મધ્યપ્રદેશમાં યુનિવર્સિટીના પટાવાળાએ ફક્ત રૂ. 5 હજારમાં ઉત્તરવહીઓ ચકાસી! પ્રોફેસર સસ્પેન્ડ

મધ્યપ્રદેશ ખરેખર વિચિત્ર છે, સૌથી અદ્ભુત! અહીં રોજ આવા વિચિત્ર કિસ્સાઓ પ્રકાશમાં આવે છે, જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. તાજેતરનો મામલો નર્મદાપુરમ જિલ્લાના પિપરિયામાં સ્થિત શહીદ ભગતસિંહ સરકારી પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજનો છે. અહીં ઉત્તરવહીઓનું મૂલ્યાંકન પ્રોફેસર દ્વારા નહીં પણ પટાવાળા દ્વારા કરવામાં આવતું હતું! ચોંકાવનારી વાત એ છે કે ઉત્તરવહીઓ તપાસવાની જવાબદારી એક પટાવાળાને માત્ર 5000 રૂપિયામાં સોંપવામાં આવી હતી, જેનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. જ્યારે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, ત્યારે હોબાળો મચી ગયો. ઉચ્ચ શિક્ષણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી, તપાસનો આદેશ આપ્યો અને જવાબદાર પ્રોફેસરને સસ્પેન્ડ કર્યા.

આ મામલો જાન્યુઆરી 2025નો છે, જ્યારે સરકારી શહીદ ભગતસિંહ PG કોલેજના વર્ગ 4ના કર્મચારી (પટાવાળા) પન્નાલાલ પથારિયાનો પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસતો વીડિયો વાયરલ થયો હતો.

Peon-Check-Exam-Papers
bhaskar.com

વીડિયો વાયરલ થયા પછી, વિદ્યાર્થીઓએ આ બાબતની ફરિયાદ સ્થાનિક ધારાસભ્ય ઠાકુરદાસ નાગવંશીને કરી અને વીડિયો પણ સુપરત કર્યો. આ પછી આ મામલો ઉચ્ચ શિક્ષણ વિભાગના ધ્યાન પર લાવવામાં આવ્યો.

વિભાગે આ સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરી. સમિતિએ હવે આ મહિનાની 3 તારીખે પોતાનો તપાસ અહેવાલ સુપરત કર્યો છે. ત્યાર પછી, 4 એપ્રિલે, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને એક પ્રોફેસર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર, પટાવાળા પન્નાલાલ પથારિયાએ ખરેખર ગેસ્ટ ફેકલ્ટી ખુશ્બુ પાગરેને આપવામાં આવેલી ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કર્યું હતું. પન્નાલાલે લેખિતમાં સ્વીકાર્યું કે તેણે નકલો તપાસવા માટે 5000 રૂપિયા લીધા હતા.

આ દરમિયાન, ખુશ્બુ પાગરેએ પોતાના બચાવમાં કહ્યું કે, તેની તબિયત ખરાબ હતી, જેના કારણે તે કોલેજના બુકલિફ્ટર રાકેશ મેહરને 7000 રૂપિયા ચૂકવ્યા હતા અને તેને બીજા કોઈ પાસેથી ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરાવવા કહ્યું હતું. બીજી બાજુ, રાકેશે પટાવાળા પન્નાલાલને 5000 રૂપિયામાં ઉત્તરવહીઓ તપાસવાનું કામ સોંપ્યું.

Peon-Check-Exam-Papers1
bhaskar.com

આ સમગ્ર ઘટનામાં જવાબદારી નક્કી કરતા, કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ રાકેશ કુમાર વર્મા અને પ્રોફેસર રામગુલામ પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

વિભાગનું કહેવું છે કે, વહીવટી વડા અને વરિષ્ઠ પ્રોફેસર હોવાને કારણે, તેમની દેખરેખ હેઠળ આવી ગંભીર બેદરકારી અને અનિયમિતતા ન થવી જોઈએ.

આ સાથે, ઉત્તરવહીઓ તપાસનાર પટાવાળા પન્નાલાલ પથારિયા અને મહેમાન વિદ્વાન ખુશ્બુ પાગરે સામે વિભાગીય કાર્યવાહી માટે સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.

ઉચ્ચ શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, આ બેદરકારીમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કડક પગલાં લેવામાં આવશે.

Related Posts

Top News

વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો...
Offbeat 
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે; 26,560 કરોડની છે સંપત્તિ

92 વર્ષની ઉંમર અને દરરોજ કામ કરવું, આ સાંભળીને તમને કદાચ વિશ્વાસ નહીં આવે. પણ આ વાસ્તવિકતા છે. તે...
Business 
71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે;  26,560 કરોડની છે સંપત્તિ

ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ

ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર ભારતના વલણને સમજાવવા અને પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ભારતીય ડેલિગેશનની રચના ખૂબ લાઈમલાઇટમાં છે. આ...
National  Politics 
ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ

બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું

રોહિત શર્માની ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત બાદ, ભારતીય ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને ચર્ચા તેજ છે. આ દરમિયાન,...
Sports 
બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.