સુખૂ સરકારને 90 દિવસનું જીવનદાન, આ 2 કારણે હિમાચલમાં કોંગ્રેસ પર અત્યારે પણ સંકટ

On

હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીથી શરૂ થયેલી રાજકીય દરાર હવે સુખૂ સરકાર સુધી પહોંચી ગઈ છે. ચૂંટણીમાં પાર્ટીના 6 ધારાસભ્યોના બળવા બાદ વિક્રમાદિત્ય સિંહના રાજીનામાંથી રાજ્યની 14 મહિના જૂની સુખવિંદર સિંહ સુખૂની સરકાર પર સંકટના વાદળ મંડરાઈ રહ્યા છે. પાર્ટીએ સરકાર બચાવવા માટે ઑબ્ઝર્વરો શીમલા મોકલ્યા છે, જે ઉત્તર ભારતના એકમાત્ર રાજ્યને કોંગ્રેસના હાથમાંથી જતું બચાવવા માટે નારાજ ધારાસભ્યોને મનાવવામાં લાગ્યા છે. સરકારના રક્ષક તરીકે કોંગ્રેસના 'મેં હું ના'વાળા ડી.કે. શિવકુમાર અને તેમની સાથે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને ઑબ્ઝર્વરો બનાવવામાં આવ્યા છે. તો રાજીવ શુક્લાને પ્રભારી બનાવવામાં આવ્યા છે.

બુધવારે સવારે હિમાચલ વિધાનસભાના સ્પીકરે ભાજપના 15 ધારાસભ્યોને સદનની કાર્યવાહીથી સસ્પેન્ડ કરીને વિશ્વાસ મત હાંસલ કરી લીધો અને બજેટ પણ પાસ કરાવી લીધું. ત્યારબાદ વિધાનસભા અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી. ત્યારાબદ હવે સુખૂ સરકારને ઓછામાં ઓછા 3 મહિના એટલે કે 90 દિવસ સુધી કોઈ જોખમ નથી, પરંતુ શું રાજ્યમાં ઓલ ઈઝ વેલ છે? તેનો જવાબ છે નહીં. કારણ સવાલ અત્યારે પણ એ જ છે કે શું બજેટ પાસ કરાવી લેવાથી સુખૂ સરકાર પણ પાસ થઈ ગઈ છે?

શું હવે 3 મહિના સુધી સંકટ સુખૂ સરકારનું ટળી ગયું કે પછી પક્ષ પલ્ટાના એ કિચડમાં ફસાઈ ગઈ છે જ્યાં અથવા તો સુખૂ બચશે કે સરકાર? કોંગ્રેસ રાજ્યસભ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં બળવો કરનારા પોતાના 6 ધારાસભ્યોની અયોગ્યતા પર સ્પીકર પાસે નિર્ણય સુરક્ષિત રખાવી ચૂકી છે, પરંતુ કોંગ્રેસની ચિંતા અત્યારે પણ ઓછી થઈ નથી. 2 કારણે સુખૂ સરકાર અત્યારે પણ જોખમમાં છે.

બળવો કરનારા ધારાસભ્યોને મનાવી શકશે કોંગ્રેસ?

પહેલું કારણ એ છે કે રાજ્યસભાની ચૂંટણીમાં બળવો કરી ચૂકેલા 6 ધારાસભ્ય કોંગ્રેસની ડાળ પરથી ફુર્ર થઈને હવે કમળના ફૂલ પર મંડરાવા લાગ્યા છે. આ ધારાસભ્યોએ હિમાચલ વિધાનસભામાં વિપક્ષ નેતા જયરામ ઠાકુર સાથે પણ મુલાકાત કરી. ક્રોસ વોટિંગ બાદ હરિયાણાના પંચકુલાથી વિધાનસભાની કાર્યવાહીમાં સામેલ થવા પરત શીમલા પહોંચ્યા, આ ધારાસભ્યોમાંથી કેટલાકે ખૂલીને અહી કહ્યું કે, તેઓ હવે ભાજપ સાથે છે. તેનાથી સ્પષ્ટ છે કે હવે આ ધારાસભ્યોને મનાવવા પાર્ટી માટે કોઈ પડકારથી ઓછા નથી.

