રાહુલ ગાંધી કુલીના ડ્રેસમાં, માથા પર મુસાફરોનો સામાન લઈ જોવા મળ્યા, જુઓ વીડિયો

રાહુલ ગાંધી આજે દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અહીં કોંગ્રેસના સાંસદ કુલીઓને મળ્યા છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ કુલીઓની સમસ્યાઓને પણ ધ્યાનથી સાંભળી અને તેમને સમજ્યા.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હજુ ચાલુ છે. આ સંદર્ભમાં આજે રાહુલ ગાંધી દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે કુલીઓ સાથે મુલાકાત કરી હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં રાહુલ ગાંધી કુલીઓની વચ્ચે બેઠા હોવાનું જોવા મળી રહ્યું છે.

કોંગ્રેસે ટ્વિટર પર એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં લખ્યું છે કે, 'ભારત જોડો યાત્રા હજુ ચાલુ છે! મહાત્મા ગાંધીના વિચારોથી પ્રેરિત થઈને જન નેતા રાહુલ ગાંધીએ ભારતને એક કરવાની યાત્રા શરૂ કરી છે. તેમનો કાફલો આજે દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશને પહોંચ્યો હતો. રાહુલે કુલીઓના મનની વાત સાંભળી હતી, તેમની પીડા અને સમસ્યાઓ સાંભળી અને સમજ્યા પણ હતા.

રાહુલ ગાંધીએ સ્ટેશન પર કામ કરતા કુલીઓની વચ્ચે બેસીને તેમની કાર્યશૈલી અને સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો હતો. કુલીઓએ રાહુલ ગાંધીને તેમનો યુનિફોર્મ પણ પહેરાવ્યો હતો. રાહુલ ગાંધીએ માત્ર કુલીનો યુનિફોર્મ જ નહીં પહેર્યો પરંતુ બેજ પણ પહેર્યો હતો. રાહુલ ગાંધીની હાથની ઉપરની બાજુમાં 756 નંબર સાથેનો બેજ પણ જોવા મળ્યો હતો.

મીડિયાના સૂત્રોએ એક વીડિયો પણ જાહેર કર્યો છે. આ વીડિયોમાં રાહુલ ગાંધી કુલીનો ડ્રેસ પહેરેલા જોવા મળે છે. આ સિવાય તે પેસેન્જરનો સામાન માથા પર ઊંચકેલો નજરે પડે છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રાહુલ ગાંધી માથા પર સૂટકેસ લઈને થોડે દૂર ચાલે છે અને પછી તે સૂટકેસ બીજા કુલીને આપી દે છે. આ સમય દરમિયાન, સ્ટેશન પર ઘણા કુલીઓ જોવા મળે છે. રાહુલ ગાંધીએ કુલીનો ડ્રેસ પહેર્યો છે.

હકીકતમાં, ઓગસ્ટ મહિનામાં કુલીઓનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં કુલીઓએ કોંગ્રેસ સંસદ રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યાર પછી હવે કોંગ્રેસના આ જન નેતા તેમને મળવા પહોંચ્યા હતા. આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર હાજર એક વ્યક્તિએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે, રાહુલ ગાંધી આનંદ વિહારમાં ઓટો ડ્રાઈવરો અને કુલીઓને મળ્યા છે. તેમણે અમને કહ્યું છે કે, તેઓ સરકાર સમક્ષ અમારા મુદ્દાઓ રજૂ કરશે. કુલીઓએ રાહુલ ગાંધી સાથે મળીને ઘણા ફોટોગ્રાફ્સ પણ ક્લિક કરાવ્યા હતા.

Related Posts

Top News

કોહલી-રોહિત નહીં, રિકી પોન્ટિંગે આ 2 ખેલાડીઓને ગણાવ્યા IPL 2025ના સૌથી ખતરનાક બેટ્સમેન

પંજાબ કિંગ્સ (PBKS)ના કોચ રિકી પોન્ટિંગે એ બેટ્સમેનો બાબતે વાત કરી છે જેને તેઓ આ IPLના સૌથી ખતરનાક...
Sports 
કોહલી-રોહિત નહીં, રિકી પોન્ટિંગે આ 2 ખેલાડીઓને ગણાવ્યા IPL 2025ના સૌથી ખતરનાક બેટ્સમેન

ભારતના ખેડૂતનો પુત્ર લંડનના આ શહેરનો મેયર બની ગયો

ઉત્તર પ્રદેશના એક ગામડામાં જન્મેલો છોકરો UKના એક શહેરનો મેયર બની ગયો છે. મિર્ઝાપુરના ભટેવરા ગામમાં જન્મેલા રાજકુમાર મિશ્રાને...
World 
ભારતના ખેડૂતનો પુત્ર લંડનના આ શહેરનો મેયર બની ગયો

ગુજરાતના ગામડામાં પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા છોકરાને IIMમાં પ્રવેશ મળ્યો

પડકારોને વીંધીને સફળતાના શિખરો સર કરનારા અનેક સફળ લોકોની ગાથા છે. 2 વર્ષ પહેલા 12th  ફેઇલ ફિલ્મ આવેલીIPS ...
Education 
ગુજરાતના ગામડામાં પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા છોકરાને IIMમાં પ્રવેશ મળ્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-05-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે અતિશય ખર્ચ કરવાથી બચવું પડશે, નહીં તો તમે તમારી સંચિત સંપત્તિ પણ ખતમ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.