- National
- ચાર બાળકોની માતા ઇન્સ્ટાગ્રામ પ્રેમી સાથે ભાગી ગઈ, પતિ-સસરાએ ઘણી વિનંતી કરી પણ ન માની!
ચાર બાળકોની માતા ઇન્સ્ટાગ્રામ પ્રેમી સાથે ભાગી ગઈ, પતિ-સસરાએ ઘણી વિનંતી કરી પણ ન માની!
એટા જિલ્લામાં ચાર બાળકોની માતા મનીષા તેના પ્રેમી સાથે ભાગી ગઈ. પોલીસે 25 દિવસ પછી તેને બદાયૂંથી શોધી કાઢી અને કોર્ટમાં રજૂ કરી. કોર્ટમાં, મનીષાએ તેના પતિ પર દારૂ પીવા, જુગાર રમવા અને બળજબરીથી બીજા સાથે જાતીય સંબંધો બાંધવા મજબુર કરવાના ગંભીર આરોપો લગાવ્યા. તેણે જણાવ્યું કે, તે હવે તેના પતિ સાથે નહીં રહે અને તે તેના ઇન્સ્ટાગ્રામ પ્રેમી મુકેશ યાદવ સાથે રહેવા માંગે છે અને તેના આ બાળકોને પણ પોતાની સાથે નહીં લઈ જાય.

ઉત્તર પ્રદેશના એટાથી એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, જ્યાં 4 બાળકોની માતા તેના ઇન્સ્ટાગ્રામ પ્રેમી સાથે ઘર છોડીને ભાગી ગઈ હતી. તેના પતિ અને સસરાની ફરિયાદ પર પોલીસે 25 દિવસ પછી મહિલાને શોધી કાઢી. જોકે, જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે તેણે આપેલા તેના નિવેદનથી બધા ચોંકી ગયા હતા.
આ સમગ્ર ઘટના એટા જિલ્લાના અલીગંજ તાલુકા વિસ્તારના ઝકરઈ ગામમાં બની હતી. 25 વર્ષીય મહિલા મનીષા 25 દિવસ પહેલા અચાનક પોતાના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી. તેના પતિ ભૂપ સિંહે પત્ની ગુમ થયાનો રિપોર્ટ દાખલ કર્યો હતો. પોલીસે બદાયૂં જિલ્લામાંથી મનીષાને શોધી કાઢીને અને તેને SDM જગમોહન ગુપ્તાની કોર્ટમાં રજૂ કરી.

કોર્ટમાં, મનીષાએ તેના પતિ પર ગંભીર આરોપો લગાવ્યા. તેણે જણાવ્યું કે તેનો પતિ દારૂ પીતો હતો, જુગાર રમતો હતો અને અજાણ્યા લોકો લાવીને તેની સાથે જાતીય સંબંધો બાંધવા માટે મજબુર કરતો હતો. મહિલાએ જણાવ્યું કે, તે હવે તેની સાથે રહેવા માંગતી નથી.
મનીષાએ કોર્ટને જણાવ્યું કે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર બદાયૂં જિલ્લાના મુકેશ યાદવ નામના વ્યક્તિ સાથે મિત્રતા કરી હતી, જે ધીમે ધીમે પ્રેમમાં પરિણમી. તેણે જણાવ્યું કે તે હવે તેની સાથે રહેવા માંગે છે અને તેના ચાર બાળકોને પણ પોતાની સાથે લઈ જશે નહીં.

મનીષાના સસરા હંસરાજ અને બાળકો SDM કોર્ટની બહાર રડતા અને વિનંતી કરી રહ્યા છતાં, મનીષાએ પાછળ ફરીને જોયું પણ નહીં. કોર્ટ પરિસરમાં હાજર લોકોએ મહિલાના આવા કૃત્યની સખત નિંદા કરતા કહ્યું કે, તેણે માની મમતાનું અપમાન કર્યું છે.
મનીષાના કહેવા પ્રમાણે, 'હું હવે મારા પતિ સાથે રહેવા માંગતી નથી. તેણે મારું જીવન નર્ક બનાવી દીધું છે.' ભૂપ સિંહે કહ્યું, 'કોઈએ મારી પત્નીને બહેકાવી દીધી છે. મારા નાના બાળકો છે. હવે તેમનું શું થશે?' આ દરમિયાન, હંસરાજ (સસરા)એ કહ્યું, 'પુત્રવધૂની ઇન્સ્ટાગ્રામ મિત્રતાએ અમારું ઘર બરબાદ કરી દીધું છે અને તે બંને સામે કાર્યવાહી થવી જોઈએ.'

