્યો અને તેમની છેડતી કરી. અમે પીછો કરવાનો અને છેડતી કરવાની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોક્સો એક્ટની સાથે, એક આરોપીની IT એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને પકડવા માટે ત્રણ ટીમો મોકલવામાં આવી છે.

Related Posts

Top News

ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

ગુજરાત ભાજપના નેતા અને અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિ દેસાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને GPSCના...
Education 
ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

સુરતમાં શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કાર ચાલક BRTS રૂટ પર કાર ચલાવી રહ્યો...
Gujarat 
સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થાય તો જે ટોપર વિદ્યાર્થીઓ હોય તેમના પરિવારો ખુશીથી ઉજવણી કરે, મિઠાઇ વ્હેંચે....
Education 
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો...
Offbeat 
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ
Copyright (c) Khabarchhe All Rights Reserved.