ભગવો પહેરીને સાંપ લઇને ફરતી ગેંગથી સાવધ રહેજો, ટ્રાફિકસિગ્નલ પર પણ લૂંટી શકે

હરિયાણાના ગુરુગ્રામમાં સાધુનો વેશ બનાવીને લોકોને સાંપોથી ડરાવીને લૂંટવાના આરોપમાં 2 લૂંટારાઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સોમવારે આ જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું કે, બંને વ્યક્તિઓ ટ્રાફિક સિગ્નલ પર કાર કે ઓટો રિક્ષામાં સવાર ઘણા લોકો પર સાંપ છોડીને તેમને લૂંટ્યા છે. પોલીસે તેમના કબ્જામાંથી બે સાંપ જપ્ત કરીને વન્ય જીવ વિભાગને સોંપી દીધા છે. પોલીસે જણાવ્યું કે, 22 વર્ષીય રોહિત નાથ અને 26 વર્ષીય શાકિબ નાથને શનિવારે શહેરની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેણે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.

આ મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે 36 વર્ષની સાદિયા વાણીએ સેક્ટર-53 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીને આરોપ લગાવ્યો કે સાધુના વેશમાં આવેલા બે લોકોએ તેના પર સાંપ છોડી દીધો અને તેની પાસેથી 2,000 રૂપિયા લૂંટી લીધા. તેની ફરિયાદ મુજબ ઘટના શુક્રવારે સવારે લગભગ સાડા દસ વાગ્યે ત્યારે થઈ જ્યારે તે ઓટો રિક્ષામાં ક્યાંક જઇ રહી હતી. સેક્ટર-53 પોલીસ સ્ટેશનના પ્રભારી રાજેન્દ્ર સિંહે જણાવ્યું કે, શંકાસ્પદ દિલ્હીથી ગુરુગ્રામ આવતા હતા અને શહેરના અલગ-અલગ સ્થળો પર મુસાફરોને સાંપ દેખાડીને લૂંટ્યા બાદ જતા રહેતા હતા.

આ એક ગેંગ છે જે દિલ્હીના ગુડગાંવના લોકોને સંપ દેખાડીને લૂંટી રહી છે. આ લોકો જાણીજોઇને ભગવા વસ્ત્ર પહેરે છે, જેથી લોકો આસ્થાના કારણે તેમની સાથે વાત કરી લે અને તેઓ પોતાની વાતમાં આવી જાય. બાઇક, ઓટો, કાર અહી સુધી કે બસથી ટ્રાવેલ કરી રહેલા લોકો પણ તેમની જાળમાં ફસાઈ શકે છે. આ લોકો પહલા કેટલાક પૈસા માગે છે. લોકોને લાગે છે કે ભગવા વસ્ત્રમાં કોઈ બાબા છે, જેવા જ તેમને પૈસા આપવા માટે પોતાનું પર્સ કાઢે છે આ લોકો તેમના ઉપર સાંપ છોડી દે છે. સાંપને જોઈને લોકો ડરી જાય છે અને એ જ ડરનો ફાયદો ઉઠાવીને પૈસા, કિંમતી સામાન ઉઠાવી લે છે.

તેઓ લોકોને લૂંટવા માટે રોજ રસ્તા પર આ પ્રકારે સાંપ લઈને નીકળી જાય છે. આ ગેંગના કેટલાક લોકોની ધરપકડ એપ્રિલ મહિનામાં પણ દિલ્હીના લોધી રોડ પર થઈ હતી. આ લોકો પણ ભગવા વસ્ત્ર પહેરીને લોકો પાસે પહેલા ભીખ માગતા હતા અને પછી જેવા જ તેમને પૈસા આપવા માટે આગળ વધતા હતા, તેમના પર તેઓ સંપ છોડીને ડરાવતા હતા. ત્યારબાદ તેનો ફાયદો ઉઠાવીને ઘરેણાં, પૈસા કે બીજો કિંમતી સામાન લૂંટી લેતા હતા. આ ગેંગના 4 લોકોની ધરપકડ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે તેઓ વેશ બદલવામાં માહિર છે અને તેમની ગેંગના ઘણા અન્ય લોકો પણ દિલ્હી અને NCRના રસ્તા પર એવી જ રીતે લોકોને લૂંટી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.