આર્ય સમાજના લગ્ન પ્રમાણપત્રને કાનૂની માન્યતા આપી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

મધ્ય પ્રદેશમાં એક પ્રેમ લગ્નના કિસ્સામાં યુવતીના પરિવારે યુવક પર અપહરણ અને બળાત્કારની ફરિયાદ કરી હતી અને કહ્યુ હતુ કે અમારી દીકરી સગીર છે. તો યુવકે સામે રજૂઆત કરી હતી કે યુવતી સગીર છે અને યુવકે આર્ય સમાજમાં કરેલા લગ્નનું સર્ટિકેટ રજી કર્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે આ સર્ટફિકેટને માન્યતા આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે આર્ય સમાજ દ્વારા જારી કરાયેલા લગ્ન પ્રમાણપત્રને કાયદાકીય માન્યતા આપવાનો ઇન્કાર કર્યો હતો. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરથનાની બેંચે કહ્યું કે આર્ય સમાજનું કામ અને અધિકારક્ષેત્ર લગ્નનું પ્રમાણપત્ર આપવાનું નથી. મેરેજ સર્ટિફિકેટ આપવાનું કામ માત્ર સક્ષમ અધિકારીઓ જ કરે છે. અસલ પ્રમાણપત્ર કોર્ટ સમક્ષ રજૂ કરવાનું રહેશે.

મામલો પ્રેમ લગ્નનો છે. છોકરીના પરિવારના સભ્યોએ તેમની છોકરીના અપહરણ અને બળાત્કારની FIR નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તે સગીર છે. યુવતીના પરિવારે યુવક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366, 384, 376(2) (n) હેઠળ 384 ઉપરાંત POCSO એક્ટની કલમ 5(L)/6 હેઠળ કેસ નોંધ્યો હતો. તે જ સમયે, યુવકે કહ્યું કે છોકરી પુખ્ત છે.

તેણે પોતાની મરજી અને હકથી લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આ લગ્ન આર્ય સમાજ મંદિરમાં થયા હતા. યુવાનોએ કેન્દ્રીય ભારતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા આપવામાં આવેલ લગ્નનું પ્રમાણપત્ર પણ રજૂ કર્યું હતું. સુપ્રીમ કોર્ટે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ મામલામાં સુપ્રીમ કોર્ટે એપ્રિલમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ હતી.

ત્યારપછી જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ હૃષિકેશ રોયે આર્ય પ્રતિનિધિ સભાને તેમની માર્ગદર્શિકામાં એક મહિનાની અંદર સ્પેશિયલ મેરેજ એક્ટ 1954ની કલમ 5, 6, 7 અને 8 ની જોગવાઈઓને તેમના નિયમનમાં સામેલ કરવા જણાવ્યું હતું.

આર્ય સમાજમાંલગ્નો 1937માં બનેલા આર્ય મેરેજ વેલિડેશન એક્ટ અને હિંદુ મેરેજ એક્ટ 1955 દ્વારા નિયંત્રિત થાય છે. અહીં લાંબી કાનૂની પ્રક્રિયાને બદલે સરળતાથી લગ્ન કરી શકાય છે. આ માટે વર અને કન્યા બંને હિન્દુ હોવા જરૂરી નથી. એક પક્ષ હિંદુ હોવો જોઈએ. આર્ય સમાજમાં આંતરજ્ઞાતિય લગ્નો પણ થાય છે. સામાન્ય રીતે આર્ય સમાજમાં ઓછા ખર્ચે લગ્ન થઇ શકતા હોવાથી ઘણા નાના પરિવારો આર્ય સમાજમાં લગ્ન કરે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતની આ યુનિવર્સિટીમાં 'મોદી તત્વ' (મોદી સિદ્ધાંત) ભણાવવા અંગે ચર્ચા કેમ શરૂ થઈ છે?

ગુજરાતની સૌથી જૂની અંગ્રેજી-માધ્યમ સરકારી યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSUB)એ તેના સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં મોટો ફેરફાર...
Gujarat 
ગુજરાતની આ યુનિવર્સિટીમાં 'મોદી તત્વ' (મોદી સિદ્ધાંત) ભણાવવા અંગે ચર્ચા કેમ શરૂ થઈ છે?

વહુ એવું કરતી કે કંટાળીને સાસુ-સસરાએ જીવન ટૂંકાવ્યું, પુત્ર પણ બચાવતો નહોતો

હરિયાણાના પાણીપતમાં પુત્રવધૂના પહેરવેશ અને મારમારીથી કંટાળીને સાસુ અને સસરાએ જીવન ટૂંકાવી લીધું. બંને તેને કપડાઓને લઈને ટોંકતા હતા, ...
National 
વહુ એવું કરતી કે કંટાળીને સાસુ-સસરાએ જીવન ટૂંકાવ્યું, પુત્ર પણ બચાવતો નહોતો

PM મોદી 15 મેથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પ્રવાસે જશે

પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલી ભીષણ કટોકટી અને ઉર્જા પુરવઠામાં અવરોધો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે ...
National 
PM મોદી 15 મેથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પ્રવાસે જશે

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’
Copyright (c) Khabarchhe All Rights Reserved.