યોગી સરકારના મંત્રીને એક વર્ષની જેલની સજા, જાણો શું છે મામલો?

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારના એક મંત્રીને કોર્ટે 9 વર્ષ જૂના એક કેસમાં 1 વર્ષની જેલની સજા ને દંડ ફટકાર્યો છે. ઘટના વર્ષ 2014 લોકસભાની ચૂંટણી વખતની છે અને મંત્રીને આ ઘટનામાં દોષી ઠેરવવામાં આવ્યા છે. યોગી અને મંત્રી બંને માટે આ એક મોટો ઝટકો છે. ભાજપના  નેતાઓએ બાબતે મૌન સાધી લીધું છે.

યોગી સરકારમાં મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીને MP MLA કોર્ટથી મોટો ઝટકો મળ્યો છે. વર્ષ 2014 લોકસભા ચૂંટણી સાથે જોડાયેલા એક મામલામાં મંત્રી દોષી સાબિત ઠેરવવામાં આવ્યા છે અને કોર્ટે એક વર્ષની સજાનો ચુકાદો આપ્યો છે. તેમની પર 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. નંદીને IPCની કલમ 147 અને 323 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.

યોગી સરકારના  મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીને જેલની સજા સંભળાવવા પાછળનું કારણ  એવું છે કે,2014ની લોકસભા ચૂંટણી દરમિયાન, નંદી પર તત્કાલિન સપા સાંસદ રેવતી રમણ સિંહની જાહેર સભામાં તેમના સમર્થકો દ્વારા હુમલો કરવાનો આરોપ હતો. સપા સમર્થકો માટે જાતિવિષયક શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવો પણ આરોપ હતો કે રેલી દરમિયાન સપાના કાર્યકરો સાથે મારપીટ કરવામાં આવી હતી જેમાં ઘણા ઘાયલ થયા હતા. નંદી તે સમયે કોંગ્રેસ પાર્ટીમાં હતા અને સમાજવાદી પાર્ટીએ એ તેમની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આ જ કેસમાં નંદીને 9 વર્ષ બાદ દોષી ઠેરવવામાં આવ્યા છે અને કોર્ટે એક વર્ષની જેલની સજા અને 10,000નો દંડ કરવાનો હુકમ કર્યો છે. આ ઘટનામાં સમાજવાદી પાર્ટીના કાર્યકર વેંકટરમણ શૂક્લાએ નંદી સામે ફરિયાદ કરી હતી.

તમારા માટે એ જાણવું જરૂરી છે કે કોર્ટે એક વર્ષની સજાનો ચુકાદો આપવા છતા નંદીનું વિધાનસભાનું સભ્યપદ રદ નહીં થાય. કોઇ પણ કેસમાં બે વર્ષ કે તેથી વધારે સમય સુધી જેલની સજા થઇ હોય તો જ વિધાનસભાનું સભ્યપદ રદ કરવામાં આવે છે.

પરંતુ અહીં MP MLA એ કોર્ટે એક વર્ષની સજા જાહેર કરી હોવાથી આ વિભાગમાં નંદીને થોડી રાહત મળી છે. કોર્ટના આ આદેશ પર હજુ સુધી નંદી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ભાજપે પણ આ મામલે મૌન સેવ્યું છે.<

About The Author

Related Posts

Top News

સરકારે ગીતકાર પ્રસૂન જોશીની પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે કરી વરણી

ભારત સરકાર દ્વારા જાણીતા ગીતકાર, કવિ અને લેખક પ્રસૂન જોશીની દેશના જાહેર પ્રસારણકર્તા 'પ્રસાર ભારતી' ના અધ્યક્ષ...
Entertainment 
સરકારે ગીતકાર પ્રસૂન જોશીની પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે કરી વરણી

બાળકોના પેરાસીટામોલ સીરપ ટેસ્ટિંગમાં ફેઇલ, રિપોર્ટ એટલો મોડો આવ્યો કે આખો સ્ટોક યુઝ થઈ ગયો

મધ્ય પ્રદેશના જબલપુરમાં જાહેર આરોગ્યસંભાળ પ્રણાલીની કથળતી સ્થિતિનું બીજું એક સ્પષ્ટ ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. આ ઘટના બાળકોને આપવામાં આવતા...
National 
બાળકોના પેરાસીટામોલ સીરપ ટેસ્ટિંગમાં ફેઇલ, રિપોર્ટ એટલો મોડો આવ્યો કે આખો સ્ટોક યુઝ થઈ ગયો

117માંથી 94 ધારાસભ્યો AAPના, છતા ભગવંત માન સરકાર કેમ લાવી વિશ્વાસ પ્રસ્તાવ? સમજો રણનીતિ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શુક્રવારે પંજાબ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો, ત્યારબાદમાં એક ખાસ સત્ર દરમિયાન સર્વાનુમતે પસાર કરવામાં...
Politics 
117માંથી 94 ધારાસભ્યો AAPના, છતા ભગવંત માન સરકાર કેમ લાવી વિશ્વાસ પ્રસ્તાવ? સમજો રણનીતિ

પોલીસ કોન્સ્ટેબલ જ રૂ. 50 લાખની લૂંટનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો, રાજસ્થાનથી પકડાયો

દિલ્હી પોલીસે ફરી એકવાર 'ખાખી વર્દી'ને શરમમાં નાખી દીધી. પોલીસ વિભાગમાં તૈનાત એક કોન્સ્ટેબલ પર રૂ. 50...
National 
પોલીસ કોન્સ્ટેબલ જ રૂ. 50 લાખની લૂંટનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો, રાજસ્થાનથી પકડાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.