- National
- ચોરી કરવા ગયો હતો ચોર, પરંતુ એક્ઝોસ્ટ ફેનના છિદ્રમાં જ ફસાઈ ગયો, વીડિયો વાયરલ
ચોરી કરવા ગયો હતો ચોર, પરંતુ એક્ઝોસ્ટ ફેનના છિદ્રમાં જ ફસાઈ ગયો, વીડિયો વાયરલ
તમે અત્યાર સુધી ચોરો સાથે જોડાયેલા ઘણા સમાચાર સાંભળ્યા હશે અથવા વાંચ્યા હશે, જેમાંથી કેટલાક સમાચારો એટલા અજીબોગરીબ હોય છે કે લોકો પણ હેરાન રહી જાય છે અને ચોર પર હસવું પણ આવે છે. એક સમાચાર સામે આવ્યા હતા કે ચોર જે ઘરમાં ચોરી કરવા ગયો ત્યાં એર કન્ડીશનર ચાલુ રાખીને સૂઈ ગયો. બીજા એક સમાચાર સામે આવ્યા હતા જેમાં ચોર ચોરી બાદ એ જ ઘરમાં નરમ-નરમ ગાદલા પર સૂઈ ગયો હતો. હવે, બીજા એક અજીબોગરીબ સમાચાર સામે આવી રહ્યા છે, જેને જાણ્યા બાદ તમે ચોરના નસીબ પર હસશો. ચાલો તમને જણાવીએ કે વીડિયોમાં શું જોવા મળી રહ્યું છે.
કલ્પના કરો કે જો કોઈ ચોર ક્યાંક ચોરી કરવા ગયો હોય, પરંતુ જે રસ્તાથી તે ઘરમાં ઘૂસ્યો હતો, એ જ જગ્યાએ ફસાઈ જાય તો શું થશે? વાયરલ થઈ રહેલા વીડિયોમાં નજરે પડે છે કે, એક શખ્સ દિવાલમાં ઉપર એક છિદ્રમાં ફસાયેલો છે. ફસાયેલ શખ્સ ચોર છે, અને તે એક્ઝોસ્ટ ફેનના છિદ્રમાં ફસાઈ ગયો છે.
https://twitter.com/Rajsthanikaka/status/2008392664656589100?s=20
હકીકતમાં તે ચોરી કરવા માટે ઘૂસી રહ્યો હશે અથવા ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હશે. આ દરમિયાન, પરિવારના સભ્યોએ આવીને તેને પકડી લીધો. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે તે કોટાના એક ઘરનો છે.
https://twitter.com/SachinGuptaUP/status/2008392007769849957?s=20
તમે અત્યારે જે વીડિયો જોયો તે X પ્લેટફોર્મ પર @Rajsthanikaka નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘કોટામાં પકડાયેલો ચોર છેદીલાલ, એક્ઝોસ્ટ ફેનના છિદ્રમાં ફસાઈ ગયો, ત્યારે જ મકાનમાલિક આવી ગયા.’ આ જ વીડિયો અન્ય ઘણા એકાઉન્ટ્સ દ્વારા પણ પોસ્ટ કરવામાં આવ્યો છે, અને તેમની માહિતી અનુસાર, પરિવારના સભ્યો ખાટુ શ્યામ ગયા હતા અને આ ચોર પાછળથી ઘરમાં ઘૂસી ગયો. ત્યાં જ તે ફસાઈ ગયો અને જ્યારે પરિવારના સભ્યો પાછા આવ્યા, ત્યારે તેમણે ચોરને આ રીતે જોયો.
પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચીને, પોળીસે ચોર બહાર કાઢવાના પ્રયાસો કર્યા. ભારે જહેમત બાદ આખરે ચોરને બહાર કાઢવામાં આવ્યો. પોલીસે તેની ધરપકડ કરી અને તેની પૂછપરછ શરૂ કરી. કોટા પોલીસના જણાવ્યા અનુસાર, ચોર જે કારથી ચોરી કરવા આવ્યા હતા તેના પર પોલીસનું સ્ટીકર હતું. પોલીસે કાર પણ જપ્ત કરી છે. ચોરના સાથીદારની શોધખોળ કરવામાં આવી રહી છે.

