- National
- મુસ્લિમ છોકરીઓ હિંદુ છોકરાઓને પોતાના ભાઇ સમજે, ચક્કરમાં ન ફસાય, સાંસદની સલાહ
મુસ્લિમ છોકરીઓ હિંદુ છોકરાઓને પોતાના ભાઇ સમજે, ચક્કરમાં ન ફસાય, સાંસદની સલાહ

મુરાદાબાદથી સમાજવાદી પાર્ટીના સાંસદ એસટી હસને મુસ્લિમ છોકરીઓને સલાહ આપી છે કે, મુસ્લિમ છોકરીઓને ફસાવવા માટેનું એક ટ્રેપ ચાલી રહ્યું છે. છોકરીઓને ફસાવીને ધર્મ બદલાવીને તેમની સાથે લગ્ન કરવામાં આવે છે. છોકરીઓ આવા કોઈ ચક્કરમાં ના પડે. સાથે જ તેમણે કહ્યું કે, હિંદુ છોકરાઓને પોતાના ભાઈ સમજો, કોઈ એવા સંબંધો ના બનાવો. જણાવી દઈએ કે, એસટી હસનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે થોડાં દિવસોથી સતત લવ જેહાદના મામલા સામે આવી રહ્યા છે.
તેના એક દિવસ પહેલા જ એસટી હસને મુસ્લિમ છોકરાઓ માટે કહ્યું હતું કે, તેઓ હિંદુ છોકરીઓને પોતાની બહેન સમજે. હવે સપા સાંસદ એસટી હસને કહ્યું કે, મુસ્લિમ છોકરીઓને ફસાવવાનો એક લવ ટ્રેપ ચાલી રહ્યો છે. તેમા મુસ્લિમ છોકરીઓને ફસાવીને તેમની સાથે લગ્ન કરવામાં આવે છે, તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે. જે લોકો મુસ્લિમ યુવતીઓને ફસાવે છે, તેમને કેટલીક સંસ્થાઓ રિવોર્ડ આપે છે.
એસટી હસને આગળ કહ્યું કે, મારી મુસ્લિમ યુવતીઓને પણ સલાહ છે અને રિક્વેસ્ટ છે કે એવા કોઈ ચક્કરમાં ના ફસાઓ. ઘણા બધા લોકો ટ્રેપ કરવાનો પ્રયત્ન કરશે. તે સમયે તો મોહબ્બત અને ઇશ્ક થઈ જાય છે અને લગ્નના એક બે મહિના બાદ આ ભૂત ઉતરી જાય છે અને પછી આખી જિંદગી પસ્તાવાનો વારો આવે છે. હિંદુ છોકરાઓને તેઓ પોતાનો ભાઈ સમજે અને કોઈ હિંદુ છોકરા સાથે કોઈપણ પ્રકારના સંબંધો ના બનાવો જે એક સામાન્ય છોકરા-છોકરીઓમાં હોય છે.
સપા સાંસદ એસટી હસને દિલ્હીમાં સાક્ષી હત્યાકાંડ બાદ એક નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં મુસ્લિમ છોકરાઓને કહ્યું હતું કે, મુસ્લિમ છોકરા, હિંદુ છોકરીઓને પોતાની બહેનો સમજે. ઇશ્ક પ્યાર મોહબ્બતના ચક્કરમાં ના પડે, નહીં તો જિંદગી બરબાદ થઈ જશે. તેમણે દિલ્હી હત્યાકાંડ વિશે કહ્યું હતું કે, આ હેવાનિયત છે એ દરિંદાઓને જીવવાનો અધિકાર નથી, તેમને ફાંસીની સજા થવી જોઈએ. સાથે જ, મુસ્લિમ છોકરાઓ માટે પણ તેમણે નિવેદન આપતા કહ્યું કે- કોઈ હિંદુ કોઈ મુસ્લિમ સાથે લગ્ન કરે તો તે લવ જેહાદ થઈ જાય છે અને આજે આ જમાનો એવા જ થઈ ગયો છે. આ તો સદીઓથી ચાલતું આવ્યું છે- લૈલા મજનૂ, શીરી- ફરહાદ, આ બધુ સદીઓથી ચાલતું આવ્યું છે.
Related Posts
Top News
રાઇડ કેન્સલ કરી તો થશે દંડ, ડ્રાઈવર-યાત્રી બંને માટે અલગ-અલગ છે નિયમ
વાલીઓ માટે ચેતવણી: બાળક મોઢાથી શ્વાસ લે તો આ 5 મુશ્કેલી થઈ શકે
8 વર્ષ પહેલા અકસ્માતમાં થયું હતું અવસાન, પરંતુ રાશન લેવા આજે પણ આવે છે 'આત્મા'
Opinion
