‘LPGની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી..’, આજથી દેશમાં લાગૂ થયા આ 5 બદલાવ

On

જૂન પૂરો થઈ ગયો છે અને આજથી જુલાઇ શરૂ થઈ ગયો છે. દર મહિનાની જેમ આ નવો મહિનો પણ ઘણા પ્રકારના બદલાવ લઈને આવ્યો છે. તેમ ઘરની રસોઇના બજેટથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમ સુધી સામેલ છે. પહેલી તારીખથી દેશમાં ફરી એક વખત LPG સિલિન્ડરની કિંમતમાં બદલાવ થયો છે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરીને રાહત આપી છે. રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા સિલિન્ડરની કિંમત 30 રૂપિયા સુધી ઘટી ગઈ છે. આવો જાણીએ 5 બદલાવો બાબતે જે દરેક ઘર અને દરેકના ખિસ્સા પર અસર નાખવાના છે.

પહેલો બદલાવ LPGની કિંમત ઘટી:

દેશમાં ફરી LPGની કિંમતમાં ઘટાડો થયો છે. જો કે, આ વખત પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ઘરેલુ કેસ સિલિન્ડરની કિંમત યથાવત રાખી છે. જ્યારે કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં સંશોધન કર્યું છે જે 1 જુલાઇ 2024ના રોજ સવારે 6 વાગ્યાથી લાગૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયમાં જ્યાં 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિનરની કિંમતોમાં ઘણી વખત બદલાવ જોવા મળ્યા છે. આજથી દિલ્હીમાં સિલિન્ડર 30 રૂપિયા સસ્તા થઈ ગયા છે. દિલ્હીમાં LPGની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 1676 રૂપિયાથી ઘટીને 1646 કરી દેવામાં આવી છે. એ સિવાય કોલકાતામાં 1787ની જગ્યાએ 1756 રૂપિયાનો મળશે. ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડર આજથી 1840.50ની જગ્યાએ 1809.50 રૂપિયામાં મળશે. તો મુંબઈની વાત કરીએ તો તેની કિંમત 1598 થઈ ગઈ છે જે પહેલા 1629 રૂપિયાનો મળી રહ્યો હતો.

ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ:

જો તમે ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરી રહ્યા છો તો આજથી તમારા માટે પણ નિયમ બદલાઈ ગયા છે. મહિનાના પહેલા જ દિવસે ક્રેડિટ કાર્ડના પેમેન્ટ સાથે જોડાયેલો મોટો બદલાવ લાગૂ થવા જઇ રહ્યો છે. ત્યારબાદ કેટલાક પેમેન્ટ પ્લેટફોર્મના માધ્યમથી બિલ પેમેન્ટમાં પરેશાની આવી શકે છે. આ પ્લેટફોર્મ્સમાં ક્રેડ, ફોનપે, બિલડેસ્ક જેવી કેટલીક ફિનટેક સામેલ છે. RBIના નવા રેગ્યૂલેશન મુજબ, જુલાઈથી બધા ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે BBPSના માધ્યમથી કરવા જોઇએ. ત્યારબાદ બધાને BBPSના માધ્યમથી બીલિંગ કરવી પડશે.

SIM કાર્ડ પોર્ટ રૂલ:

TRAI તરફથી સુરક્ષાને ધ્યાનમાં રાખતા નિયમોમાં બદલાવ કરવામાં આવે છે. હવે ફરી એક વખત SIM કાર્ડ સાથે સંબંધિત નિયમ બદલાયો છે. આ મોટો બદલાવ પણ આજથી લાગૂ થયા છે. TRAIએ મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) નિયમમાં બદલાવ કરતા SIM સ્વેપ ફ્રોડથી બચવા માટે આ નિયમ લાગૂ અર્યો છે. એ હેઠળ SIM કાર્ડ ચોરી કે ડેમેજ થવાની સ્થિતિમાં તમારે થોડી રાહ જોવી પડશે. પહેલા SIM કાર્ડ ચોરી કે ડેમેજ થયા બાદ તમને સ્ટોર પરથી તાત્કાલિક નવો SIM મળી જતો હતો. પરંતુ નવા નિયમ મુજબ હવે તેનો લોકિંગ પીરિયડ વધારી દેવામાં આવ્યો છે અને યુઝર્સે 7 દિવસ સુધી રાહ જોવી પડશે. માર્ચ 2024માં TRAIએ એક્સ પોસ્ટના માધ્યમથી 1 જુલાઈથી SIM પોર્ટ કરાવવાના નિયમમાં આ બદલાવ સંબંધમાં જાણકારી આપી હતી. જો કે, ડેટ આગળ વધશે કે નહીં, તેને લઈને અત્યારે કોઈ અપડેટ આવ્યું નથી.

મોબાઈલ પર વાત કરવું પણ મોંઘું:

આજથી બદલાવોની લિસ્ટમાં ચોથો બદલાવ પણ તમારા ફોન સાથે જોડાયેલો છે. રિલાયન્સ જિયોથી લઈને એરટેલ અને વોડાફોન આઇડિયા સુધીએ તમારા ટેરિફ પ્લાન મોંઘા કરી દીધા છે. આ નવા પ્લાન 3-4 જુલાઈથી લાગૂ થવાના છે.

12 દિવસ સુધી નહીં ખૂલે બેંક:

જુલાઇ મહિના માટે બેંક હોલિડે લિસ્ટ RBI તરફથી  પોતાની વેબસાઇટ પર અપલોડ કરી દેવામાં આવી છે. એ મુજબ આ મહિને 12 દિવસ બેંક બંધ રહેશે. એ અલગ અલગ રાજ્યોમાં ત્યાં થનારા આયોજનોના આધાર પર અલગ અલગ હોય શકે છે.

Related Posts

Top News

સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જેમાં આપણે દરેક પગલે પસંદગીઓ કરીએ છીએ. આ પસંદગીઓ આપણાં કર્મો નક્કી કરે...
Lifestyle 
સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રીનો વળાંક...
Sports 
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.