ટ્રેનમાં યુવકના મોત મામલે રાહુલ ગાંધીએ વીડિયો શેર કરીને સરકાર પર પ્રહારો કર્યા, રેલવેએ કહ્યું, અફવાઓ ન ફેલાવો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્રેનમાં એક યુવાનના કથિત મૃત્યુનો વીડિયો શેર કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, સરકાર તેના અબજોપતિ મિત્રો પર લાખો કરોડો રૂપિયા ખર્ચ કરે છે, પરંતુ વિદ્યાર્થીઓને સલામત મુસાફરીની સુવિધા પણ પૂરી પાડી નથી શકતા. જ્યારે, રેલવેએ રાહુલ ગાંધીના આ દાવાને ફગાવી દીધો છે, તેને અફવા ગણાવી છે. રેલવેએ કહ્યું છે કે, પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે, યુવાનની તબિયત કોઈ તબીબી સમસ્યા અથવા અતિશય થાકને કારણે બગડી હતી.

રાહુલ ગાંધીએ સોમવારે રાત્રે 'X' પર કોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંધે પાટીલ દ્વારા શેર કરાયેલા દુ:ખદ વીડિયોનો ઉલ્લેખ કર્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, બિહારના પાટલીપુત્ર સ્ટેશન પર ટ્રેનમાં ભીડને કારણે એક યુવાનનું મોત થયું હતું.

Rahul-Gandhi-Shares-Clip
navbharattimes.indiatimes.com

રાહુલ ગાંધી, જેઓ બુધવારે રાજસ્થાનના કોટામાં યુવાનો અને વિદ્યાર્થીઓ પર વિદ્યાર્થી સંમેલન શરૂ કરવાના છે, તેમણે પોસ્ટ કર્યું, 'આ વીડિયોએ મને ખુબ આઘાત આપ્યો. આ એ ભારતના લાચાર યુવાનો છે, જેમની સરકાર તેના અબજોપતિ મિત્રો પર લાખો કરોડો ખર્ચ કરી નાખે છે, પરંતુ પોતાના જ વિદ્યાર્થીઓ માટે સલામત મુસાફરીની સુવિધા પણ પૂરી પાડી શકતી નથી.'

તેમણે દાવો કર્યો હતો કે ચૂંટણી દરમિયાન, આ જ સરકાર આખે આખી ટ્રેનોની વ્યવસ્થા કરે છે, અને પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓના ભાગે ભીડ, ગૂંગળામણ અને લાચારી જ આવે છે.

કોંગ્રેસના નેતાએ કહ્યું, 'આનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે મોદી સરકાર વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવા માંગતી નથી?' તેમણે ઉમેર્યું, 'પરંતુ હું વચન આપું છું, અમે આ અવાજ બહેરા કાનો સુધી પહોંચાડીશું. દરેક વિદ્યાર્થીને તેમના અધિકારો અને ન્યાય મળશે.'

કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓએ પણ આ વીડિયો શેર કરીને સરકાર પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીની પોસ્ટને ફરીથી પોસ્ટ કરતા, પૂર્વ મધ્ય રેલ્વે ઝોને X પર કહ્યું, 'આ ઘટના પાટલીપુત્ર સ્ટેશન પર બની નથી. એ પણ સ્પષ્ટ કરવું જરૂરી છે કે, કોઈપણ વ્યક્તિના મૃત્યુ અંગે કોઈ સ્ત્રોત પાસેથી કોઈ માહિતી નથી. કૃપા કરીને આવી કોઈ અફવાઓ કે ખોટી માહિતી ફેલાવશો નહીં.'

Rahul-Gandhi-Shares-Clip1
hindi.opindia.com

તેમાં ઉમેર્યું, 'વીડિયોમાં દેખાતી વ્યક્તિની શારીરિક ગતિવિધિઓ અને સ્થિતિના આધારે, પ્રથમ નજરે એવું લાગે છે કે તે વ્યક્તિ કોઈ તબીબી સમસ્યા અથવા થાક સંબંધિત બીમારીથી પીડિત હોઈ શકે છે.'

પેપર લીકના મુદ્દાએ દેશભરના યુવાનોને ઉશ્કેર્યા છે. યુવાનો સરકાર પાસેથી જવાબો માંગી રહ્યા છે, અને હવે વિપક્ષી પાર્ટીઓ પણ આ મુદ્દાનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધી આ અઠવાડિયે દિલ્હીથી રાજસ્થાનના કોટા સુધી ટ્રેનમાં મુસાફરી કરવાની તૈયારી કરી રહ્યા છે. આ યાત્રા દ્વારા તેઓ શિક્ષણ ક્ષેત્રે એક નવું અભિયાન શરૂ કરશે. તેઓ અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓ ઉઠાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિપક્ષી નેતા ચોમાસા સત્ર દરમિયાન સરકારને ઘેરવા માટે પણ આ મુદ્દાનો ઉપયોગ કરશે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.