કેરળમાં BJPના 'ઓપન સિક્રેટ પ્લાન'થી ચોંકી ગઈ કોંગ્રેસ

છેલ્લા કેટલાક વર્ષોથી એક પછી એક ચૂંટણી જીતી રહેલા BJP સંગઠનની એક ખાસિયત એ છે કે, ભલે સંગઠનાત્મક ચૂંટણીઓ ચાલી રહી હોય, પરંતુ ચૂંટણીલક્ષી રાજ્યો પર તેનું ધ્યાન એવું ને એવું જ બની રહ્યું છે. આનું તાજેતરનું ઉદાહરણ કેરળમાંથી સામે આવ્યું છે. કેરળમાં BJP એટલું મજબૂત નથી જેટલું તે ઉત્તરીય રાજ્યોમાં મજબૂત છે, પરંતુ આ દિવસોમાં ત્યાં BJPની તૈયારીઓ વિશે ચોક્કસ ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UDF અને ડાબેરી પક્ષોના જોડાણ LDFએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ BJP પણ પોતાની હાજરી મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. નિષ્ણાતો માને છે કે, આ વખતે કેરળમાં પરંપરાગત દ્વિધ્રુવી રાજકારણમાં પરિવર્તનના સંકેતો છે. BJPના વધતા પ્રભાવે કોંગ્રેસ અને ડાબેરી બંને માટે નવા પડકારો ઉભા કર્યા છે. પરંતુ તે કેવી રીતે? ચાલો જાણીએ...

હકીકતમાં એ વાત સાચી છે કે, છેલ્લા દાયકાથી કેરળમાં ડાબેરી પક્ષો સત્તામાં રહ્યા છે. પરંતુ 2019 અને 2024ની લોકસભા ચૂંટણીમાં UDFએ વધુ સારું પ્રદર્શન કર્યું. વિધાનસભા ચૂંટણી પર આની કેટલી અસર પડશે તે જોવાનું બાકી રહ્યું છે. 2019માં લોકસભામાં UDFની સફળતા છતાં, 2021ની વિધાનસભા ચૂંટણીમાં LDFએ સત્તા જાળવી રાખી. આ વખતે પણ ચૂંટણી રસપ્રદ રહેવાની શક્યતા છે, કારણ કે BJP સતત પોતાની વોટબેંક વધારી રહી છે.

Kerala-Eletion1

BJPની રણનીતિ ખાસ કરીને નાયર અને માછીમાર સમુદાયો પર કેન્દ્રિત છે, જેમણે પરંપરાગત રીતે LDFને ટેકો આપ્યો છે. નિષ્ણાતો એવું પણ માને છે કે, પહેલા કેરળમાં ફક્ત UDF અને LDF વચ્ચે જ સીધી સ્પર્ધા થતી હતી. પરંતુ BJPના ઝડપી ઉદય પછી, આ સ્પર્ધા હવે ત્રિકોણીય બની શકે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ત્રિશૂર બેઠક જીતીને BJPએ પોતાની સ્થિતિ મજબૂત કરી છે અને પાર્ટીએ ઘણા વિધાનસભા મતવિસ્તારોમાં પણ સારું પ્રદર્શન કર્યું છે.

BJPના વધતા મત હિસ્સાએ કોંગ્રેસ અને ડાબેરી બંનેની વ્યૂહરચનાઓને અસર કરી છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં BJPને 12 ટકા મત મળ્યા હતા, જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં તે વધીને 19 ટકા થયા હતા. કોંગ્રેસના રણનીતિકારો માને છે કે, લોકો LDF સરકાર સામે નારાજ છે, પરંતુ UDF તેનો કેટલી હદ સુધી પોતાના પક્ષમાં લાભ ઉઠાવી શકે છે તે જોવાનું બાકી છે. બીજી બાજુ, LDF માટે તેના પાછલા પ્રદર્શનનું પુનરાવર્તન કરવું સરળ રહેશે નહીં. BJPએ માત્ર હિન્દુ મતદારોમાં પોતાની પકડ બનાવી નથી, પરંતુ ખ્રિસ્તી સમુદાયનો ટેકો મેળવવાનો પણ પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં, કેરળનું રાજકારણ આ વખતે નવા સમીકરણો તરફ આગળ વધી રહ્યું છે. કેટલાક નિષ્ણાતો BJPની આ યોજનાને ખુલ્લું રહસ્ય ગણાવી રહ્યા છે. કારણ કે BJP ગમે તે કરીને પણ હિન્દુ મતદારોને પોતાની તરફ આકર્ષે છે.

Kerala-Eletion2

આ બધા વચ્ચે, તાજેતરમાં બીજી એક રસપ્રદ ઘટના બની. કેરળમાં મતદારોનો એક વર્ગ એવો છે જે BJP પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને કોંગ્રેસને પસંદ નથી કરતો. CPM તેના પર પણ નજર રાખી રહી છે, પરંતુ કોંગ્રેસ, CPI અને ડાબેરીઓના આંતરિક રાજકારણમાં આ મુદ્દા પર ગંભીર મતભેદો છે. તાજેતરમાં પસાર થયેલા એક ઠરાવને કારણે આવું બન્યું છે, જેમાં CPIBJP પ્રત્યે ઉદારતા દાખવી હતી. કહ્યું કે BJP સરકાર તાનાશાહી નથી કરી રહી. 2026ની વિધાનસભા ચૂંટણી પર આની શું અસર પડે છે તે જોવાનું બાકી છે.

કેરળની ચૂંટણીની વાત કરીએ તો, 2021માં ડાબેરી મોરચા LDF140માંથી 99 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી. જ્યારે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ UDFને 41 બેઠકો મળી હતી. જોકે, 2024ની લોકસભા ચૂંટણીમાં CPMને કારમી હારનો સામનો કરવો પડ્યો. જ્યાં LDFને માત્ર એક જ બેઠક મળી. જ્યારે કેરળમાં UDF18 બેઠકો જીતી અને BJPએ પહેલી વાર એક બેઠક જીતી. હવે નજર આગામી વર્ષ પર છે, જ્યારે BJP એક મોટા ખેલાડી તરીકે પ્રવેશ કરી શકે છે.

About The Author

Related Posts

Top News

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે....
Opinion 
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપની જેનસોલ એન્જિનિયરિંગના શેર શેરબજારમાં સમાચારમાં છે. આખરે ચર્ચામાં હોય પણ કેમ નહીં...
Business 
આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે હવે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનની હાજરી ચિંતાનો વિષય બની રહી છે. ...
Sports 
8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.