પીટબુલ દીકરી પર ભસતો હતો,માણસે તોડી નાખ્યું જડબું અને 8 દાંત, 70 હજારનો ખર્ચ થયો

લાકડી વડે ખરાબ રીતે માર મારવાને કારણે પીટબુલ ડોગનું જડબું તૂટી ગયું હતું. આ સાથે તેના 8 દાંત પણ તૂટી ગયા હતા. હુમલાને કારણે તેના મોઢામાંથી લોહીની ધાર વહી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં બે યુવકો ઘરમાં ઘૂસીને ખાટલા પર સૂતેલા કૂતરા પર ડંડા વડે હુમલો કરતા જોવા મળ્યા હતા.

વાસ્તવમાં, આ મામલો સોમવારે સાંજે UPના ગાઝિયાબાદમાં બન્યો હતો. દેવેન્દ્રના ઘરમાં એક વર્ષનો પિટબુલ કૂતરો પાળેલો છે. તેનું નામ મોતી છે. હાલમાં દેવેન્દ્રના ઘરમાં બાંધકામનું કામ ચાલી રહ્યું છે. નોમાન અને ઈમરાન તેની પાડોશમાં રહે છે. સોમવારે સાંજે ઈમરાન અને નોમાન હાથમાં જાડી લાકડી (ડંડો) લઈને ઘૂસી ગયા હતા અને ખાટલા પર સુતેલા મોતીને એક પછી એક એમ વારંવાર ડંડા વડે હુમલો કર્યો હતો. કૂતરો પોતાને હુમલાથી બચાવી શક્યો નહીં. થોડી જ વારમાં દેવેન્દ્રના ઘરમાં હોબાળો મચી ગયો.

ઈમરાન અને નોમાન દ્વારા ખુબ માર માર્યા બાદ મોતીના મોઢામાંથી લોહી વહેવા લાગ્યું અને તે બેહોશ થઈને ખાટલા પર જ પડ્યો રહ્યો. અહીં દેવેન્દ્રના પરિવારની મહિલાઓએ ઈમરાન અને નોમાનને રોકવાનો પ્રયાસ કર્યો, બંનેએ તેમને પણ ઈજા પહોંચાડી હતી. આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં બંને યુવકોના હાથમાં જાડી લાકડીઓ (ડંડા) છે. બીજી તરફ દેવેન્દ્રના પરિવારની મહિલાઓ જોર જોરથી બોલતી અને બૂમો પડતી જોવા મળી રહી છે.

બનાવ બાદ બંને પક્ષે સામસામી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમના અહેવાલમાં, હુમલાખોરોએ કહ્યું હતું કે, પીટબુલ તેમની પુત્રી પર ભસતો હતો. જ્યારે, દેવેન્દ્રની પત્ની રાની કહે છે કે, તેમના ઘરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પાડોશીની દીકરી બાંધકામના સામાન સાથે રમતી હતી. આ દરમિયાન મોતી (પીટબુલ) તેના પર ભસવા લાગ્યો. પણ અમે મોતીને અંદર લઇ લીધો હતો. ત્યાર પછી આ લોકોએ તેના પર હુમલો કર્યો હતો. આ લોકોએ મારી નણંદ પર પણ હુમલો કર્યો હતો.

રાનીએ પોલીસને જણાવ્યું કે, લાકડી વડે ખુબ માર માર્યા બાદ મોતી લોહીથી લથપથ થઈ ગયો હતો. તેના ઉપરના અને નીચેના જડબા તૂટી ગયા છે અને 8 દાંત પણ તૂટી ગયા છે. અમે તેની સારવાર વિશે ખૂબ ચિંતિત હતા. પછી હાઉસ ઓફ સ્ટ્રે એનિમલ ડિસ્પેન્સરી લઈને નોઈડા પહોંચ્યા. અહીં તેણે સર્જરી કરાવી છે. મોતીની સારવારમાં 70 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે.

હાઉસ ઓફ સ્ટ્રે એનિમલ ડિસ્પેન્સરીના સંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, પિટબુલ આક્રમક લાગતો નથી. આ ઘટના બાદથી તે માણસોથી ડરી ગયો છે. હુમલાને કારણે તેનું ઘણું લોહી વહી ગયું હતું. સર્જરી દરમિયાન તેના જડબામાં પ્લેટ મૂકવામાં આવી છે. તેને સાજા થવામાં ઘણો સમય લાગશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.