વિક્રમાદિત્યના તેવર નરમ, પણ રાજીનામું અત્યારે પણ યથાવત:

બીજું કારણ વિક્રમદિત્ય સિંહનું રાજીનામું છે. જો કે, ઑબ્ઝર્વરોના હસ્તક્ષેપથી હાલમાં વિક્રમાદિત્યના તેવર નરમ પડ્યા છે. જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે અત્યારે સુધી તેમણે રાજીનામું પરત લીધું નથી, પરંતુ જ્યાં સુધી હાઇકમાન તરફથી કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવતો નથી, ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રી સુખૂ પર રાજીનામું મંજૂર કરવાનો દબાવ નહીં બનાવે.વિક્રમદિત્યએ કહ્યું કે, રાજીનામું પરત લેવા અને જ્યાં સુધી ઑબ્ઝર્વરોની વાતચીત અને કાર્યવાહી પૂરી ન થઈ જાય ત્યાં સુધી રાજીનામાં પર ભાર ન આપવો, બંનેમાં અંતર છે. અમે ઑબ્ઝર્વરો સાથે વાત કરી છે. અમે તેમને વર્તમાન સ્થિતિ બાબતે સૂચિત કર્યા છે. જ્યાં સુધી કોઈ નિર્ણય થઈ જતો નથી, હું પોતાના રાજીનામાં પર ભાર નહીં આપું. અંતિમ નિર્ણય આગામી સમયમાં લેવામાં આવશે.

હિમાચલમાં બદલાશે નંબર ગેમ:

કોંગ્રેસ 6 ધારાસભ્યોના બળવા બાદ વિક્રમાદિત્યના રાજીનામાંથી હિમાચલ વિધાનસભામાં નંબર ગેમ ગુંચવાઈ ગઈ છે. જો કે, અત્યારે વિક્રમાદિત્યનું રાજીનામું મંજૂર થયું નથી. તેના કારણે સુખૂ સરાકર પાસે હાલમાં 40માંથી 34 ધારસભ્યોનું સમર્થન છે. 68 ધારાસભ્યોવાળી વિધાનસભામાં બહુમત માટે જરૂરી જાદુઇ આંકડો 35 છે. વિક્રમાદિત્ય છોડી દે તો કોંગ્રેસના 6 ધારાસભ્ય અને 3 અપક્ષ ધારાસભ્યોએ બળવાના તેવર દેખાડ્યા બાદ સુખૂ સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે.

રાજ્યમાં સ્પીકર કોંગ્રેસના છે. એવામાં વ્હીપના ઉલ્લંઘનના મામલે આ ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહી જલદી પરિણામ પર પહોંચી શકે છે. જો એમ થાય છે તો 6 બળવાખોર ધારસભ્યોની સભ્યતાને અયોગ્ય જાહેર કરી દેવામાં આવશે તો વિધાનસભામાં નંબર ગેમ બદલાઈ જશે. 68 સભ્યોવાળી વિધાનસભાની સ્ટ્રેન્થ 62 પર આવી જશે એને આવામાં બહુમતનો આંકડો 32 પર આવી જશે. વિક્રમાદિત્યને હટાવી દેવામાં આવે ત્યારે પણ કોંગ્રેસ પાસે 33 ધારાસભ્યોનું સમર્થન હાલમાં છે. તેનાથી કોંગ્રેસની ખાલી 6 સીટો પર પેટાચૂંટણી આવવા સુધી સુરક્ષિત થઈ જશે.

Top News

ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

છેવટે, કોણ ધનવાન બનવા નથી માંગતું? પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તે સ્તર સુધી પહોંચે. બચત...
Business 
ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હરિયાણાના હિસારની રહેવાસી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરા અને તેના પતિ દીપક હુડ્ડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. પોલીસમાં...
National 
દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત વકીલ એલિના હુબ્બાને ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે...
World 
હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

કોમેડિયન કુણાલ કામરાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તે ઘણા દિવસ સુધી ચર્ચામાં રહ્યો હતો, સોશિયલ મીડિયા...
Entertainment 
આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

Opinion

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે...
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.