સીમા હૈદર અને સચિનના લગ્નની તસવીરો સામે આવી, માંગમાં સિંદુર, ગળામાં મંગળસૂત્ર

દેશભરના મીડિયામાં ચર્ચાનો વિષય બનેલા સીમા હૈદર અને સચિન મીણાની લવ સ્ટોરીમાં હવે બંનેના લગ્નની તસ્વીરો સામે આવી છે. સીમા હૈદરનું કહેવું છે કે તેણે સચિન મીણા સાથે નેપાળના પશુપતિનાથ મંદિરમાં લગ્ન કર્યા હતા. સીમાએ કહ્યું કે તેમણે 13 માર્ચે પ્રભુતામાં પગલાં પાડી દીધા હતા.તેમના લગ્નની 3 તસ્વીરો સામે આવી છે.

પહેલી તસ્વીરમાં સીમા અને સચિનની સાથે સીમાના 4 બાળકો પણ નજરે પડે છે. બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીરોમાં સીમા અને સચિન સાથે સાથે ઉભા છે. સચિન મીણાએ સૂટ પહેર્યો છે અને સીમાએ સાડી. સીમાની માંગમાં સિંદુર અને કપાળ પર બિંદી લાગેલી છે, ગળામાં મંગળસૂત્ર છે, સચિન અને સીમા બંનેના ગળામાં વરમાળા પણ નજરે પડે છે.

જ્યારે બીજા ફોટામાં સીમા હૈદર સચિનને પગે લાગતી નજરે પડી રહી છે.સચિનનો હાથ સીમાના માથા પર છે, જાણે આર્શીવાદ આપતો હોય તેમ. સચિન અને સીમાની સામે આવેલી તસ્વીરોનો શોધવામાં પોલીસ લાગી ગઇ છે.

સીમા-સચિનના લગ્નના આલ્બમની ત્રીજી તસ્વીરમાં સીમા અને સચિન ખુરશી પર સાથે બેઠા છે અને સીમાના 4 બાળકો પણ સાથે છે.

સીમા હૈદરે પ્રેમી સચિન સાથે નેપાળના પશુપતિનાથ મંદિરમાં લગ્ન કર્યા હોવાની વાત અગાઉ કબુલી હતી. જ્યારે પાકિસ્તાની મહિલા સીમા હૈદરને કહેવામાં આવ્યું કે, પુજારીએ પશુપતિનાથ મંદિરમાં કોઇ પણ પ્રકારના લગ્નને લઇને ઇન્કાર કર્યો છે. તો જવાબમાં સીમાએ કહ્યું હતું કે તેણીએ સચિન સાથે મંદિરના  પાછળના ભાગમાં લગ્ન કર્યા હતા, કારણકે આગળના ભાગે ખાસ્સી ભીડ હતી. સીમાએ એ પણ દાવો કર્યો કે માળા પહેરાવતી વખતે અને માંગમાં સિંદુર ભરવાનો વીડિયો રેકોર્ડ થઇ શક્યો નહોતો. એટલા માટે અમે લગ્નનો પુરાવા આપી શકીએ તેમ નથી. પરંતુ સીમાએ કહ્યું કે હા લગ્ન નેપાળની હોટલમાં નહીં, પરંતુ મંદિરમાં થયા હતા.

સીમાનું કહેવું છે કે તેની અને સચિનની મુલાકાત પહેલીવાર નેપાળમાં 10 માર્ચે રાત્રે 9થી 10ની વચ્ચે થઇ હતી અને 13 માર્ચે અમે લગ્ન કર્યા હતા.સીમાએ કહ્યું હતું કે, કોઇકે અમને મંદિર વિશે માહિતી આપી હતી. એકદમ સુંદર મંદિર છે, ઘણું મોટું છે. એની ઘણી બધી યાદો પણ અમારી સાથે છે, જે હોટલમાં અમે રહ્યા હતા ત્યાંથી લગભગ 20 કિલોમીટરના અંતરે આ મંદિર હતું, જ્યાં અમે લગ્ન કર્યા હતા.

સીમાનું કહેવું હતું કે મંદિરમાં પંડિત હાજર હતા. ત્યાં હમેંશા આખી રાત પુજા ચાલતી રહે છે. એક ડ્રાઇવર હતો,  ઘણો સારો માણસ હતો, એનું નામ મને યાદ નથી આવતું, અજીબ નામ હતું, પરંતુ તે પણ  અમારી સાથે હતો.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.