હાથમાં PM અને તેમના માતાનો સ્કેચ, લાગણીશીલ છોકરાનો PM એ બનાવી દીધો દિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે.  આ ક્રમમાં પીએમ મોદીનો સુરતમાં એક કાર્યક્રમ હતો.  તેમાં હાજરી આપવા માટે વડાપ્રધાન ખુલ્લી કારમાં જઈ રહ્યા હતા.  ત્યારે એક અનોખો નજારો જોવા મળ્યો હતો.  વાસ્તવમાં, પીએમ મોદીના સ્વાગત માટે રેલિંગની બીજી બાજુ ઉત્સાહિત ભીડ ઉભી હતી.  આ ભીડમાં એક યુવક પણ ઊભો હતો.  વડાપ્રધાનને જોઈને તે ભાવુક થઈ ગયો હતો.

pm-modi1

યુવકના હાથમાં એક સુંદર તસવીર હતી, જેમાં પીએમ મોદી અને તેમની માતા હીરાબેનનો સ્કેચ બનાવવામાં આવ્યો હતો.  જેવી વડાપ્રધાનની કાર ત્યાંથી પસાર થઈ, કે યુવક ભાવુક થઈ ગયો અને તેની આંખમાંથી આંસુ વહી ગયા.  જ્યારે પીએમ મોદીએ આ આખું દ્રશ્ય જોયું તો તેમણે કાર રોકાલી દીધી.

pm-modi

આ પછી યુવકે પીએમ મોદીને સ્કેચ રજૂ કર્યો હતો.  વડાપ્રધાન મોદીએ ન માત્ર તેનો સ્વીકાર કર્યો પરંતુ તેના પર પોતાનો ઓટોગ્રાફ પણ આપ્યો.  આ ઈમોશનલ ક્ષણ પણ ત્યાં હાજર લોકો માટે યાદગાર બની ગઈ.  એટલું જ નહીં, પીએમ મોદી પ્રત્યેના આ વિશેષ આદર અને પ્રેમે બધાનું ધ્યાન ખેંચ્યું.  વડાપ્રધાને પણ આ વ્યક્તિના સ્નેહને નમ્રતાથી સ્વીકાર્યો હતો.  લગભગ એક મિનિટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.