અમારું ચૂંટણી ચિહ્ન ચોરાયું છે, ગલીએ-ગલીએ જઇને લોકોને જણાવો: ઉદ્ધવ ઠાકરે

ચૂંટણી પંચમાં શિવસેનાના નિયંત્રણ માટેની લડાઈ હારી ગયા બાદ ઉદ્ધવ ઠાકરેએ માતોશ્રી ખાતે તેમના ગ્રુપના નેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ માતોશ્રીની બહાર એકત્ર થયેલા સમર્થકોને સંબોધતા ઉદ્ધવે તેમને સંદેશ આપ્યો કે અમારું ચૂંટણી ચિન્હ ચોરાઈ ગયું છે, એવું  લોકોને જણાવો. તેમણે શિંદે જૂથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેએ પોતાના ગ્રુપના નેતાઓ સાથે બેઠક કર્યા પછી માતોશ્રીના બહાર ઉભેલા સમર્થકોને સંબોધમ કરતી વખતે ભાવૂક અપીલ કરી હતી સાથે એકનાથ શિંદેને ખુલ્લો પડકાર પણ ફેંક્યો હતો. ઠાકરેએ કહ્યુ કે, મહાશિવરાત્રીના એક દિવસ પહેલા અમારા ચૂંટણી ચિહ્ન ધનુષ-બાણની ચોરી થઇ છે, તમે અમારા ધનુષ બાણ ચોરી લીધા છે.

ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે ગ્રુપનું નામ લીધા વિના પડકાર ફેંક્યો કે તેઓ તેની સાથે વધુ ચૂંટણી લડે. આ દરમિયાન તેમણે પોતાના નવા ચૂંટણી ચિન્હનો પણ સંકેત આપ્યો અને કહ્યું કે હવે તેઓ મસાલા લઈને આવશે. તમારા સમર્થનથી અમે તેમને હરાવીશું અને ફરીથી ભગવો ધ્વજ લહેરાવીશું. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ પણ પોતાના સમર્થકોમાં જોશ ભરવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે, આપણે ફરી એકવાર રાજ્યમાં આપણી શિવસેના ગ્રુપના મુખ્યમંત્રી બનાવવાના છે.

ઉદ્ધવ ઠાકરેએ સમર્થકો સાધે સીધો સંવાદ સ્થાપિત કરીને કહ્યુ હતું કે શું તમારામાં હિંમત છે? શું તમને મારા પર વિશ્વાસ છે? ઠાકરેએ ભાજપ અને PM મોદી પર  નિશાન સાધીને કહ્યું હતું કે, આજે તેમની હાલત એવી છે કે તેમણે બાલાસાહેબ ઠાકરેના નામનો સહારો લેવો પડે છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી એવું વિચારે છે કે શિવસેનાને સમાપ્ત કરી દઇશું, પરંતુ શિવસેના ક્યારેય સમાપ્ત થવાની નથી.

ઠાકરેએ કહ્યું કે, હું સરકારી અમલદારોને કહેવા માંગુ છું કે જનતા નિર્ણય લેશે કે શિવસેના કોની છે. જનતા મસાલને પણ હટાવી શકે છે. તેમણે સમર્થકોને કહ્યું હતું કે, ગલી-ગલી, ઘર –ઘર જઇને લોકોને કહો કે અમારું ચૂંટણી ચિહ્ન ચોરાઇ ગયું છે.

ઉદ્ધવ ઠાકરેના સંબોધન પહેલા એવા અહેવાલો પણ આવ્યા હતા કે તેમના નેતૃત્વ હેઠળનું ગ્રુપ ચૂંટણી પંચના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે.જ્યારે ઉદ્ધવ ઠાકરેએ સભા પછી સમર્થકોને સંબોધિત કર્યા ત્યારે તેમણે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે જૂથને ધનુષ્ય અને તીર સાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો પડકાર ફેંક્યો.

ઉદ્ધવ ઠાકરેએ પણ પોતાના સમર્થકોની સામે સ્પષ્ટ કર્યું કે હવે તેઓ મસાલથી લડશે. તેમણે સમર્થકોને નવા પ્રતીક સાથે ચૂંટણીની તૈયારીમાં લાગી જવાનો સંદેશ પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શિવસેનાના નામ અને ચિહ્ન પર એકનાથ શિંદેની આગેવાની હેઠળના ગ્રુપના દાવાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું કે તેઓ આવતીકાલે એટલે કે 19 ફેબ્રુઆરીએ ફેસબુક લાઈવ કરશે. તેમણે કહ્યું કે જ્યારે પણ પ્રતીકને લઈને ઝઘડો થયો ત્યારે તે કોઈને આપવામાં આવ્યો ન હતો. તેમણે ભાવુક થઈને સમર્થકોને કહ્યું કે હું તમને કંઈ આપી શકું તેમ નથી. મારા હાથ ખાલી  છે.. તેમણે કાર્યકરોને ચૂંટણીની તૈયારીમાં લાગી જવા જણાવ્યું હતું.

Top News

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રવિવારે રોમાન્ચક મેચ જોવા મળી હતી. પંજાબે મેચ 10 રનથી...
Sports 
‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ

જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સર થઇ ગયું છે. તેમનું આ કેન્સર હાડકાં સુધી ફેલાઇ ચૂક્યું છે. તેનો અર્થ...
Politics  Health 
જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ

ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે

બિહાર વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર છ મહિના બાકી છે અને તમામ રાજકીય પક્ષો અને તેમના નેતાઓ તેમની ચૂંટણી યોજનાઓને સક્રિય...
National 
ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.