મારા પપ્પા પાછા આપી દો, બીજુ કંઈ નથી જોઈતું... શહીદની દીકરીનો આક્રંદ

રાજોરી જિલ્લાની કોટરંકા સબ ડિવીઝનના કેસરી હિલ વિસ્તારમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં પાંચ જવાન શહીદ થઈ ગયા. આતંકીઓની હાજરીની સૂચના પર સવારથી જ મુઠભેડ ચાલી રહી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ તરફથી પાથરવામાં આવેલા IED વિસ્ફોટમાં મેજર સહિત છ જવાન ગંભીરરીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. સવારે જ બે જવાને દમ તોડી દીધો. જ્યારે ત્રણે ઉધમપુર કમાન હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો. આતંકી સંગઠન પીપલ્સ અગેન્સ્ટ ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ ઘટનાની જવાબદારી લીધી છે.

રાજોરીના કંડી ક્ષેત્રમાં શુક્રવારે આતંકીઓ સાથે ભુઠભેડમાં જ્યૌડિયાંના ગામ ચક કિરપાલ પુર નિવાસી નીલમ સિંહ શહીદ થઈ ગયા છે. દીકરાની શહાદતની સૂચના બાદ ગામમાં માતમ છે. શહીદ નીલમ સિંહ સેનાની નવ પેરા કમાન્ડોમાં તહેનાત હતા. હુમલામાં ઉત્તરાખંડના રુચિન સિંહ રાવતના પુત્ર રાજેન્દ્ર સિંહ, ગ્રામ કુનીગઢ, તહસીલ ગૈરસૈંણ નિવાસી પણ શહીદ થયા છે.

આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં હિમાચલ પ્રદેશના બે જવાનોએ પણ શહાદત વ્હોરી છે. સિરમૌર જિલ્લાના શિલાઈ ગામના પ્રમોદ નેગી અને કાંગડા જિલ્લાના વિકાસ ખંડ સુલહના અંતર્ગત આવતી ગ્રામ પંચાયત મરુહાંના ગામ ચટ્ટિયાલાના અરવિંદ કુમાર (33) શહીદ થયા છે. આ ઉપરાંત, સિદ્ધાંત ક્ષેત્રી, જિલ્લો- દાર્જિલિંગ અને પશ્ચિમ બંગાળ સામેલ છે.

જ્યૌડિયાંના ગામ ચક કિરપાલ પુર નિવાસી નીલમ સિંહ પરિણીત છે અને તેમની એક દીકરી પવના દેવી અને દીકરો અખિલ સિંહ છે. છ મેના રોજ શહીદના દરિયા ચિનાબના કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા ક્ષેત્રના લોકો તરફથી બાઇક રેલી કાઢવામાં આવશે, જે શહીદ નીલમ સિંહના પાર્થિવ શરીર સાથે અખનૂરથી શહીદના ઘર સુધી જશે.

શહીદ નીલમ સિંહની દીકરી પવના, બસ મારા પપ્પાને પાછા આપી દો બીજું કંઈ નથી જોઈતું, કહીને સતત આંસુ વહાવી રહી છે. છેલ્લીવાર પપ્પા આવ્યા હતા તો લિંટર નાંખવાની વાત કહી રહ્યા હતા. માસૂમ દીકરી અને પત્નીની ચિત્કારથી દરેકની આંખો નમ હતી. આ ગમગીન માહોલ રાજોરીમાં શુક્રવારે આતંકીઓ સાથે મુઠભેડમાં શહીદ થયેલા નીલમ સિંહના ઘરે બન્યો હતો. દીકરાની શહાદતના સમાચાર પહોંચતા જ ગામમાં માતમ છવાઈ ગયો. નીલમ સેનાની નવ પૈરા કમાન્ડોમાં તહેનાત હતા.

શહીદ નીલમ સિંહના શહીદ થવાના સમાચાર પહોંચતા જ ગામમાં માતમ છે. કોઈપણ નીલમના શહીદ થવાના સમાચાર પરિવારજનોને જણાવવાની હિંમત ભેગી કરી શક્યું ન હતું. પરંતુ, બાદમાં ઘરની આસપાસ લોકોની ભીડ જોઈ પરિવારજનોને અંદેશો થવા માંડ્યો. જાણકારી મળતા જ વૃદ્ધ પિતા, શહીદની પત્ની અને બાળકો રડવા માંડ્યા. નીલમની માતાનું પહેલા જ નિધન થઈ ચુક્યુ છે. પરિવારમાં તેમના પિતા ગુરદેવ સિંહ, પત્ની બિંદુ દેવી, નાનો ભાઈ અંગદ સિંહ, દીકરી પવના દેવી, દીકરો અખિલ સિંહ છે.

આતંકીઓ માટે સેફ ઝોન બનેલી રાજોરી-પુંછની ગુફાઓ સેના અને ગુપ્તચર એજન્સીઓ માટે પહેલી બની ગઈ છે. ગત 18 મહિનાથી આ ગુફાઓના ભેદને અભેદ કરવામાં તમામ સુરક્ષા એજન્સીઓ નિષ્ફળ થઈ ગઈ છે. ગત 18 મહિનામાં ભાટાદૂડિયાના જંગલોમાં આતંકી આરામથી ગુફાઓમાં સંતાઈને ઘટનાઓને અંજામ આપી રહ્યા છે પરંતુ, એક પણ આતંકી ના તો મરાયો છે અને ના પકડાયો છે. 11 ઓક્ટોબર, 2021થી ભાટાદૂડિયામાં સંતાયેલા આતંકી હજુ સુધી સેનાના 19 જવાનોને શહીદ કરી ચુક્યા છે. ઘાત લગાવીને હુમલો કરીને તેમજ મુઠભેડની ચાર ઘટનાઓ બની ચુકી છે પરંતુ, એક પણ આતંકી હજુ સુધી મરાયો નથી. તેના પરથી સ્પષ્ટ છે કે, આતંકીઓને ગુફાઓમાંથી બહાર કાઢવામાં સફળતા નથી મળી. જ્યારે આતંકી દર વખતે સેનાને મોટું નુકસાન પહોંચાડી જાય છે.

11 ઓક્ટોબર, 2021ના રોજ ભાટાદૂડિયાના જંગલમાં સંતાયેલા આતંકીઓએ સર્ચ કરી રહેલા સેનાના દલ પર હુમલો કરી દીધો હતો. અત્યારસુધી 18 મહિના થઈ જવા છતા આ આતંકીઓ અંગે જાણકારી નથી મળી. 11 ઓક્ટોબરથી લઇને અત્યારસુધી પુંછ અને રાજોરીમાં આતંકીઓએ છ હુમલાને અંજામ આપ્યો છે. તેમા 19 જવાન શહીદ થયા. નવ નાગરિકોના જીવ ગયા. જ્યારે, એક પણ આતંકી મરાયો નથી.

About The Author

Related Posts

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.